રિટેલ ફુગાવો જુલાઇમાં ઘટીને 9 મહિનાના નીચલા સ્તર 4.17 ટકા પર

સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (સીએસઓ)ના આંકડા અનુસાર ગત મહિને શાકભાજીની મોંઘવારી ઘટીને શૂન્ટથી 2.19 ટકા નીચે આવી ગઈ.  

Updated By: Aug 13, 2018, 11:39 PM IST
રિટેલ ફુગાવો જુલાઇમાં ઘટીને 9 મહિનાના નીચલા સ્તર 4.17 ટકા પર

નવી દિલ્હીઃ રિટેલ ફુગાવો જુલાઇ મહિનામાં આશા કરતા વધુ નીચે આવી ગયો છે. સરકારી આંકડા પ્રમાણે રિટેલ ફુગાવો જુલાઇ મહિનામાં ઘટીને 4.17 ટકા પર આવી ગયો. જે છેલ્લા 9 મહિનામાં સૌથી નીચલા સ્તરે છે. જૂનમાં તે 4.92 ટકા હતો જે છેલ્લા પાંચ મહિનામાં સૌથી વધુ હતો. અર્થશાસ્ત્રિઓએ એક સર્વેમાં ત્યારે અનુમાન લગાવ્યું હતું કે આ 4.51 ટકા સુધી આવી શકે છે પરંતુ તેનાથી પણ નિચે આવી ગયો. 

સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (સીએસઓ)ના આંકડા અનુસાર ગત મહિને શાકભાજીની મોંઘવારી ઘટીને શૂન્ટથી 2.19 ટકા નીચે આવી ગઈ. જૂનમાં તે 7.8 ટકા પર હતો. આ રીતે ફળોનો રિટેલ ફુગાવો ઘટીને 6.98 ટકા પર આવી ગયો જે તેની પહેલાના મહિને 10 ટકા ઉપર હતો. 

આંકડા અનુસાર પ્રોટીનવાળા ઉત્પાદકો માંસ, માછલી અને દૂધનો ફુગાવો જુલાઈમાં તેનાથી પાછળના મહિના કરતા ઓછો રહ્યો. પરંતુ ઈંધણ અને લાઇટ ખંડની મોંઘવારી વધીને 7.96 ટકા થઈ ગઈ, જે ગત મહિને 7.14 ટકા પર હતી. 

મૂલ્યના આંકડા પસંદ કરાયેલા શહેરોમાંથી એનએસએસઓના ફીલ્ડ સંચાલક વિભાગ દ્વારા ભેગા કરવામાં આવ્યા. જ્યારે પસંદગીના ગામના આંડકા પોસ્ટ વિભાગે ભેગા કર્યા. મૂલ્યના આંકડા વેબપોર્ટલના માધ્યમથી પ્રાપ્ત થાય છે અને તેની જાણવણી નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર કરે છે.