)
Sawaliya Foods Products shares: આજે, ગુરુવાર, 14 ઓગસ્ટના રોજ શેરબજારમાં સાવલિયા ફૂડ્સ પ્રોડક્ટ્સના શેર લિસ્ટ થયા હતા. કંપનીના શેરનું NSE પર જબરદસ્ત લિસ્ટિંગ થયું છે. સાવલિયા ફૂડ્સના શેર ₹120 ના IPO ભાવ કરતાં 90 ટકા પ્રીમિયમ સાથે રૂ.228 પર લિસ્ટ થયા હતા. લિસ્ટિંગ પછી તરત જ, શેર રૂ.239.40 પર પહોંચી ગયો. એટલે કે, પહેલા જ દિવસે 100 ટકા સુધીનો નફો થયો હતો. જોકે, પાછળથી તેમાં ભારે પ્રોફિટ બુકિંગ થયું અને તે 5 ટકા ઘટીને રૂ.216.60 પર આવી ગયો.
મહત્વનું છે કે સાવલિયા ફૂડ્સ પ્રોડક્ટ્સના આઈપીઓને ઈન્વેસ્ટરોનો જોરદાર પ્રતિસાદ મળ્યો હતો અને ઈશ્યુને ત્રણ દિવસમાં 13.32 ગણો સબ્સક્રાઇબ કરવામાં આવ્યો હતો. રિટેલ ઈન્વેસ્ટર કેટેગરીને 8.92 ગણી બોલી મળી, નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર (NII) ક્વોટાને 20.11 ગણી બોલી મળી અને ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર (QIB) શ્રેણીને 15.83 ગણી બોલી મળી. તમને જણાવી દઈએ કે સાવલિયા ફૂડ્સ પ્રોડક્ટ્સના IPOનો લિસ્ટિંગ ભાવ ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) ટ્રેન્ડ કરતા ઘણો વધારે હતો. શેરબજારમાં પ્રવેશતા પહેલા, સાવલિયા ફૂડ્સ IPOનો GMP ₹30 હતો, જે ફક્ત 25% ની લિસ્ટિંગ વૃદ્ધિ દર્શાવે છે.
7 ખુલ્યો હતો આઈપીઓ
સાવલિયા ફૂડ્સ પ્રોડક્ટ્સનો આઈપીઓ 31.23 કરોડ શેરનું ફ્રેશ વેચાણ અને 3.60 કરોડ ઓફર ફોર સેલ (ઓએફએસ) નું સંયોજન હતો. જેમાં કુલ મળી 34.33 કરોડ રૂપિયાનું રોકાણ થયું હતું. સાવલિયા ફૂડ્સના શેર 120 રૂપિયાની કિંમત પર ઉપલબ્ધ હતા. આ ઈશ્યુ 7 ઓગસ્ટે ખુલ્યો અને 11 ઓગસ્ટે બંધ થયો હતો.