)
દેશના દિગ્ગજ ઉદ્યોગપતિઓમાં જેમની ગણતરી થાય છે તે મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીના કેસમાં SBI અને કેનેરા બેંકે જે રીતે નિર્ણયો લીધા તે આ બેંકોની મનમાની અને પક્ષપાતપૂર્ણ કાર્યશૈલી તરફ ઈશારો કરી રહ્યા છે. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ રિલાયન્સ કમ્યુનિકેશન્સના 5 નોન એક્ઝીક્યુટિવ ડાયરેક્ટર્સ વિરુદ્ધ ઈશ્યું કરેલી શો-કોઝ નોટિસ પાછી ખેંચી છે. આ અગાઉ 10 જુલાઈના રોજ બોમ્બે હાઈકોર્ટ સામે RCOM લેન્ડર્સ કેનેરા બેંકે પણ જે નિર્ણય હેઠળ રિલાયન્સ કમ્યુનિકેશન્સના એકાઉન્ટ અને અનિલ અંબાણીને FRAUD ક્લાસીફાય કરાયા હતા તે નિર્ણય બિનશરતી પાછો ખેંચ્યો હતો.
SBI ના મનમાની નિર્ણયોના પુરાવા
હાલના દિવસોમાં એસબીઆઈ તરફથી અનિલ અંબાણી અને રિલાયન્સ કમ્યુનિકેશન્સ અંગે જે પ્રકારે નિર્ણયો લેવાયા તે બેંકના મનમાની અને પક્ષપાતપૂર્વ નિર્ણયોનું ઉદાહરણ છે. જે બેંકના કામકાજમાં પારદર્શકતા, ફેરનેસ, અને બેંકના નિર્ણય લેવાની પ્રક્રિયાની નિષ્પક્ષતા પર સીધા સવાલો ઊભા કરે છે. આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટના 'Principles of Natural Justice' ની સંપૂર્ણ રીતે અવગણના કરાઈ છે.
અનિલ અંબાણીને પક્ષ રજૂ કરવાની પણ તક ન મળી
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ અનિલ અંબાણીને પોતાની વાત અને પોતાનો પક્ષ રજૂ કરવાની પણ તક ન આપી અને તેમના વિરુદ્ધ પક્ષપાતપૂર્ણ નિર્ણય લેવાયો. તેમને પોતાની વાત રજૂ ક રવાની તક ન મળી અને બેંકે એકતરફી નિર્ણય લઈ લીધો. જેનાથી એસબીઆઈની વિશ્વસનીયતા પર સવાલ ઊભા થાય છે કારણ કે ફાઈનાન્શિયલ ઈન્સ્ટીટ્યૂશનના આ પ્રકારના નિર્ણયોની રેપ્યુટેશન અને ફાઈનાન્શિયલ કન્ડિશન પર ખુબ મોટી અસર થાય છે.
જ્યૂડિશિયલ, રેગ્યુલેટરી ફ્રેમવર્કને હાંસિયામાં ધકેલ્યા
અનિલ અંબાણીને પર્સનલ હિયરિંગની તક ન આપવી એ મૂળભૂત સિદ્ધાંત વિરુદ્ધ છે. તેમાં પણ મહત્વપૂર્ણ એ છે કે એસબીઆઈએ જ્યૂડિશિયલ અને રેગ્યુલેટરી ફ્રેમવર્કને સંપૂર્ણ રીતે બાજુમાં હડસેલી દઈને આ નિર્ણય લીધો. આ અગાઉ સુપ્રીમ કોર્ટ અને બોમ્બે હાઈકોર્ટ સામે અનેક કેસો આવ્યા છે જેમ કે SBI Vs રાજેશ અગ્રવાલ (2023), T. Takano Vs SEBI (2022), Ankit Bhuwalka Vs IDBI Bank (2025) અને મિલિન્ડ પટેલ Vs Union Bank of India (2024). આ તમામ કેસોમાં એક વાત સામાન્ય એ છે કે કોઈ પણ એકાઉન્ટને ત્યાં સુધી FRAUD જાહેર ન કરી શકાય જ્યાં સુધી તમામ દસ્તાવેજ (કમ્પલીઝ disclosure) એ વાત સાબિત ન કરે અને પ્રભાવિત ઈન્ડિવિજ્યુઅલને પોતાની વાત રજૂ કરવાની તક મળવી જોઈએ. અનિલ અંબાણીના કેસમાં આ નિર્ણયોની પણ અવગણના કરાઈ.
RBI ની ગાઈડલાઈનના પણ લીરેલીરા ઉડ્યા
આ ઉપરાંત જો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈન ધ્યાનમાં લઈએ તો એ સ્પષ્ટ કહે છે કે બેંકોએ તમામ પ્રિન્સિપલ ફોલો કરવા જરૂરી છે. આ બાધ્યકારી નિયમો અને નિર્દેશોની અવગણના કરવી એ સ્પષ્ટ દર્શાવે છે કે એસબીઆઈએ રૂલ ઓફ લોને સંપૂર્ણ રીતે હાંસિયામાં ધકેલીને કાર્યવાહી કરી છે.
અનિલ અંબાણીને કેનેરા બેંકે FRAUD જાહેર કર્યા હતા
અત્રે જણાવવાનું કે આરકોમના લેન્ડર્સના કન્સોર્ટિયમ મેમ્બર કેનેરા બેંકે અગાઉ રિલાયન્સ કમ્યુનિકેશનના એકાઉન્ટ અને અનિલ અંબાણીને FRAUD ક્લાસિફાય કર્યા હતા. કેસ કોર્ટમાં પહોંચ્યો તો 10 જુલાઈ 2025ના રોજ બોમ્બે હાઈકોર્ટ સામે બેંકે કોઈ પણ શરત વગર ફ્રોડ ક્લાસિફિકેશનને પાછું ખેંચ્યું. જે એ વાત સાબિત કરે છે કે બેંકને ખબર હતી કે આ મામલો કોર્ટ સામે ટકશે નહીં. કન્સોર્ટિયમના સિંગલ બેંક તરફથી આ પ્રકારની મનમાની કાર્યવાહી બેંકના કામકાજ અને ડિસિઝન મેકિંગ પ્રોસેસ તરફ મોટો ઈશારો કરે છે.
SBI એ 5 નોન એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર્સને નોટિસ ફટકારી હતી
SBI એ રિલાયન્સ કમ્યુનિકેશનના 5 નોન એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર વિરુદ્ધ નોટિસ જારી કરેલી નોટિસ પાછી ખેંચી છે. હકીકતમાં આ લોકોની કંપનીના ડેઈલી કામકાજમાં કોઈ ભૂમિકા નહતી. બેંકનું આ સિલેક્ટિવ ડિસિઝન પ્રિન્સિપલ ઓફ ફેરનેસ પર સવાલ ઉઠાવે છે. તે બેંકની ડિસિઝન મેકિંગ પ્રોસેસની ક્રેડિબિલિટી અને નિષ્પક્ષતા પર સવાલ ઊભા કરે છે.
5 નોન એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર્સની વિગતો...
1) Mr. Arun Kumar Purwar, Ex-Chairman, State Bank of India
2) Mr. Raj Narain Murari L. Bhardwaj, Ex- Chairman & Managing Director, LIC
3) Mrs. Manjari Ashok Kacker, Ex-Member, Central Board of Direct Taxes
4) Mr. Deepak Haridev Shourie, Ex-Director, BBC Worldwide Media
5) Prof. Jayaraman Ramachandran, Ex-Professor, Corporate Strategy, IIM Bangalore.