દિવાળી પર આ 15 શેર કરાવી શકે છે શાનદાર કમાણી, SBI સિક્યોરિટીઝે આપી ખરીદીની સલાહ
SBI સિક્યોરિટીઝે દિવાળી 2025 માટે 15 શેર પસંદ કર્યા છે, જેમાં HDFC બેંક, NSDL અને એપોલો હોસ્પિટલનો સમાવેશ થાય છે. ઓસ્વાલ પમ્પ્સમાં 25% અને સ્વરાજ એન્જિન્સમાં 24%નો વધારો જોવા મળી શકે છે.
Trending Photos
)
Stock Market: દિવાળીનો તહેવાર આવવાનો છે. તેવામાં ઈન્વેસ્ટરો માટે ઘણી બ્રોકરેજ ફર્મ દિવાળી સ્ટોક્સની ભેટ લાવે છે. આ તક પર એસબીઆઈ સિક્યોરિટીઝે દિવાળી 2025 માટે 15 શેર પસંદ કર્યાં છે. તેનું માનવું છે કે નવા સવંત વર્ષની શરૂઆતની સાથે, નાણાકીય વર્ષ 2026ના ત્રીજા ક્વાર્ટરથી કમાણીમાં ડબલ ડિઝિટનો વધારો થશે અને નાણાકીય વર્ષ 2027માં 3-5% ની કમાણી વધારશે. આ શેરમાં મોટા નામ જેમ કે એચડીએફસી બેંક, તાજેતરમાં લિસ્ટ થયેલ એનએસડીએલ અને એપોલો હોસ્પિટલ જેવા સ્ટોક સામેલ છે. બ્રોકરેજને ઓસવાલ પમ્પ્સમાં 25 ટકા અને સ્વરાજ એજન્સમાં 24 ટકાના વધારાની આશા છે.
HDFC બેંક
SBI સિક્યોરિટીઝ અનુસાર, નાણાકીય વર્ષ 2026 માં લોન વૃદ્ધિ 10% અને નાણાકીય વર્ષ 2027 માં 13% રહેવાની ધારણા છે, જે ઉદ્યોગ સરેરાશ કરતા વધારે છે. આ કોર્પોરેટ અને રિટેલ બેંકિંગ ટેકનોલોજી અને શાખા વિસ્તરણ દ્વારા પ્રેરિત થશે. બ્રોકરેજનો લક્ષ્ય ભાવ ₹1,110 છે, જે 14% નો વધારો સૂચવે છે.
એપોલો હોસ્પિટલ્સ
એફવાય2025-27 દરમિયાન એપોલો હોસ્પિટલ્સ 18.3% ની આવક વૃદ્ધિ અને 30.5% ની નફા વૃદ્ધિ (CAGR) પ્રાપ્ત કરે તેવી અપેક્ષા છે. આ મજબૂત હોસ્પિટલ વ્યવસાય, નવી ક્ષમતાઓ, એપોલો 24/7 ના બ્રેક-ઇવન પોઇન્ટ અને એપોલો હેલ્થકોના અલગ થવાને કારણે છે, જે રોકાણકારોના મૂલ્યમાં વધારો કરશે. બ્રોકરેજનો લક્ષ્ય ભાવ ₹8,675 છે, જે 13.2% નો વધારો સૂચવે છે.
તો ટીવીએસ મોટર પર બ્રોકરેજનું કહેવું છે કે આગામી 12 મહિનામાં જીએસટી 2.0 વોલ્યૂમ ગ્રોથ માટે મોટું ફેક્ટર હશે. ટીવીએસ મોટરને હાઈ કેપિસિટી અને ઓપરેટિંગ લીવરેજથી ફાયદો થશે, જેમાં માર્ગિન સારૂ થશે. બ્રોકરેજે આ માટે 3975 રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો છે, જે 13.2 ટકાનો વધારો દેખાડે છે.
NSDL નો ટાર્ગેટ
આગામી 3-6 મહિનામાં માર્કેટ સેન્ટીમેન્ટમાં સુધાર થવાની આશા છે અને એનએસડીએલ તેમાં પ્રોક્સી ભૂમિકા ભજવશે. નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ક્વાર્ટરમાં ડીમેટ એકાઉન્ટ્સનો માર્કેટ શેર 15.5 ટકા હતો, જે નાણાકીય વર્ષ 2025માં 9.4 ટકા હતો. જૂન 2025 સુધી તે 4 કરોડ એકાઉન્ટ્સને પાર થઈ ગયો છે. બ્રોકરેજે 1380 રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો છે, જે 15.2 ટકાનો વધારો દર્શાવે છે.
પાંડે ઓક્સાઇડ્સ અને કેમિકલ્સ 23% થી વધુ વધવાની ધારણા છે. ઇન્ડિયન બેંક, અશોક લેલેન્ડ, જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ, નેશનલ એલ્યુમિનિયમ કંપની, આઝાદ એન્જિનિયરિંગ, સુબ્રોસ, ઇન્ડિયન મેટલ્સ અને ફેરો એલોય્સ અને ફિયમ ઇન્ડસ્ટ્રીઝ જેવા અન્ય શેરોમાં 13-22% ની વૃદ્ધિ થવાની ધારણા છે.
(ડિસ્ક્લેમરઃ રોકાણની આ સલાહ બ્રોકરેજ ફર્મ દ્વારા આપવામાં આવી છે, આ ઝી 24 કલાકના વિચાર નથી. શેર બજારમાં રોકાણ જોખમો અધીન હોય છે, રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝરની સલાહ લો)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














