SBI ગ્રાહકોને મેસેજ મોકલવા બાબતે અવ્વલ નંબરે

HDFC બેંક બીજા નંબરે તો ICICI બેંક ત્રીજા નંબર પર રહ્યું હતું

SBI ગ્રાહકોને મેસેજ મોકલવા બાબતે અવ્વલ નંબરે

નવી દિલ્હી :  ભારતીય સ્ટેટબેંક (SBI) એસએમએસ મોકલવાનાં મુદ્દે સૌથી મોટી બેંક છે. કારણ કે ટ્રુકોલર દ્વારા 30 ટકા યુઝર્સનાં બેંકિંગ મેસેજમાં સૌથી વધારે એસબીઆઇ દ્વારા મોકલવામાં આવેલા મેસેજ પ્રાપ્ત થાય છે. ત્યાર બાદ એચડીએફસી બેન્કનાં 14 ટકા અને આઇસીઆઇસીઆઇનાં 13 ટકા યુઝર્સ છે. એક નવા રિપોર્ટમાં મંગળવારે આ દાવો કરવામાં આવ્યો હતો. ટ્રુકોલર ઇનસાઇટ્સ રિપોર્ટનાં અનુસાર એક્સિસ બેંક 9 ટકા અને આઇએનજી વૈશ્ય બેંક 8 ટકી સાથે ક્રમશ ચોથા પાંચમાં નંબર પર છે. 

વૈશ્વિક બેંક જેમ કે સિટી બેંક અને સ્ટાન્ડર્ડ ચાર્ટર બેંકનાં મેસેજની સંખ્યા કુલ લેવડ દેવડનાં પ્રમાણમાં માત્ર એક ટકા છે. ટ્રુકોલરે જણાવ્યું કે આ આંકડા એક એપ્રીલથી 31 સપ્ટેમ્બર સુધી ભારતમાં બેંકિંગ સેવાઓનાં ઇનકમિંગ અને આઉટગોઇંગ મેસેજનું અજાણી રીતે અભ્યાસ કરીને એકત્ર કર્યા છે. જેથી તેનાં વ્યવહાર અ પ્રયોગની માહિતી એકત્ર કરવામાં આવી શકે.

બીજી તરફ દિલ્હીમા આ આંકડો સમગ્ર દેશ કરતા થોડો અલગ રહ્યો હતો. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ કે, દિલ્હીમાં એસબીઆઇનાં આંકડામાં ઝડપથી ઘટાડો જોવા મળ્યો હતો. જે 23 ટકા પર રહ્યો હતો. ત્યાર બાદ એચડીએફસી બેંક 17 ટકા, આઇસીઆઇસીઆઇ બેંક 15 ટકા, આઇએનજી વૈશ્ય 11 ટકા અને એક્સિસ બેંક 9 ટકા પર રહ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news