)
આજે સોનાના ભાવમાં જોરદાર કડાકો જોવા મળ્યો છે. ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા યુદ્ધ પર સીઝફાયર અંગે સહમતિની અસર જોવા મળી છે. વાયદા બજાર અને રિટેલ બજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. જો તમે પણ સોનું કે ચાંદી લેવાનું વિચારતા હોવ તો તમારા માટે ખુબ સારા સમાચાર છે.
સોના અને ચાંદીના આજના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ના રેટ્સ જોઈએ તો 999 શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાના ભાવમાં આજે 2,060 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને ભાવ 97,288 રૂપિયા પર પહોંચ્યો જે કાલે 99,348 રૂપિયા પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદીમાં 1,165 રૂપિયાનો કડાકો જોવા મળ્યો અને ભાવ 1,05,898 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો જે કાલે 1,07,063 રૂપિયા પર ક્લોઝ થયો હતો.
#Gold and #Silver Opening #Rates for 24/06/2025
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE
Follow us on Facebook : https://t.co/9tJn571sBM… pic.twitter.com/jZm2J3922Y
— IBJA (@IBJA1919) June 24, 2025
કેરેટ ભાવ (1 ગ્રામ)
24 KT(999) 9,729
22 KT 9,495
20 KT 8,659
18 KT 7,880
14 KT 6,275
#indicative #Retail Selling #Rates for #Jewellery
To get these rates on your phone give a missed call on - 8955664433
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram :… pic.twitter.com/X9ihDbJoGo
— IBJA (@IBJA1919) June 24, 2025
વાયદા બજારમાં ભાવ
વાયદા બજાર (MCX) પર સોનું 1273 રૂપિયા તૂટીને 98115 પર ટ્રેડ થતું જોવા મળ્યું. આ હાલ ચાંદીના પણ છે જે 557 રૂપિયા તૂટીને 106206 પર આવી ગઈ.
Disclaimer
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)