)
IPO News: 2025મા ભારતીય શેર બજારમાં IPOs ની જબરદસ્ત ભીડ જોવા મળી છે. આ વર્ષે અનેક કંપનીઓએ માર્કેટમાં પર્દાપણ કર્યું, પરંતુ ગણતરીના એવા આઈપીઓ રહ્યાં જેણે લિસ્ટિંગ પહેલા હલચલ મચાવી દીધી. તેમાંથી એક નામ છે Shyam Dhani Industries IPO, જેણે સબ્સક્રિપ્શન અને GMP ના દમ પર રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું છે.
રોકાણકારોએ શ્યામ બ્રાન્ડ નામથી જાણીતી આ કંપનીના IPOનું સ્વાગત કર્યું, જેમાં આ ઇશ્યૂ લગભગ 1,000 વખત ઓવરસબ્સ્ક્રાઇબ થયો. બિન-સંસ્થાકીય રોકાણકારો (NIIs) માં સૌથી વધુ ઉત્સાહ જોવા મળ્યો, જ્યાં બોલીઓ અપેક્ષાઓ કરતાં ઘણી વધારે હતી. છૂટક રોકાણકારો પણ પાછળ નહોતા, મોટી સંખ્યામાં સબ્સ્ક્રાઇબ કરી રહ્યા હતા. મોટા સંસ્થાકીય રોકાણકારોએ પણ IPOમાં રસ દાખવ્યો, જેના કારણે એકંદર માંગ આસમાને પહોંચી ગઈ.
GMP માં જોવા મળી પૈસા ડબલ થવાની ઝલક
હવે વાત તે પાસાની જેણે આ આઈપીઓને ચર્ચામાં લાવી દીધો છે. કંપનીનું ગ્રે માર્કેટ પ્રીમિયમ હાઈ છે. હાલમાં શ્યામ ધાની ઈન્ડસ્ટ્રીનો આઈપીઓ લગભગ ઈશ્યુ પ્રાઇસની બરાબર ચાલી રહ્યો છે. સરળ ભાષામાં કહીએ તો જે ભાવ પર શેર મળ્યો છે તેની આસપાસ પ્રીમિયમ મળી રહ્યું છે. જો આ ટ્રેન્ડ યથાવત રહે તો લિસ્ટિંગ પર રોકાણકારોના પૈસા ડબલ થઈ શકે છે. પરંતુ રોકાણકારોએ તે પણ સમજવું જોઈએ કે GMP કોઈ પાક્કો માપદંડ હોતો નથી અને બજારની ચાલમાં ઉતાર-ચઢાવ આવતો રહે છે.
આજે થશે એલોટમેન્ટ
રોકાણકારો આઈપીઓ એલોટમેન્ટની આતૂરતાપૂર્વક પ્રતીક્ષા કરી રહ્યાં છે. આજે કંપનીના શેરનું એલોટમેન્ટ થઈ શકે છે. જે લોકોએ અરજી કરી છે તે ઘર બેઠા એલોટમેન્ટ સ્ટેટસ ચેક કરી શકે છે. આ આઈપીઓની જબરદસ્ત ડિમાન્ડ અને જીએમપી તે સંકેત આપી રહ્યો છે કે બજારમાં ઈશ્યુને લઈને સકારાત્મક માહોલ છે.