ગુજરાતી ન્યૂઝBusinessSip Investment Plans: SIPની સૌથી શાનદાર ફોર્મૂલા, 1-2 કરોડ છોડો... ચપટીમાં બની જશો પુરા 10 કરોડ રૂપિયાના માલિક!

Sip Investment Plans: SIPની સૌથી શાનદાર ફોર્મૂલા, 1-2 કરોડ છોડો... ચપટીમાં બની જશો પુરા 10 કરોડ રૂપિયાના માલિક!

SIP Investment Plans and Returns: SIPનો "7-5-3-1" રૂલ યોગ્ય વ્યૂહરચના સાથે રોકાણ કરવામાં મદદ કરે છે. યોગ્ય પ્લાનિંગ અને નિયમિત રોકાણથી 1 કરોડ છોડો 10 કરોડ રૂપિયા સુધીનું ફંડ બનાવી શકાય છે.

Sip Investment Plans: SIPની સૌથી શાનદાર ફોર્મૂલા, 1-2 કરોડ છોડો... ચપટીમાં બની જશો પુરા 10 કરોડ રૂપિયાના માલિક!

SIP Investment Plans and Returns: જો તમે લાંબા ગાળે કરોડપતિ બનવાનું વિચારી રહ્યા છો તો SIP (સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) તમારા માટે સૌથી બેસ્ટ રીત હોય શકે છે. SIPનો "7-5-3-1" રૂલ યોગ્ય વ્યૂહરચના સાથે રોકાણ કરવામાં મદદ કરે છે. યોગ્ય પ્લાનિંગ અને નિયમિત રોકાણથી 1 કરોડ છોડો 10 કરોડ રૂપિયા સુધીનું ફંડ બનાવી શકાય છે. આ રૂલનું પાલન કરીને તમે ફક્ત બજારની અસ્થિરતાને જ સંભાળી શકતા નથી, પરંતુ ફાઈનેન્શિયલ ફ્રીડમના તમારા સ્વપ્નને પણ પૂર્ણ કરી શકો છો.

SIP નો Rule 7-5-3-1 શું છે?
આ એક એવી સ્ટ્રેટેજી છે જે તમને માત્ર 1 કરોડ રૂપિયા જ નહીં પરંતુ 10 કરોડ રૂપિયા સુધીનું ફંડ બનાવવામાં પણ મદદ કરી શકે છે. ચાલો જણાવીએ કેવી રીતે.

Add Zee News as a Preferred Source

Rule 7:  પહેલો નિયમ સમજો
SIPમાં લાંબા સમય સુધી રહેવું સૌથી મહત્વપૂર્ણ છે. ઓછામાં ઓછા 7 વર્ષ સુધી બજારમાં રહો. માર્કેટમાં ઘટાડાથી ડરશો નહીં. ઉદાહરણ તરીકે કોવિડ દરમિયાન બજાર 40% ઘટ્યું, છતાં વળતર શાનદાર રહ્યું હતું.

Rule 5: ફંડ પસંદ કરતી વખતે આ 5 પોઈન્ટ જુઓ
Good Quality Fund: NFO ટાળો.
Growth Track Record: ભૂતકાળનું પરફોર્મસ જુઓ.
Expense Ratio < 1%: સસ્તા ફંડ પસંદ કરો.
Holdings ચેક કરો: તમારા પોર્ટફોલિયો પર ધ્યાન આપો.
Equity Allocation: ઇક્વિટીમાં કેટલું રોકાણ કરવું તે જરૂર સમજો.

Rule 3: આ ત્રણ પરિસ્થિઓનું ધ્યાનમાં રાખો
Negative Return Phase: SIP દરમિયાન 7-15% સુધીનું નકારાત્મક રિટર્ન સામાન્ય છે.
Irritation Phase: 1-2 વર્ષ સુધી ફ્લેટ ગ્રોથ રહી શકે છે.
Panic Phase: 2008 જેવી પરિસ્થિતિઓમાં ગભરાશો નહીં. સાવચેત રહો.

Rule 1: SIP step-up
દર વર્ષે તમારી SIP માં 10% વધારો કરો. આને સ્ટેપ-અપ SIP કહેવામાં આવે છે, જે તમારા રોકાણમાં ઝડપથી વધારો કરે છે. આ નિયમનું પાલન કરીને તમે તમારા લક્ષ્ય સુધી સરળતાથી પહોંચી શકો છો. બજારમાં ધીરજ અને સમજદારીથી રોકાણ કરો.

Disclaimer: કૃપા કરીને તમારા નાણાકીય સલાહકારની સલાહ લો.
SIPમાં Consistency અને Step-Up બન્ને મહત્વપૂર્ણ છે. માર્કેટના ઘટાડાથી ચિંતા કરવાને બદલે, લાંબા સમય સુધી રોકાણ જાળવી રાખો. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરતા પહેલા રિસર્ચ કરો. નાણાકીય સલાહકાર પાસેથી ચોક્કસ સલાહ લો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
DIPAK CHAVDA

2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news