)
SIP Investment Planning: સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) આજના યુગમાં સૌથી લોકપ્રિય અને શિસ્તબદ્ધ રોકાણ વિકલ્પોમાંથી એક બની ગયો છે, ખાસ કરીને એવા લોકો માટે જેઓ નિયમિતપણે નાની રકમનું રોકાણ કરીને લાંબા ગાળા માટે મોટું ફંડ બનાવવા માંગે છે. પરંતુ સારું રિટર્ન મેળવવા માટે ફક્ત SIP શરૂ કરી દેવી જ પૂરતું નથી, જરૂરી છે કે યોગ્ય પ્લાનિંગ અને યોગ્ય ફંડની પસંદગી કરવી. ચાલો જાણીએ કે, SIPની યોગ્ય રણનીતિ કેવી રીતે બનાવવી જોઈએ અને કયા મ્યુચ્યુઅલ ફંડ્સ તમને શાનદાર રિટર્ન અપાવી શકે છે. તે પણ તમારી જોખમ લેવાની ક્ષમતા અને નાણાકીય લક્ષ્યોના આધારે.
SIPમાં રોકાણ કરતા પહેલા કેવી રીતે કરવું પ્લાનિંગ?
તમારી રિસ્ક પ્રોફાઇલ સમજો
તમારા રોકાણ ક્ષિતિજ નક્કી કરો (સમયમર્યાદા)
SIPની રકમ નક્કી કરો
આ મુદ્દાઓ સમજો:
જ્યારે તમે દર મહિને SIPમાં રોકાણ કરવાની શરૂઆત કરી રહ્યા છો, ત્યારે ધ્યાન રાખું જોઈએ કે, તમે ત્રણથી પાંચ અલગ-અલગ કેટેગરીના ફંડ્સમાં SIP કરો, કારણ કે તેમાં ડાઈવર્સિફિકેશન જરૂરી છે. સમયાંતરે (વર્ષમાં એક વાર) તમારા પોર્ટફોલિયોની સમીક્ષા કરો. એક મહત્વપૂર્ણ વાત એ છે કે, SIPમાં રોકાણ કરતી વખતે ધીરજ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે SIPનો જાદુ સાતથી દસ વર્ષ પછી જ જોવા મળશે.
બજાજ ફાઇનાન્સ અનુસાર, નીચેના ફંડ્સમાં SIPથી મળી શકે છે શાનદાર રિટર્ન
SIP વહેલા શરૂ કરવી એ સમજદારી
લાઇવમિન્ટ અનુસાર, વ્હાઇટઓક કેપિટલ મ્યુચ્યુઅલ ફંડે તાજેતરમાં તેનો SIP વિશ્લેષણ રિપોર્ટ (સપ્ટેમ્બર 2025) જાહેર કર્યો છે, જેમાં જણાવાયું છે કે, SIP વહેલા શરૂ કરવી અને તેને લાંબા સમય સુધી જાળવી રાખવી એ તેની ફ્રીક્વેન્સી કરતાં વધુ મહત્વપૂર્ણ છે. રિપોર્ટ અનુસાર SIP માટે સૌથી સારી તારીખ એ છે જ્યારે રોકાણકાર સામાન્ય રીતે તેમનો પગાર તેમના બેન્ક ખાતામાં જમા થાય છે.