)
SMC Global Securities share: સ્મોલકેપ કંપની એસએમસી ગ્લોબલ સિક્યોરિટીઝના શેર તમારા પોર્ટફોલિયોમાં હોય તો આ સમાચાર તમારા માટે છે. હકીકતમાં કંપનીએ ગુરૂવારે સ્ટોક એક્સચેન્જને જણાવ્યું કે તેના બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠર 24 સપ્ટેમ્બર 2025ના યોજાશે. આ બેઠકમાં બોનસ ઈક્વિટી શેર જારી કરવાના પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવશે.
શું કહ્યું કંપનીએ?
કંપનીએ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં કહ્યું- શેરધારકોની મંજૂરી બાદ વર્તમાન શેરધારકોને તેના વર્તમાન હોલ્ડિંગ રેશિયોમાં ફ્રી વધારાના શેર પ્રાપ્ત થશે. મહત્વનું છે કે કંપની પ્રથમવાર બોનસ શેર આપવા જઈ રહી છે. બોનસ શેર એક એવું પગલું છે, જે સામાન્ય રીતે લિક્વિડિટીમાં સુધાર કરે છે અને ઈન્વેસ્ટરોને રિવોર્ડ આપે છે.
શેરનું પરફોર્મંસ
એસએમસી ગ્લોબલ સિક્યોરિટીઝના શેરની વર્તમાન કિંમત 140 રૂપિયા છે. સપ્તાહના ચોથા દિવસે ગુરૂવારે આ શેર એક દિવસના મુકાબલે 1.16 ટકા વધીને બંધ થયો. શેરનો 52 સપ્તાહનો હાઈ 168.35 રૂપિયા છે. તો શેરનો 52 સપ્તાહનો લો 99 રૂપિયા છે.
ક્યારે જારી કરવામાં આવે છે બોનસ શેર
બોનસ શેર ત્યારે જારી થાય છે જ્યારે કોઈ કંપની પોતાના ફ્રી રિઝર્વના એક ભાગને શેર મૂડીમાં પરિવર્તિત કરે છે અને વર્તમાન શેર ધારકોને કોઈ વધારાના ખર્ચ વગર એડિશનલ શેર વિતરિત કરે છે. કંપનીઓ સામાન્ય રીતે શેર ધારકોને રિવોર્ડ તરીકે આ પગલું ભરે છે. તેનાથી લિક્વિડિટીમાં સુધાર કરવા અને રોકાણકારોના વિશ્વાસને જાળવી રાખવામાં મદદ મળે છે.
રોકાણકારો માટે, બોનસ શેર તેમની પાસે રહેલા શેરની સંખ્યામાં વધારો કરે છે. બોનસ જારી કર્યા પછી શેરની કિંમત પ્રમાણસર ગોઠવાય છે, તેથી શરૂઆતમાં કુલ રોકાણ મૂલ્ય સમાન રહે છે, પરંતુ શેરની તરલતા વધે છે, જેનાથી શેર ખરીદવા કે વેચવાનું સરળ બને છે.