જન્મની સાથે દીકરીના નામથી અહીં શરૂ કરો રોકાણ, 21 વર્ષમાં બની જશે ₹69,27,578 ની માલકિન
દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે સરકાર સુકન્યા સમૃદ્ધિ યોજના ચલાવે છે. આ સ્કીમમાં 8.2 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. દીકરીનો જન્મ થતાં જો તમે તેના નામથી રોકાણ શરૂ કરો તો તે 21 વર્ષમાં ₹69,27,578 ની માલકિન બની શકે છે.
Trending Photos
Investment tips for daughter: પુત્રીના જન્મ સાથે મોટી જવાબદારીનો અનુભવ થવા લાગે છે. માતા-પિતા બાળકીના અભ્યાસથી લઈને તેના લગ્ન વિશે વિચારવા લાગે છે અને તે પ્રમાણે દીકરીના ભવિષ્યને લઈને પ્લાનિંગ કરે છે. જો તમે પણ દીકરીના પિતા છો અને તેમારી દીકરીની ઉંમર 10 વર્ષથી ઓછી છે તો તમે તેના નામથી સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana- SSY) માં રોકાણ કરવાનું શરૂ કરી દો.
આ યોજનામાં વાર્ષિક ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. હાલમાં આ યોજના પર 8.2 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આ યોજનામાં, તમારે વધુમાં વધુ 15 વર્ષ માટે રોકાણ કરવાનું રહેશે અને 21 વર્ષ પછી તમને પાકતી મુદત પછી રકમ મળે છે. જો તમે તમારી દીકરીના જન્મની સાથે જ રોકાણ કરવાનું શરૂ કરી દો છો, તો 21 વર્ષની ઉંમરે તમારી દીકરી લાખોની માલિક બની શકે છે. તેણીનું ઉચ્ચ શિક્ષણ હોય કે લગ્ન, બંને કાર્યો સરળતાથી સંભાળી શકાય છે.
આ રીતે દીકરી માટે 69,27,578 રૂપિયા ઉમેરવામાં આવશે.
જો તમે તમારી પુત્રીના નામે સુકન્યા સમૃદ્ધિ ખાતામાં દર વર્ષે 1.5 લાખ રૂપિયા જમા કરાવો છો, તો તમારે રોકાણ માટે દર મહિને 12,500 રૂપિયા બચાવવા પડશે. 15 વર્ષમાં, તમે કુલ રૂ. 22,50,000 નું રોકાણ કરશો. હાલમાં, આ યોજના 8.2 ટકાના દરે વ્યાજ આપી રહી છે. 21 વર્ષમાં પાકતી મુદત સમયે, કુલ 46,77,578 રૂપિયા ફક્ત વ્યાજ તરીકે પ્રાપ્ત થશે. આવી સ્થિતિમાં, પરિપક્વતા પર, પુત્રીને કુલ 22,50,000 રૂપિયા + 46,77,578 રૂપિયા = 69,27,578 રૂપિયા (લગભગ 70 લાખ રૂપિયા) મળશે.
બે જ દીકરીઓ માટે ખોલાવી શકો છો એકાઉન્ટ
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વ્યાજની સમીક્ષા ક્વાર્ટરના આધાર પર થાય છે. તેમાં ઇનકમ ટેક્સ એક્ટ સેક્શન 80C હેઠળ ટેક્સ છૂટ પણ મળે છે. તમે વધુમાં વધુ 1.50 લાખ રૂપિયા સુધીની કર મુક્તિનો દાવો કરી શકો છો. આ યોજના હેઠળ, તમે ફક્ત બે દીકરીઓ માટે ખાતા ખોલી શકો છો. જો તમારી પાસે બે કરતાં વધુ દીકરીઓ છે, તો તમને ત્રીજી કે ચોથી દીકરી માટે આ યોજનાનો લાભ મળશે નહીં. જોકે, જો તમારી બીજી દીકરી, જોડિયા કે ત્રણ બાળકો હોય, તો તેના માટે સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાવી શકાય છે. જો તમે વર્ષ 2025 માં તમારી પુત્રીના નામે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરો છો, તો આ યોજના 2046 માં પરિપક્વ થશે.
આ રીતે ખોલાવો એકાઉન્ટ
બેંક કે પોસ્ટ ઓફિસની વેબસાઇટ પર જઈને સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરો. તેની પ્રિન્ટ કાઢીને ભરો અને માંગેલી જાણકારી, ફોટોગ્રાફ અને અન્ય દસ્તાવેજ જેવા બાળકોનું પ્રમાણપત્ર, ફોટો, વાલીનું ઓળખ પત્ર સાથે સામેલ કરો. ત્યારબાદ ભરેલું ફોર્મ અને ડોક્યુમેન્ટ લઈ નજીકની બેંકની બ્રાન્ચ કે પોસ્ટ ઓફિસની બ્રાન્ચમાં જાઓ. બધા દસ્તાવેજોની મૂળ કોપી પણ સાથે રાખવી. ત્યારબાદ બેંક કે પોસ્ટ ઓફિસ જ્યાં તમે ખાતું ખોલાવી રહ્યાં છો ત્યાંના કર્મચારી ફોર્મ ચેક કરશે અને દસ્તાવેજની ચકાસણી કરશે. ખાતું ખોલાવ્યા બાદ તમે ઓનલાઈન ઘણા કામ કરી શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે