દિવાળી પહેલા SBIએ કરોડો ગ્રાહકોને આપી મોટી ગિફ્ટ, લોન લેનારા ખાસ વાંચી લે આ સમાચાર

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ પોતાના ગ્રાહકોને મોટી દિવાળી ગિફ્ટ આપી છે. આરબીઆઈ (RBI) તરફથી રેપો રેટમાં ઘટાડો કરાયા બાદ હવે સ્ટેટ બેંકે ગ્રાહકો માટે લોન (Loan) લેવી સસ્તું કરી દીધું છે. SBI એ MCLR માં 0.10 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. નવો રેટ 10 ઓક્ટોબરથી લાગુ થઈ જશે. જો તમે હોમ (Home Loan), ઓટો (Auto Loan) કે પર્સનલ લોન (Personnel Loan) લેવાનું વિચારી રહ્યા છો તો સસ્તા દરે તેમને વ્યાજ મળી શકશે.
દિવાળી પહેલા SBIએ કરોડો ગ્રાહકોને આપી મોટી ગિફ્ટ, લોન લેનારા ખાસ વાંચી લે આ સમાચાર

નવી દિલ્હી :દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ પોતાના ગ્રાહકોને મોટી દિવાળી ગિફ્ટ આપી છે. આરબીઆઈ (RBI) તરફથી રેપો રેટમાં ઘટાડો કરાયા બાદ હવે સ્ટેટ બેંકે ગ્રાહકો માટે લોન (Loan) લેવી સસ્તું કરી દીધું છે. SBI એ MCLR માં 0.10 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. નવો રેટ 10 ઓક્ટોબરથી લાગુ થઈ જશે. જો તમે હોમ (Home Loan), ઓટો (Auto Loan) કે પર્સનલ લોન (Personnel Loan) લેવાનું વિચારી રહ્યા છો તો સસ્તા દરે તેમને વ્યાજ મળી શકશે.

4 ઓક્ટોબરના રોજ રેપો રેટ ઓછો થયો
સ્ટેટ બેંકે આ ગિફ્ટ પોતાના તરફથી તમામ ગ્રાહકોને આપી છે. હાલ ગ્રાહકોને પણ વ્યાજદરમાં ઘટાડાનો સીધો ફાયદો થશે. આ પહેલા 4 ઓક્ટોબરના રોજ આરબીઆઈએ વ્યાજ દરોમાં ઘટાડો કર્યો હતો. આરબીઆઈએ રેપો રેટ 0.25 ટકા ઘટાડ્યો હતો. રેપો રેટ 0.25 ટકાથી ઘટીને 5.15 ટકા થયો છે.

દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

SBIએ ગ્રાહકોને આપી દિવાળી ગિફ્ટ
SBIના જણાવ્યા અનુસાર, ફેસ્ટિવલ પ્રસંગોએ ગ્રાહકોને વધુ ફાયદો પહોંચાડવા માટે બેંકે તમામ સમયગાળા માટે MCLR દર 0.10 ટકા સુધી ઘટાડ્યા છે. હવે એક વર્ષ માટે નવા MCLR દર 8.15 ટકાથી ઘટીને 8.05 ટકા પર આવી ગયું છે. બેંકે હાલના ફાઈનાન્શિયલ વર્ષમાં સતત છઠ્ઠીવાર દર ઘટાડ્યા છે. 

RBI ના રેપો રેટ ઘટાડ્યા બાદ SBI એ MCLR પર આધારિત લોનના દર ઘટાડી દીધા છે. હવે દર મહિને EMI 0.10% સુધી સસ્તુ થયું છે. બેંકોએ MCLR વધારવા કે ઘટાડવા જવાની અસર નવી લોન લેનારા લોકો પર પણ પડી શકે છે, જેઓએ એપ્રિલ 2016 બાદ લોન લીધી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news