સોમવારે શેર બજારમાં તેજી, સેન્સેક્સે લગાવી 307 પોઈન્ટની છલાંગ
રૂપિયામાં રિકવરી અને ગ્લોબલ માર્કેટમાં તેજીના લીધે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે શેર બજાર તેજીમાં રહ્યું. સેન્સેક્સ 307 પોઈન્ટના વધારા સાથે 36,270 પર બંધ થયો જ્યારે નિફ્ટી 82 પોઈન્ટના ઉછાળા સાથે 10,888 ના સ્તર પર રહ્યો હતો.
કારોબારના દરમિયાન તેજીવાળા ટોપ 5 ફર્મ ટાટા મોટર્સ, પાવર ગ્રિડ, એચડીએફસી, કોલ ઇન્ડિયા અને વેદાંતા રહ્યા. તમને જણાવી દઇએ કે ડોલરના મુકાબલે રૂપિયાની શરૂઆત મજબૂતાઇ સાથે થઇ. રૂપિયો 11 પૈસાની મજબૂતી સાથે 71.79 ના સ્તર પર ખુલ્યો. તો ગત કારોબારી સત્રમાં રૂપિયા 71.90 ના સ્તર પર બંધ થયો હતો.
એકવાર ચાર્જિંગ કરશો તો 180 KM દોડશે આ સ્કૂટર, માત્ર 5 હજારમાં કરાવો બુકિંગ
આજના કારોબારમાં દિગ્ગજ શેરોની સાથે જ મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ સારી ખરીદી જોવા મળી છે. બીએસઇના મિડકૈપ ઇંડેક્સ 0.4 ટકાના વધારા સાથે 15257.77 ના સ્તર પર બંધ થયો હતો. તો બીજી તરફ સ્મોલકૈપ ઇંડેક્સ 0.3 ટકાના વધારા સાથે 14540.04ના સ્તર પર બંધ થયો હતો. ઓઇલ એન્ડ ગેસ શેરોમાં પણ આજે સારી ખરીદી જોવા મળી જેના લીધે બીએસઇના ઓઇલ એન્ડ ગેસ ઇંડેક્સ 1.3 ટકાના વધારા સાથે બંધ થયો હતો.
મફતમાં મળશે 71 લીટર પેટ્રોલ, બસ કરવું પડશે આટલું કામ
નવા કારોબારી અઠવાડિયાના પ્રથમ દિવસે શેર બજાર તેજી સાથે ખૂલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેંજના સેન્સેક્સ 179.93 પોઈન્ટની વૃદ્ધિ સાથે 36,142 પર ખૂલ્યો તો નિફ્ટી 47 પોઈન્ટના ઉછાળા સાથે 10,853 પર ખૂલ્યો હતો.
અમેરિકા-ચીનના વેપાર સંબંધ, વ્યાજ દરો પર ફેડરલ રિઝર્વના વલણ, ક્રૂડ ઓઇલના ભાવ અને રૂપિયાના ઉતાર-ચઢાવ સાથે આ અઠવડિયે શેર બજારની દિશા નક્કી થશે. કેટલાક વિશ્લેષકોનું કહેવું છે કે રાજ્યની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થતાં અને રિઝર્વ બેંકના નવા ગર્વનરની નિમણૂંકનું કામ ઝડપથી થરૂ થતાં શેર બજારમાં 'રાહત ભરેલી તેજી' જોવા મળી.
13 વર્ષનો ભારતીય છોકરો બન્યો સોફ્ટવેર કંપનીનો માલિક, જાણો કેવી સર કરી સફળતા
આ પહેલાં શુક્રવારે સેન્સેક્સ 35 પોઈન્ટના ઉછાળા સાથે 35,963 પર અને નિફ્ટી 14 પોઈન્ટના ઉછાળા સાથે 10,805 પર બંધ થયો હતો. તો બીજી તરફ ગુરૂવારે સેન્સેક્સ 150.57 પોઈન્ટના વધારા સાથે 35,929.64 પર અને નિફ્ટી 53.95 પોઈન્ટના ઉછાળા સાથે 10,791.55 પર બંધ થયો હતો.