)
પ્રાઈમરી માર્કેટમાં આ અઠવાડિયે પાંચ કંપનીઓના આઈપીઓ ઓપન થઈ રહ્યા છે. જેમાં 3 કંપનીઓના આઈપીઓ એસએમઈ સેગમેન્ટના છે જ્યારે 2 કંપનીઓના આઈપીઓ મેનબોર્ડના છે. આ કંપનીઓ વિશે માહિતી ખાસ જાણો.
1- TechDefence Labs IPO
કંપનીના આઈપીઓની સાઈઝ 38.99 કરોડ રૂપિયા છે. આ આઈપીઓ 15 સપ્ટેમ્બર એટલે કે સોમવારે ખુલશે. રોકાણકારો પાસે 17 સપ્ટેમ્બર સુધી દાવ લગાવવાનો સમય રહેશે. ટેક ડિફેન્સ લેબ આઈપીઓનો પ્રાઈસ બેન્ડ 183 રૂપિયાથી લઈને 190 રૂપિયા પ્રતિ શેર નક્કી કરાયો છે. કંપનીએ 600 શેરોનો એક લોટ બનાવ્યો છે. કોઈ પણ રિટલ રોકાણકારે ઓછામાં ઓછા 2 લોટ પર એક સાથે દાવ લગાવવાનો રહેશે.
ટેકડી સાઈબરસિક્યુરિટી લિમિટેડ એનએસઈના આઈપીઓ ગ્રે માર્કેટમાં કંપનીમાં 160 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે. જે રોકાણકારોની દ્રષ્ટિએ શાનદાર છે.
2- Sampat Aluminium IPO
આ એસએમઈ આઈપીઓ 17 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી ખુલ્લો રહેશે. કંપનીએ આઈપીઓ માટે 114 રૂપિયાથી 120 રૂપિયા પ્રતિ શેર પ્રાઈસ બેન્ડ જાહેર કર્યો છે. Sampat Aluminium IPOના લોટની સાઈઝ 1200 શેરોની છે. પરંતુ એક રિટેલ રોકાણકારે ઓછામાં ઓછું 2,88,000નું રોકાણ કરવું પડે.
3- JD Cables IPO
આ આઈપીઓ 18 સપ્ટેમ્બરથી ખુલશે. રોકાણકારો પાસે 22 સપ્ટેમ્બર સુધી આઈપીઓ પર દાવ લગાવવાની તક રહેશે. એસએમઈ સેગમેન્ટના આઈપીઓની લોટ સાઈઝ 800 શેરોની છે. એક રિટેલ રોકાણકારે ઓછામાં ઓછા 1600 શેરો પર દાવ લગાવવો પડશે.
4- Euro Pratik Sales IPO
આ એક મેનબોર્ડ આઈપીઓ છે. કંપનીના આઈપીઓની સાઈઝ 451.31 કરોડ રૂપિયાની છે. Euro Pratik Sales IPO રિટેલ રોકાણકારો માટે 16 સપ્ટમ્બરે ખુલશે. રોકાણકારો પાસે 18 સપ્ટેમ્બર સુધીનો સમય હશે. મેનબોર્ડ આઈપીઓની પ્રાઈસ બેન્ડ 235 રૂપિયાથી 247 રૂપિયા પ્રતિ શેર છે. આઈપીઓના લોટની સાઈઝ 60 શેરોની છે. જેના કારણે રોકાણકારોએ ઓછામાં ઓછું 14,820 રૂપિયા રોકાણ કરવું પડશે.
5- VMS TMT IPO
આ પણ એક મેનબોર્ડ આઈપીઓ છે. કંપનીના આઈપીઓ 17 સપ્ટેમ્બરે ખુલશે. રોકાણકારો પાસે 19 સપ્ટેમ્બર સુધીનો સમય રહેશે. આ આઈપીઓનો પ્રાઈસ બેન્ડ 94 રૂપિયાથી 99 રૂપિયા પ્રતિ શેર નક્કી કરાયો છે. કંપનીએ 150 શેરોનો એક લોટ બનાવ્યો છે. જેના કારણે રોકાણકારોએ ઓછામાં ઓછું 14850 રૂપિયાનો દાવ લગાવવો પડશે.
(Disclaimer: અહીં ફક્ત આઈપીઓ અંગે જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી. Z 24 કલાક કોઈ દાવો કરતું નથી.)