રવિવારે શેરબજાર ખુલશે... ક્યારે અને શા માટે? સરકારે લીધો નિર્ણય, જાણો શું છે ઈરાદો?

દેશમાં બજેટ હંમેશા 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવે છે, પરંતુ આ વખતે 1 ફેબ્રુઆરીએ રવિવાર છે. જેના કારણે શેર ખુલ્લું રહેશે. આવો સંયોગ હંમેશા આવતો નથી.
 

  રવિવારે શેરબજાર ખુલશે... ક્યારે અને શા માટે? સરકારે લીધો નિર્ણય, જાણો શું છે ઈરાદો?

Budget 2026: હંમેશા રવિવારની રજા રહે છે. પરંતુ 1 ફેબ્રુઆરી 2026ના આવું થવાનું નથી. તે દિવસે સંસદના દરવાજા પણ ખુલ્લા રહેશે અને શેર બજાર પણ ચાલું રહેશે.

હકીકતમાં 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવશે અને આ દિવસે 1 ફેબ્રુઆરીએ રવિવાર છે. જેથી શેર બજાર ખુલ્લું રહેશે. આવો સંયોગ હંમેશા જોવા મળતો નથી. નિયમ પ્રમાણે 1 ફેબ્રુઆરીએ દર વર્ષે બજેટ રજૂ કરવામાં આવે છે. તેથી બજેટના દિવસે દલાલ સ્ટ્રીટ પર સવારથી હલચલ જોવા મળશે.

Add Zee News as a Preferred Source

રવિવારે શેર બજારમાં કારોબાર
મહત્વનું છે કે સામાન્ય રીતે દર શનિવાર અને રવિવાર સ્ટોક એક્સચેન્જ બંધ રહે છે. પરંતુ બજાર નિયામકો અને નાણા મંત્રાલય વચ્ચે સહમતિ બની કે બજેટ જેવા મહત્વપૂર્ણ દિવસે બજાર ખુલ્લુ રાખવામાં આવે, કારણ કે હંમેશા બજેટના દિવસે શેર માર્કેટ ચાલું રહે છે. રોકાણકારો માટે આ દિવસ રોમાંચક હોય છે.

આ વખતે બજેટ 1 ફેબ્રુઆરી (રવિવાર) એ હોવાથી ઇકોનોમિક સર્વે 31 જાન્યુઆરી (શનિવાર) કે તેની પહેલાના છેલ્લા વર્કિંગ ડે એટલે કે 30 જાન્યુઆરી (શુક્રવાર) એ રજૂ કરી શકાય છે.

કેમ લેવામાં આવ્યો નિર્ણય?
બજેટના દિવસે શેર બજાર ખુલ્લું રાખવાનો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે, જેથી અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા મોટા પગલાની અસર બજારમાં તત્કાલ જોવા મળી શકે. ઘણા વર્ષોથી રોકાણકારો માંગ કરી રહ્યાં છે કે બજેટ-દિવસે માર્કેટ લાઇવ રહેવું જોઈએ, જેનાથી આગામી દિવસે અચાનક ઉતાર-ચઢાવથી બચી શકાય.

મહત્વનું છે કે 1 ફેબ્રુઆરી 2025ના શનિવાર હતો, પરંતુ બજેટ ડે હોવાને કારણે બજાર ખુલ્લું હતું. જો રવિવારે બજેટ રજૂ કરવાની વાત કરીએ તો 29 ફેબ્રુઆરી 1999ના રવિવાર હતો અને તે દિવસે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. પહેલા બજેટ 28 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવતું હતું. આ તે વર્ષ હતું, જ્યારે સાંજની જગ્યાએ સવારે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.

બજેટ થીમને લઈને ચર્ચા
હજુ બજેટ રજૂ થવામાં 50 દિવસનો સમય છે. પરંતુ રોકાણકારો તે સમજવાનો પ્રયાસ કરી રહ્યાં છે કે સરકાર કઈ દિશામાં મોટી જાહેરાત કરી શકે છે. આવકવેરા સ્લેબથી લઈને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રામીણ અર્થવ્યવસ્થા, મેન્યુફેક્ચરિંગ અને કેપિટલ માર્કેટના સુધારા સુધી...
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ રાજનીતિ અને બિઝનેસ સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્

...और पढ़ें

Trending news