Stock Market Update: અઠવાડિયા અંતિમ દિવસે બજારમાં તેજી, સેન્સેક્સમાં ઉછાળો
આ પહેલાં ગુરૂવારે ઘરેલૂ શેર બજાર સતત પાંચમા દિવસે તેજી સાથે બંધ થયું હતું. જોકે દિવસભર સ્ટોક માર્કેટમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો. કારોબારી સત્રના અંતમાં બીએસઇ સેન્સેક્સ 37.87 પોઇન્ટના વધારા સાથે 60,298 પોઇન્ટ પર બંધ થયો.
Stock Market Update: ગ્લોબલ માર્કેટમાંથી મળી રહેલા દમદાર પરિણામોના દમ પર અંતિમ કારોબારી દિવસે ઘરેલૂ શેર બજારે ગ્રીન નિશાન સાથે કારોબારની શરૂઆત કરી. આ સતત છઠ્ઠો દિવસ છે, જ્યારે ભારતીય શેર બજાર ગ્રીન નિશાન સાથે કારોબાર કરતો જોવા મળ્યું રહ્યું છે. કારોબારી સત્રની શરૂઆતમાં 30 પોઇન્ટવાળા સેન્સેક્સ 53.23 પોઇન્ટ ચઢીને 60,351.23 ના સ્તર પર ખુલ્યો. તો બીજી તરફ 50 પોઇન્ટવાળો નિફ્ટી 10 પોઇન્ટના ઉછાળા સાથે 17,966.55 પર ખુલ્યો. બજાર ખુલ્યા બાદ બંને મુખ્ય સૂચકાંકમાં તેજી જોવા મળી.
નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ
પ્રી ઓપન સેશન દરમિયાન 30માંથી 22 શેર ગ્રીન નિશાન સાથે કારોબાર કરતા જોવા મળ્યા. સૌથી વધુ તેજી વિપ્રોના શેરમાં જોવા મળી. નિફ્ટીના ટોપ ગેનર્સની વાત કરીએ તો TECH MAHINDRA, ONGC, HDFC LIFE, KOTAK BANK અને WIPRO રહ્યા. તો બીજી તરફ ટોપ લૂઝર્સમાં INDUSIND BANK, COAL INDIA, NTPC, APOLLO HOSPITAL અને TATA CONSUMER રહ્યા.
Kitchen Hacks: ગંદી અને કાળી પડી ગઇ છે ગેસની સગડી, ફટાફટ કરો આ કામ, ચમકી ઉઠશે
યૂએસ માર્કેટમાં સામાન્ય બઢત
બીજી તરફ નબળી શરૂઆત બાદ અમેરિકી બજાર સ્થિર થયું અને ડાઓ 150 પોઇન્ટ તથા નૈસ્ડૈક 100 પોઇન્ટની તેજી સાથે બંધ થયો. યૂએસ બજારોમાં સામાન્ય બઢત જોવા મળી. SGX નિફ્ટી સામન્ય ઘટાડા સાથે બંધ થયો. ભારતીય શેર બજાર પર ગ્લોબલ સેંટીમેંટની અસર જોવા મળી છે.
ગુરૂવારે શેર બજારની સ્થિતિ
આ પહેલાં ગુરૂવારે ઘરેલૂ શેર બજાર સતત પાંચમા દિવસે તેજી સાથે બંધ થયું હતું. જોકે દિવસભર સ્ટોક માર્કેટમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો. કારોબારી સત્રના અંતમાં બીએસઇ સેન્સેક્સ 37.87 પોઇન્ટના વધારા સાથે 60,298 પોઇન્ટ પર બંધ થયો. તો બીજી તરફ અ 50 પોઇન્ટવાળા નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 12.25 પોઇન્ટની બઢત સાથે 17,956.50 પોઇન્ટ પર બંધ થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube