મોંઘવારીના માર વચ્ચે મહિલાના રસોડા પર સરકારનો હુમલો, સિલિન્ડરના ભાવમાં ધરખમ વધારો

સબસીડી ગેસના સિલેન્ડર હવે 499 રૂપિયા 51 પૈસાની જગ્યાએ 502 રૂપિયા 40 પૈસામાં મળશે. જ્યારે બિન સબસીડી સિલિન્ડરની કિમતોમાં 59 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 

Updated By: Oct 1, 2018, 09:21 AM IST
મોંઘવારીના માર વચ્ચે મહિલાના રસોડા પર સરકારનો હુમલો, સિલિન્ડરના ભાવમાં ધરખમ વધારો

નવી દિલ્હી: મોઘવારીના મારથી ત્રસ્ત જનતાને હજી એક વધારો સહન કરવાનો વારો આવ્યો છે. પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં કરેલા ધરખમ વધારા બાદ હવે મહિલાઓના રસોડા પર સરકારે સીધો હુમલો બોલાવી દેતા એલ.પી.જી ગેસના ભાવમાં પણ વધારો કરી કરવામા્ આવ્યો છે. જ્યારે સીએનજી ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. એલપીજી સબસીડી ગેસ અને બિન સબસીડી એમ બંન્નેના ભાવોમાં વધારો કરી દેવામાં આવ્યો છે. સબસીડી ગેસ સિલેન્ડરની કિંમતમાં 2.89 રૂપિયાનો વધારો કરતા જે સિલિન્ડરનો ભાવ 499.21 રૂપિયા હતો તે વધીને 502.40 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. જ્યારે બિન સબસીડી ગેસ સિલિન્ડરના ભાવમાં 59 રૂપિયાનો વધારો કરતા 820 રૂપિયાથી વધીને 879 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. આ ભાવ વધારો 1 ઓક્ટોમ્બરથી લાગૂ કરી દેવામાં આવશે,  

ઇન્ડિયન ઓઇલ દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં જાણવા મળ્યુ કે, ગેસ સિલિન્ડરની કિમતોમાં થયેલો વધારાનું મુખ્ય કારણ આંતરાષ્ટ્રીય બજારોમાં વિદેશી ચલણમાં આવી રહેલા ઉતાર ચડાવ છે. ઇન્ડિયન ઓઇલ દ્વાર વધુમાં જણાવામાં આવ્યુ કે, આ ભાવ વધારાને કારણે સબસીડી વાળા સિલેન્ડરોની કિંમતમાં માત્ર 2.89 રૂપિયાનો વધારો જોવા મળશે. અને આ તમામ વસ્તુઓ જીએસટીના કારણે કરવામાં આવી હોય તેનું અનુમાન લગાવામાં આવ્યું છે. ઓક્ટોબરમાં ગ્રાહકોના ખતામાં 376.60 રૂપિયા પ્રતિ સિલેન્ડર જમા કરવામાં આવશે જે સપ્ટેમ્બર 2018 સુધીના અંતમાં 320.49 રૂપિયા હતા. 

 

 

પ્રાકૃતિક ગેસના ભાવોમાં થયો 10 ટકાનો વઘારો 
પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં આવેલા વધારા બાદ સરકારે પાકૃતિક ગેસના ભાવોમાં 10 ટકાનો વઘારો કરવાના આદેશ કરી દીધો છે. આ ભાવ વધારો 1 ઓક્ટોબરથી લાગુ કરી દેવામાં આવશે. સરકાર દ્વાર લેવાયેલા આ નિર્ણયથી વિજળી અને યુરિયાની ઉત્પાકતામાં ખર્ચ વધશે. પેટ્રોલિયમ મંત્રાલય અને પેટ્રોલિયમ યોજના વિશ્લેષણ અનુસાર, પ્રાકૃતિક ગેસના મોટા ભાગના ઉત્પાકોને આપવામાં આવતી કિંમતોમાં 3.6 ડોલર પ્રતિ 10 લાખ બ્રિટિશ થર્મલ યુનિટથી વધારીને 3.36 ડોલર કરી દેવામાં આવ્યો છે.