160 કિલોમીટર ખોટા રૂટ પર દોડી ટ્રેન : પછી થયું તે જાણીને ચોંકી ઉઠશો તમે
ટ્રેન 160 કિલોમીટર ખોટા રૂટ પર દોડ્યા બાદ મુસાફરોને શંકા જતા તેણે ડ્રાઇવરને જાણ કરી હતી
- દિલ્હીથી મહારાષ્ટ્ર જનારી ટ્રેન મધ્યપ્રદેશ પહોંચી ગઇ
- ટ્રેનનાં ડ્રાઇવરને પણ ખોટા રૂટનો અનુભવ થયો નહી
- યાત્રીઓએ જાણ કર્યા બાદ ટ્રેનને પાછી મોકલાઇ હતી
Trending Photos
નવી દિલ્હી : જવું હતુ જાપાન અને પહોંચ્યા ચીન... કંઇક એવું જ હાલત આપણી રેલ્વેની છે. એવો એક રોચક કિસ્સો સામે આવ્યો છે. દ્લિહીથી મહારાષ્ટ્ર જનારી ટ્રેન પોતાની ટ્રેક બદલીને મધ્યપ્રદેશ પહોંચી ગઇ હતી. ચોંકવાનારી બાબત છે કે ડ્રાઇવરને પણ તેનો અહેસાસ ન થયો કે ટ્રેન ખોટા રૂટ પર છે. ટ્રેન ખોટા રૂટ પર 160 કિલોમીટર સુધી પહોંચી ગઇ હતી. ત્યારે ટ્રેનનાં યાત્રીઓએ આ અંગેની માહિતી આપી હતી. પછી તો સ્ટેશન પર હોબાળો મચી ગયો. જો કે ત્યાર બાદ ટ્રેનમાં હોબાળો મચી ગયો. જો કે ત્યાર બાદ ટ્રેનને યોગ્ય રૂટ પર મોકલવામાં આવી અને તે પોતાનાં ગંતવ્ય સ્થાન પર પહોંચી ગઇ હતી.
એક અંગ્રેજી વેબસાઇટ અનુસાર દિલ્હીથી સ્વાભિમાની એક્સપ્રેસને ખેડૂત આંદોલન માટે સ્પેશ્યલ ચલાવવામાં આવી હતી. તેને દિલ્હીથી મહારાષ્ટ્ર જવાનું હતું. જો કે ટ્રેન 160 કિલોમીટર સુધી ખોટા રૂટ પર દોડતી રહી અને મહારાષ્ટ્રનાં બદલે મધ્યપ્રદેશનાં બાનમોર સ્ટેશન પર પહોંચી ગઇ.
શું છે કિસ્સો
ટ્રેનમાં ઓલ ઇન્ડિયા ખેડૂત સંધર્ષ કોરડિનેશન કમિટીનાં આશરે 2500 ખેડૂત તાય્રા કરી રહ્યા હતા. વાત એવી છે કે ખેડૂત 20 નવેમ્બરે દિલ્હીમાં આંદોલન માટે આવ્યા હતા. આ સ્પેશ્યલ ટ્રેન દ્વારા તેમને 20 નવેમ્બરે પરત ફરવાનું હતું. ટ્રેન દિલ્હીથી સફરદરગંજ સ્ટેશનથી 20 નવેમ્બરે રાત્રે ઉપડી હતી. 21 નવેમ્બરની સાંજ સુધી તેને મહારાષ્ટ્રનાં કોલ્હાપુર પહોંચવાની હતી. જો કે, ટ્રેન મધ્યપ્રદેશનાં બાનમોર સ્ટેશન પહોંચી ગઇ.
ટ્રેનમાં મુસાફરી કરનારા યાત્રી મહાવીર પાટિલનાં અનુસાર, ટ્રેનમાં માત્ર એક ગાર્ડ જ હાજર હતો. ડ્રાઇવરને પણ ખોટા રૂટનો અંદાજ થયો નહોતો. બાનમોર સ્ટેશન પર ઉતરીને ખેડૂતોએ તેને માહિતી આપી હતી. યાત્રામાં ફસાયેલા ખેડૂતોએ બાનમોર સ્ટેશન રેલ્વેની વિરુદ્ધ ધરણા કર્યા અને ઇરાદાપુર્વક આવું કરાયાનો આરોપ લગાવાયો હતો.
160 કિલોમીટર પરત ફરી ટ્રેન
વાનમોર સ્ટેશનનાં સ્ટેશન માસ્તરે ટ્રેન ડ્રાઇવરને યોગ્ય રૂટની માહિતી આપી. ત્યાર બાદ ટ્રેન 160 કિલોમીટર પાછી ફરી અને 22 નવેમ્બરે સવારે મહારાષ્ટ્રનાં કોલ્હાપુર ખાતે પહોંચી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે