આ IPO પર તૂટી પડ્યા ઈન્વેસ્ટર, મળ્યું 125 ગણું બમ્પર સબ્સક્રિપ્શન, ચેક કરો GMP અને અન્ય વિગત

Tankup Engineers IPO ના છેલ્લા દિવસે ઈન્વેસ્ટરો તૂટી પડ્યા હતા. તેનાથી સંકેત મળે છે કે પ્રાઇમરી માર્કેટમાં રોનક પરત ફરી છે. જાણો વિગતવાર જાણકારી.
 

 આ IPO પર તૂટી પડ્યા ઈન્વેસ્ટર, મળ્યું 125 ગણું બમ્પર સબ્સક્રિપ્શન, ચેક કરો GMP અને અન્ય વિગત

IPO News: ટેન્કઅપ એન્જિનિયર્સ લિમિટેડ IPO  (Tankup Engineers IPO) 23 એપ્રિલે ઓપન થયો અને 25 એપ્રિલે બંધ થયો હતો. 13.95 લાખ શેરવાળા આ ઈશ્યુ દ્વારા કંપનીનો પ્લાન 19.53 કરોડ રૂપિયા ભેગા કરવાનો છે.

ટેન્કઅપ એન્જિનિયર્સ લિમિટેડ આઈપીઓ સબ્સક્રિપ્શન સ્ટેટસ
- પ્રથમ દિવસઃ પ્રથમ દિવસે આ ઈશ્યુ સંપૂર્ણ રીતે બુક થઈ ગયો હતો. પ્રથમ દિવસે 1.22 ગણો સબ્સક્રાઇબ થયો હતો. રિટેલ કેટેગરી 1.12 ગણી, એનઆઈઆઈ કેટેગરી 0.73 ગણી અને ક્યૂઆઈબી કેટેગરી 1.94 ગણી બુક થઈ હતી.

- બીજો દિવસઃ સબ્સક્રિપ્શનના બીજા દિવસે થોડી તેજી જોવા મળી અને આ ઈશ્યુ 3.12 ગણો સબ્સક્રાઇબ થયો હતો. રિટેલ કેટેગરી 3.81 ગણી, એનઆઈઆઈ કેટેગરી 3.66 ગણી અને ક્યૂઆઈબી કેટેગરી 1.94 ગણી સબ્સક્રાઇબ થઈ હતી.

- ત્રીજો દિવસઃ ત્રીજા દિવસે ઈન્વેસ્ટરો તૂટી પડ્યા અને કંપનીને બમ્પર સબ્સક્રિપ્શન મળ્યું. આ ઈશ્યુ કુલ મળી 124.67 ગણો સબ્સક્રાઇબ થયો છે. રિટેલ કેટેગરી 46.51 ગણી, એનઆઈઆઈ કેટેગરી 437.62 ગણી અને ક્યૂઆઈબી કેટેગરી 43.66 ગણી બુક થઈ હતી. 

આઈપીઓ લગભગ 50 ટકા યોગ્ય સંસ્થાગ ઈન્વેસ્ટરો  (qualified institutional buyers)  માટે, 35 ટકા રિટેલ ઈન્વેસ્ટરો  (retail investors) માટે અને બાકીના 15 ટકા બિન-સંસ્થાગત ઈન્વેસ્ટરો (non-institutional investors) માટે રિઝર્વ હતો.

ટેન્કઅપ એન્જિનિયર્સ IPO GMP
બજાર વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, અનલિસ્ટેડ માર્કેટમાં ટેન્કઅપ એન્જિનિયર્સ IPO GMP રૂ. 3 છે, જે કેપ પ્રાઇસ કરતાં 2.14 ટકા વધારે છે. આ ઈસ્યુનો સૌથી વધુ જીએમપી રૂ. 7 રહ્યો છે.

Tankup એન્જિનિયર્સ IPO ટાઈમલાઈન
આ SME IPO 23મી એપ્રિલે ખુલ્યો હતો અને 25મી એપ્રિલે બંધ થયો હતો. 28 એપ્રિલે શેરની ફાળવણીને અંતિમ રૂપ આપવામાં આવશે. 29 એપ્રિલના રોજ ડીમેટ ખાતામાં શેર જમા કરવામાં આવશે અને કંપની 30 એપ્રિલના રોજ NSE SME પર શેરોની સૂચિબદ્ધ થવાની અપેક્ષા રાખે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news