)
નવી દિલ્હીઃ ટાટા ગ્રુપની વધુ એક કંપની શેર બજારમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે. ટાટા કેપિટલનો આઈપીઓ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ખુલવાનો છે. કંપનીએ આ માટે પ્રાઇસ બેન્ડની જાહેરાત કરી દીધી છે. કંપનીએ 310 રૂપિયાથી 326 રૂપિયા પ્રતિ શેર પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા રાખવામાં આવી છે. આ આઈપીઓની લોટ સાઇઝ 46 શેરની બનાવવામાં આવી છે. રોકાણકારો માટે આઈપીઓ 6 ઓક્ટોબરે ઓપન થશે અને 8 ઓક્ટોબરે બંધ થશે. એન્કર ઈન્વેસ્ટરો માટે આ આઈપીઓ 3 ઓક્ટોબરે ઓપન થશે.
ટાટા કેપિટલના આઈપીઓમાં ક્વોલીફાઇડ ઈન્સ્ટીટ્યુશનલ બાયર્સ માટે 50 ટકા રિઝર્વ રહેશે. તો નોન ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટર્સ માટે 15 ટકા અને રિટેલ ઈન્વેસ્ટર્સ માટે 35 ટકા રિઝર્વ રહેશે. ટાટા કેપિટલના આઈપીઓના શેરનું એલોટમેન્ટ 10 ઓક્ટોબરે થશે અને કંપનીના શેર 13 ઓક્ટોબરે શેર બજારમાં લિસ્ટ થઈ શકે છે.
શું છે આઈપીઓની વિગત?
ટાટા ગ્રુપના આ આઈપીઓમાં ફ્રેશ શેર અને ઓફર ફોર સેલ બંને સામેલ છે. કંપની 21 કરોડ શેર ફ્રેશ ઈશ્યુ દ્વારા જારી કરશે. તો ઓફર ફોર સેલ દ્વારા કંપની 26.58 કરોડ શેર જારી કરશે. ટાટા સન્સ તરફથી 23 કરોડ શેર અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન તરફથી 3.58 કરોડ શેર વેચવામાં આવી રહ્યાં છે. આ બધા ઓફર ફોર સેલ છે.
વર્તમાન સમયમાં ટાટા સન્સની પાસે ટાટા કેપિટલની 88.60 ટકા ભાગીદારી છે. તો આઈએફસીની પાસે 1.8 ટકા ભાગીદારી છે.
શું છે આજનો જીએમપી
ટાટા કેપિટલના જીએમપીમાં તેજી આવી છે. ઈન્વેસ્ટર્સ ગેનના રિપોર્ટ અનુસાર આઈપીઓ ગ્રે માર્કેટમાં આજે 28 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. આ પહેલા 27 સપ્ટેમ્બરે ટાટા કેપિટલ આઈપીઓનો જીએમપી ઘટી 20 રૂપિયા થઈ ગયો હતો.