40000 પગાર ધરાવતા વ્યક્તિએ 800 KM રેન્જવાળી ટાટા નેક્સોન CNG ખરીદવી જોઈએ ? જાણો EMI કેલક્યુલેશન

Tata Nexon CNG On EMI : ટાટા મોટર્સની આ ટર્બો-ચાર્જ્ડ CNG કાર ડ્યુઅલ સિલિન્ડર ટેકનોલોજીથી સજ્જ છે. ત્યારે જો તમે પણ આ કાર ખરીદવા માંગો છો અને તમારો પગાર 40,000 છે, તો મહિને કેટલો EMI આવશે અને ગાડીની ઓન રોડ કિંમત કેટલી છે, તેના વિશે આ લેખમાં જાણીશું. 
 

40000 પગાર ધરાવતા વ્યક્તિએ 800 KM રેન્જવાળી ટાટા નેક્સોન CNG ખરીદવી જોઈએ ? જાણો EMI કેલક્યુલેશન

Tata Nexon CNG On EMI : જો તમે બજેટમાં સ્ટાઇલિશ અને સસ્તી SUV શોધી રહ્યા છો, જે શાનદાર માઇલેજ આપે છે અને EMIમાં પણ વધારે ના આવે તો ટાટા નેક્સોન CNG તમારા માટે એક યોગ્ય પસંદગી હોઈ શકે છે. આ SUVની એક્સ-શોરૂમ કિંમત માત્ર 9 લાખ રૂપિયા છે અને તે ભારતની પહેલી ટર્બો-CNG SUV છે, જે પાવરફુલ પરફોર્મન્સ અને શાનદાર ડિઝાઇન સાથે આવે છે.

અમદાવાદમાં નેક્સોન સીએનજી સ્માર્ટ વેરિઅન્ટની ઓન-રોડ કિંમત લગભગ 10.16 લાખ રૂપિયા સુધી જાય છે, જેમાં આરટીઓ અને વીમો શામેલ છે. જો તમે 2 લાખ રૂપિયાનું ડાઉન પેમેન્ટ કરો છો, તો તમારે 8.16 લાખ રૂપિયાની લોન લેવી પડશે.

EMI કેટલી આવશે ?

જો બેંક તમને 9%ના વ્યાજ દરે 5 વર્ષ માટે આ લોન આપે છે, તો તમારી માસિક EMI લગભગ 17,000 રૂપિયા હશે. આ મુદતમાં, તમારે વ્યાજ તરીકે આશરે 2 લાખ રૂપિયા વધારાના ચૂકવવા પડશે. આ અંદાજ અમદાવાદના આધારે તૈયાર કરવામાં આવ્યો છે અને ચોક્કસ ગણતરી માટે નજીકના ટાટા ડીલરશીપ અથવા બેંકનો સંપર્ક કરવો વધુ સારું રહેશે.

એન્જિન અને પાવર

ટાટા નેક્સોન સીએનજીમાં તમને 1.2 લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન મળે છે, જે સીએનજી મોડમાં 100 બીએચપી પાવર અને 170 એનએમ ટોર્ક જનરેટ કરે છે. આ ભારતની પહેલી SUV છે જેમાં ટ્વીન-સિલિન્ડર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કાર 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે આવે છે, જે ડ્રાઇવિંગ અનુભવને સરળ અને આરામદાયક બનાવે છે.

માઇલેજ અને રેન્જ

માઇલેજની વાત કરીએ તો, ટાટા નેક્સન સીએનજી પેટ્રોલ મોડમાં લગભગ 17 કિલોમીટર પ્રતિ લિટરની માઇલેજ આપે છે. તો CNG મોડમાં પણ તેનું માઇલેજ પ્રતિ કિલોગ્રામ 17 કિલોમીટરની આસપાસ રહે છે, જે તેને દૈનિક મુસાફરી માટે ખૂબ જ આર્થિક વિકલ્પ બનાવે છે.

આ SUV 44-લિટર પેટ્રોલ ટાંકી અને 9 કિલોગ્રામની ક્ષમતાવાળા CNG સિલિન્ડરથી સજ્જ છે. જ્યારે બંને ટાંકી ભરેલી હોય છે, ત્યારે ટાટા નેક્સોન સીએનજી 800 કિલોમીટરથી વધુનું અંતર આરામથી કાપી શકે છે, જે તેને લાંબા ડ્રાઇવ અને હાઇવે મુસાફરી માટે એક ઉત્તમ વિકલ્પ બનાવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news