1 કરોડની લોટરી લાગે તો પણ ટેક્સ બાદ કેટલા રૂપિયા મળશે? જાણી લો સંપૂર્ણ કરવેરા
Tax on Lottery Winnings in India :આજકાલ ઓનલાઈન ગેમિંગ અને ટીવી શોનો જમાનો છે અને આ કાર્યક્રમોમાં કરોડો રૂપિયાની મોટી ઈનામી રકમ જીતનારા સહભાગીઓ ઘણીવાર હેડલાઈન્સમાં રહે છે. તાજેતરમાં જ એમપીમાં એક ડ્રાઈવર રાતોરાત કરોડપતિ બની ગયો. પરંતુ એવું નથી કે તેને ઈનામમાં જીતેલી 1.5 કરોડની પુરી ઈનામની રકમ મળી ગઈ. કારણ કે તેમાંથી ટેક્સ પણ કાપવામાં આવ્યો છે. ચાલો જાણીએ કે કોઈપણ ઈનામમાં જીતેલી રકમ પર ટેક્સ સંબંધિત નિયમો શું છે?
જો તમે પણ કોઈપણ સ્પર્ધા, લોટરી, ઓનલાઈન ગેમિંગ અથવા ટીવી શોમાં ઈનામની રકમ જીતવા માટે તમારું નસીબ અજમાવી રહ્યા છો, તો એ જાણવું મહત્વપૂર્ણ છે કે જીતેલી રકમ કર કપાતને પાત્ર છે. કોઈપણ ઈનામ અથવા લોટરીની રકમ ચૂકવતી સંસ્થા સ્ત્રોત પર કર કપાત કરે છે અને યોગ્ય દરે કર કપાત કર્યા પછી તમને ઈનામની રકમ આપવામાં આવે છે.
આવકવેરો એ એક એવો કર છે જે ભારત સરકાર દ્વારા દરેક વ્યક્તિ અથવા સંસ્થાની આવક પર લાદવામાં આવે છે. ઈન્કમ ટેક્સ એક્ટ, 1961 ભારતમાં આવકવેરા સંબંધિત જોગવાઈઓને નિયંત્રિત કરે છે. આવકવેરો ભરવો એ નાગરિકની બંધારણીય ફરજ છે.
ભારતીય આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 194B હેઠળ લોટરી, પત્તાની રમતો, ટીવી કાર્યક્રમો, કોયડાઓ અને આવી અન્ય રમતોમાંથી જીતવા પર TDS વસૂલવામાં આવે છે. વિજેતાને ચુકવણી કરતા પહેલા ચુકવણીકારે TDS કાપવો પડશે. 10,000 હજારથી વધુની ઈનામની રકમ પર 30% TDS કાપવામાં આવે છે. વધુમાં, વધારાના સરચાર્જ અને સેસ ઉમેર્યા પછી, TDS વધીને 31.2% થઈ જાય છે.
દંડ અને અન્ય કાનૂની કાર્યવાહીથી બચવા માટે લોટરી અથવા ઇનામમાં જીતેલી રકમ પર કર ચૂકવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવા લાભો કર કપાત "અન્ય સ્ત્રોતોમાંથી આવક" ને આધીન છે. આથી બાકી વેરો ચૂકવવો જોઈએ. તમે આ સંબંધમાં લાયક ટેક્સ પ્રોફેશનલની સલાહ લઈ શકો છો.
આવકવેરો વસૂલવા માટે સરકાર દ્વારા 3 પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રથમ, પ્રાપ્તકર્તાની આવકમાંથી સ્ત્રોત પર કર કપાત (TDS); સ્ત્રોત પર એકત્રિત કર (TCS) અને કરદાતાઓ દ્વારા વિવિધ નિયુક્ત બેંકોને કરવામાં આવતી સ્વૈચ્છિક ચુકવણીઓ, જેમ કે એડવાન્સ ટેક્સ અને સેલ્ફ-એસેસમેન્ટ ટેક્સનો સમાવેશ થાય છે.
તાજેતરમાં, મધ્યપ્રદેશના રહેવાસી શહાબુદ્દીને કોલકાતા અને પંજાબ વચ્ચેની આઈપીએલ મેચ પર ઓનલાઈન ગેમિંગ એપ પર માત્ર 49 રૂપિયાનો સટ્ટો લગાવ્યો હતો. તેના દ્વારા બનાવવામાં આવેલી ટીમે ઓનલાઈન એપ પર સારું પ્રદર્શન કર્યું, જેના કારણે તેણે 1.5 કરોડ રૂપિયાનું ઈનામ જીત્યું હતું.
શહાબુદ્દીને તેના એપ વોલેટમાંથી 1.5 કરોડ રૂપિયામાંથી 20 લાખ રૂપિયા પણ ઉપાડી લીધા છે. જો કે, આમાંથી 6 લાખ રૂપિયા ટેક્સ તરીકે કાપવામાં આવ્યા હતા. આ પછી તેના બેંક ખાતામાં 14 લાખ રૂપિયા જમા થયા. તમને જણાવી દઈએ કે દેશ અને વિદેશમાં હજારો લોકોએ લોટરી, ઓનલાઈન ગેમિંગ અને ટીવી શોમાં ભાગ લઈને કરોડો રૂપિયા જીત્યા છે. જો કે, અમે વાચકોને આવી કોઈપણ રમતોમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરતા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube