સેલેરી અને પ્રમોશન આપવાના મામલે આ ટોપ 5 બ્રાંડ કંપની છે બેસ્ટ

કોઇપણ કંપનીમાં નોકરી માટે તમે સૌથી પહેલાં શું જુવો છો. કંપનીની પ્રોફાઇલ, શું સેલેરી મળશે. શું પોસ્ટ ઓફર થઇ રહી છે. કામના કલાકો કેટલા હશે...આ વાતો પર સૌથી પહેલાં ધ્યાન જાય છે. મોટાભાગના લોકો કંપનીમાં કામ કરવાના વાતાવરણની પણ તપાસ કરે છે અને બ્રાંડના નામથી સૌથી વધુ આકર્ષિત થાય છે. આ મામલે સોફ્ટવેર કંપનીઓ હંમેશા બાજી મારતી આવી છે અને આ વખતે પણ એવું જ થયું. એક તાજેતરના સવેમાં ટીસીએસ (ટાટા કંસલ્ટેસી સર્વિસેઝ), માઇક્રોસોફ્ટ ઇન્ડીયા જેવી કંપનીઓને નોકરીની દ્રષ્ટિએ સૌથી વધુ આકર્ષક અને મનપસંદ ગણવામાં આવી છે. આ સર્વે રેંડસ્ટેન્ડ ઇમ્પ્લોયર બ્રાંડ રિસર્ચે કરાવ્યું છે. તેમના રિસર્ચમાં ભારતમાં કર્મચારીઓની પસંદગીની કંપનીઓનો ઉલ્લેખ છે. 
સેલેરી અને પ્રમોશન આપવાના મામલે આ ટોપ 5 બ્રાંડ કંપની છે બેસ્ટ

નવી દિલ્હી: કોઇપણ કંપનીમાં નોકરી માટે તમે સૌથી પહેલાં શું જુવો છો. કંપનીની પ્રોફાઇલ, શું સેલેરી મળશે. શું પોસ્ટ ઓફર થઇ રહી છે. કામના કલાકો કેટલા હશે...આ વાતો પર સૌથી પહેલાં ધ્યાન જાય છે. મોટાભાગના લોકો કંપનીમાં કામ કરવાના વાતાવરણની પણ તપાસ કરે છે અને બ્રાંડના નામથી સૌથી વધુ આકર્ષિત થાય છે. આ મામલે સોફ્ટવેર કંપનીઓ હંમેશા બાજી મારતી આવી છે અને આ વખતે પણ એવું જ થયું. એક તાજેતરના સવેમાં ટીસીએસ (ટાટા કંસલ્ટેસી સર્વિસેઝ), માઇક્રોસોફ્ટ ઇન્ડીયા જેવી કંપનીઓને નોકરીની દ્રષ્ટિએ સૌથી વધુ આકર્ષક અને મનપસંદ ગણવામાં આવી છે. આ સર્વે રેંડસ્ટેન્ડ ઇમ્પ્લોયર બ્રાંડ રિસર્ચે કરાવ્યું છે. તેમના રિસર્ચમાં ભારતમાં કર્મચારીઓની પસંદગીની કંપનીઓનો ઉલ્લેખ છે. 

આઇટીમાં સૌથી મનપસંદ કંપની
સર્વેના અનુસાર ભારતમાં ઘણી એવી કંપનીઓ છે જે લોકોને આકર્ષે છે. તેમાં ટીસીએસ, હિન્દુસ્તાન યૂનિલિવર લિમિટેડ, આઇબીએમ ઇન્ડીયા, આઇટીસી ગ્રુપ, એલએંડટી, મર્સિડીઝ બેંઝ ઇન્ડીયા, સેમસંગ ઇન્ડીયા અને સોની ઇન્ડીયાનો સમાવેશ થાય છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે આ કંપનીઓ બિઝનેસમેનોમાં સૌથી વધુ પસંદ આવે છે. એટલા માટે અહીં એપ્લાય કરનારાઓની સંખ્યા પણ સૌથી વધુ છે. જોકે આ કંપનીઓનું રિક્રુટમેંટ પ્રોસેસ પણ ખૂબ સખત અને તર્કસંગત હોય છે. આ સ્ક્રીનિંગ બાદ જ નોકરીયાતોની પસંદગી થાય છે.

કંસ્ટ્રકશનમાં એલએન્ડટી તો એફએમસીજીમાં હિન્દુસ્તાન યૂનિલિવર
સેક્ટરના આધાર પર ટીસીએસ અને હિન્દુસ્તાન યૂનિલિવર સૌથી મનપસંદ કંપની તરીકે ઉભરી આવી છે. રેડસ્ટેડે દેશમાં ભગભગ 3500 સહભાગીઓ અને દુનિયાના 30 દેશોના 1.75 લાખ સહભાગીઓ સાથે વાતચીત બાદ આ નિષ્કર્ષ કાઢ્યો છે. ઇંફ્રાસ્ટ્રકચર એન્ડ કંસ્ટ્રકશન ક્ષેત્રમાં લાર્સન એન્ડ ટુબ્રો એમ્પલોયરોની મનપસંદ બ્રાંડ છે. આ પ્રકારે એફએમસીજી સેક્ટરમાં યૂનિલીવરે બાજી મારી છે. તો બીજી તરફ વિદેશી બ્રાંડ માઇક્રોસોફ્ટ ઇન્ડીયા અને અમેજોન ઇન્ડીયાને પણ નોકરીની દ્રષ્ટિએ સૌથી વધુ આકર્ષક ઇમ્પ્લાયરના રૂપમાં પસંદ કરવામાં આવી છે.

સૌથી વધુ પસંદગીના સેક્ટરોમાં આઇટી ટોપ પર
આઇટી અને આઇટી આધારિત સેવા ક્ષેત્રમાં 69 ટકા લોકો નોકરી ઇચ્છે છે. તો બીજી તરફ ઓટોમોટિવમાં 68 ટકા તો રિટેલમાં એફએમસીજીમાં 67 ટકા નોકરી કરવા માંગે છે. સર્વેક્ષણમાં સેલરી તથા લાભના પાસાઓ પણ સામેલ કરવામાં આવ્યા છે. તેમાં 48 ટકા સૌથી વધુ આ તરફ ધ્યાન આપે છે. આ સાથે જ કામ અને દરરોજની જીંદગીમાં સંતુલન પર 44 ટકા ધ્યાન આપે છે. નોકરીની સુરક્ષા પર 42 ટકા લોકો ધ્યાન આપે છે.

કેમ નોકરી છોડે છે કર્મચારી
સર્વેમાં નોકરી છોડવાના કારણ પણ શોધવાનો પ્રયત્ન કર્યો. તેમાં કેરિઅરમાં આગળ વધવામાં અડચણો, ઓછો પગાર તથા કામ અને જીંદગી વચ્ચે સંતુલનને સામેલ કરવામાં આવ્યું. લગભગ 43 ટકા લોકોનું કહેવું હતું કે તે કંપનીમાં પ્રમોશન પર ધ્યાન આપે છે અને તે સીમિત મળે છે તો તે નોકરી બદલી દે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news