)
નવી દિલ્હીઃ ટાટા ગ્રુપની કંપની ટીસીએસના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ટેરિફ અને એચ-1બી વીઝાના નિયમો બાદ ટીસીએસને ઝટકો લાગ્યો છે. ટાટા ગ્રુપની આ દિગ્ગજ કંપનીનું માર્કેટ કેપ આ વર્ષે અત્યાર સુધી 4 લાખ કરોડ રૂપિયા ઘટી ગયું છે. જે રોકાણકારો અને કંપનીની દ્રષ્ટિએ ખરાબ સમય કહી શકાય છે.
1 વર્ષમાં 28 ટકા ઘટ્યો શેર
31 ડિસેમ્બર 2024ના કંપનીનું માર્કેટ કેપ 14.81 લાખ કરોડ રૂપિયા હતું. જો હવે ઘટી 10.71 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. મહત્વનું છે કે ટીસીએસના શેરની કિંમતોમાં આ વર્ષે 28 ટકાનો ઘટાડો થયો છે. તો એક વર્ષમાં કંપનીના શેરનો ભાવ 30 ટકા તૂટી ગયો છે.
ટીસીએસના શેરનો ભાવ છેલ્લા છ મહિના દરમિયાન 19 ટકા અને 3 મહિનામાં 14 ટકા નીચે ગયો છે. બિઝનેસ ટુડેના રિપોર્ટ અનુસાર આ શેરનો RSI 33ની નજીક છે. જે દર્શાવે છે કે આ શેર ઓવરસોલ્ડ ઝોનની પાસે પહોંચી ગયો છે. તો સિંપલ મૂવિંગ એવરેજમાં આ શેર શોર્ટ ટર્મ અને લોન્ગ ટર્મ રેન્જમાં નેગેટિવ ટ્રેન્ડ દેખાડી રહ્યો છે.
આજે 52 વીક લો લેવલ પર પહોંચ્યો શેર
ટીસીએસના શેરમાં શુક્રવારે પણ 1 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. ટીસીએસના શેર બીએસઈમાં 2940 રૂપિયાના લેવલ પર ખુલ્યા હતા. દિવસમાં કંપનીના શેરમાં 1 ટકાનો ઘટાડા બાદ 2920 રૂપિયાના ઈન્ટ્રા-ડે લેવલ પર આવી ગયો હતો. આ કંપનીનું 52 વીકનું લો લેવલ છે.
છેલ્લા બે વર્ષમાં ટીસીએસનો શેર 18 ટકા અને ત્રણ વર્ષમાં 2 ટકાથી વધુ તૂટ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં કંપનીએ માત્ર 20.92 ટકાનું રિટર્ન આપ્યું છે. સેન્સેક્સ આ દરમિયાન 116 ટકાથી વધુનું રિટર્ન આપવામાં સફળ રહ્યો છે.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)