)
TechD Cybersecurity Limited Listing: ટેકડી સાયબર સિક્યોરિટી લિમિટેડનું શેરબજારમાં ધમાકેદાર પર્દાપણ થયું છે. કંપનીના શેર એનએસઈ એસએમઈમાં 90 ટકાના પ્રીમિયમની સાથે 366.70 રૂપિયા પર લિસ્ટ થયા છે. જેના કારણે રોકાણકારોને એક શેર પર 173.70 રૂપિયાનો ફાયદો થયો છે. આ ગુજરાતી કંપનીના આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 183 રૂપિયાથી 193 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે કંપનીએ આઈપીઓ માટે લોટ સાઇઝ 600 શેરની બનાવી હતી. પરંતુ કોઈ રિટેલ ઈન્વેસ્ટરે ઓછામાં ઓછા 2 લોટ પર દાવ લગાવવાનો હતો. જેના કારણે મિનિમમ ઈન્વેસ્ટમેન્ટ અમાઉન્ટ 231600 રૂપિયા છે.
લિસ્ટિંગ બાદ કંપનીના શેરમાં 5 ટકાની અપર સર્કિટ લાગી હતી. ત્યારબાદ ટેકડી સાયબર સિક્યોરિટીના શેરનો ભાવ 385 રૂપિયા પર પહોંચી ગયો છે. જે પ્રાઇઝ બેન્ડ કરતા લગભગ ડબલ છે.
718 ગણો થયો હતો સબ્સક્રાઇબ
TechD Cybersecurity Limited ના આઈપીઓ પર ઈન્વેસ્ટરોએ દિલ ખોલીને બોલી લગાવી હતી. કંપનીનો આઈપીઓ 718.30 ગણો સબ્સક્રાઇબ થયો હતો. રિટેલ કેટેગરીમાં કંપનીના આઈપીઓને ત્રણ દિવસમાં 726.06 ગણો સબ્સક્રિપ્શન મળ્યું હતું. ક્યુઆઈબીમાં 284 ગણું અને એનઆઈઆઈ કેટેગરીમાં 1279.03 ગણું સબ્સક્રિપ્શન મળ્યું હતું.
શું હતી આઈપીઓની સાઇઝ
ટેકડિફેન્સ લેબ આઈપીઓની સાઇઝ 38.99 કરોડ રૂપિયા હતી. આ ઈશ્યુ સંપૂર્ણ ફ્રેશ શેર પર આધારિત હતો. જેના કારણે ઈન્વેસ્ટરોને 20 લાખ શેર જારી કરવામાં આવ્યા હતા. કંપનીનો આઈપીઓ 15 સપ્ટેમ્બરે ખુલ્યો હતો અને 17 સપ્ટેમ્બરે બંધ થયો હતો.
(આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમો અધીન છે. કોઈપણ રોકાણ પહેલા એક્સપર્ટની સલાહ લો)