)
New Rules Form 1 July: આવતી 1 જુલાઈથી દેશમાં ઘણા નિયમોમાં ફેરફાર થવાનો છે. આ નિયમોની સીધી અસર સામાન્ય નાગરિકો પર પડશે. તેવામાં તમારે તે જાણવું જરૂરી છે કે 1 જુલાઈથી કયા-કયા નવા નિયમ લાગૂ થવાના છે. આ નવા નિયમોમાં રેલવેનો નિયમ, પાન-આધાર સંબંધિત નિયમ, ATM સંબંધિત નિયમ અને ક્રેડિટ કાર્ડથી સંબંધિત નિયમ સામેલ છે. આવો જાણીએ....
1 જુલાઈથી રેલવેનો નવો નિયમ લાગૂ
1 જુલાઈથી રેલ્વે ટિકિટના ભાવમાં વધારો થવાનો છે. જોકે, આ વધારો નજીવો છે. રેલવેએ તેની કેટલીક ટિકિટોના ભાવ અડધા પૈસાથી વધારીને 2 પૈસા પ્રતિ કિમી કર્યા છે. આ સાથે, 1 જુલાઈથી, ફક્ત આધાર વેરિફાઇડ યુઝર્સ જ તત્કાલ ટિકિટ બુક કરાવી શકશે.
પાન કાર્ડ માટે આધાર ફરજિયાત
1 જુલાઈથી, પાન કાર્ડ મેળવવા માટે આધાર કાર્ડ હોવું ફરજિયાત બનશે, એટલે કે, વ્યક્તિએ પોતાનું પાન કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડ આપવું જરૂરી બનશે. આ સાથે, પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે.
HDFC બેંક ક્રેડિટ કાર્ડનો નવો નિયમ
1 જુલાઈથી HDFC બેંકના ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમ પણ બદલાશે. નવા નિયમ અનુસાર હવે HDFC ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ થર્ડ પાર્ટી એપથી કરવા પર લોકોએ 1 ટકા ચાર્જ આપવો પડશે. તો યુટિલિટી બિલ પેમેન્ટ પર પણ હવે ચાર્જ લાગશે.
ICICI બેંક ATM ના નવા નિયમ
1 જુલાઈથી ICICI બેંકના એટીએમ સંબંધિત નિયમ પણ બદલાવાનો છે. હવે ગ્રાહકોને આ બેંકના એટીએપ કાર્ડનો ઉપયોગ મોંઘો પડી શકે છે. નવા નિયમ અનુસાર લિમિટથી વધુ કેશ કાઢવા પર પ્રતિ ટ્રાન્ઝેક્શન 23 રૂપિયાનો ચાર્જ લાગશે. તો એટીએમમાં ફ્રી ટ્રાન્ઝેક્શન 5 મળશે. મેટ્રો શહેરોમાં તેની લિમિટ 3 ટ્રાન્ઝેક્શન હશે.