)
multibagger stock: જ્યારે વાત શેરબજારમાં રોકાણની કરવામાં આવે તો ઘણીવાર સારા સ્ટોકની પસંદગી કરવી મુશ્કેલ હોય છે. ખાસ કરી તેવા સમયમાં જ્યારે દુનિયાભરની બજારમાં અસ્થિરતા અને અનિશ્ચિતતાઓ વધી રહી છે. આવા સમયમાં સમજદારી અને રિસર્ચ કરી રોકાણ કરવું જરૂરી હોય છે. આ વચ્ચે આજે અમે તમને એક એવા શેર વિશે જણાવી રહ્યાં છીએ જેણે છેલ્લાં પાંચ વર્ષમાં જબરદસ્ત રિટર્ન આપ્યું છે.
નાના રોકાણથી મોટો કમાલ
તમને વિશ્વાસ નહીં થાય કે એપ્રિલ 2020મા Hitachi Energy India નો શેર માત્ર 15 રૂપિયામાં ઉપલબ્ધ હતો. આ નાની કિંમતના સ્ટોકે પાંચ વર્ષમાં એવું પ્રદર્શન કર્યું કે જેણે પણ તેમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તે આજે લગભગ 12.60 કરોડ રૂપિયાનો માલિક હોત. એટલે કે પાંચ વર્ષમાં રોકાણકારોના પૈસા 12500 ગણા વધી ગયા છે. આ રીતે રિટર્ન બજારમાં ખૂબ ઓછા સ્ટોક્સ આપે છે.
શેરની કિંમત અને પ્રદર્શન
આજની તારીખે Hitachi Energy India નો શેર BSE પર ₹19,877 ની આસપાસ કારોબાર કરી રહ્યો છે. છેલ્લા એક વર્ષની અંદર જુઓ તો શેરમાં 64 ટકાનો વધારો થયો છે. તો આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધી શેરની કિંમતમાં 25 ટકાની તેજી આવી છે.
Hitachi Energy India Q1 FY25 Results
Hitachi Energy India એ તાજેતરમાં પોતાના પ્રથમ ક્વાર્ટરનું પરિણામ જાહેર કર્યું છે, જેમાં કંપનીના નેટ પ્રોફિટમાં જબરદસ્ત વધારો થયો છે. 30 જૂન, 2025ના ખતમ થયેલા પ્રથમ ક્વાર્ટરમાં કંપનીનો નેટ પ્રોફિટ 131.6 કરોડ રૂપિયા રહ્યો, જ્યારે પાછલા વર્ષે આ સમાનગાળામાં માત્ર 10.42 કરોડ રૂપિયા હતો.
કંપનીની કુલ આવક પણ 11.4 ટકા વધીને ₹1479 કરોડ થઈ છે. આ ઉપરાંત, EBITDA પણ 224 ટકા વધીને ₹155 કરોડ થયો છે. ઉપરાંત, કંપનીના નફાના માર્જિનમાં પણ વધારો થયો છે.