)
Multibagger Stock: શેર માર્કેટની રમત જોખમભરી છે. ઘણા એવા શેર હોય છે જે એક ઝટકામાં ઈન્વેસ્ટરને કંગાળ બનાવી દે છે તો કેટલાક શેર રાતોરાત માલામાલ પણ કરી દેતા હોય છે. બસ સાચા સમયે જો શેર પર દાવ લગાવવામાં આવે અને ભાગ્ય સાથ આપે તો તમારે પાછુ મળીને જોવાની જરૂર પડતી નથી.
આજે અમે તમને એક એવા શેર વિશે જણાવી રહ્યાં છીએ જેણે શેર બજારમાં ધૂમ મચાવી છે. પાંચ વર્ષમાં આ સ્ટોકે 36900 ટકાનું જબરદસ્ત રિટર્ન આપ્યું છે.
સ્ટોકે કર્યા માલામાલ
આ શેર છે ઈન્ડિયા બેસ્ડ રિયલ એસ્ટેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની હઝૂર મલ્ટી પ્રોજેક્ટ્સનો. રોડ નિર્માણ અને રિયલ એસ્ટેટ કારોબારમાં લાગેલી આ કંપનીનો વર્ષ 2025મા શુદ્ધ લાભ 40 કરોડ રૂપિયાનો રહ્યો, જે પાછલા વર્ષના મુકાબલે 37 ટકા ઓછો છે. પાછલા વર્ષે કંપનીને 64 કરોડ રૂપિયાનો પ્રોફિટ થયો હતો.
આ કંપનીનો 2025ના માર્ચ ક્વાર્ટરમાં નફો 17 કરોડ રહ્યો જે વાર્ષિક આધાર પર 68.52 ટકા ઓછો હતો, જ્યારે એક વર્ષ પહેલા આ દરમિયાન 54 કરોડ રૂપિયા હતો.
કઈ રીતે રોકેટની જેમ ભાગ્યો શેર
હકીકતમાં આ કંપનીના શેરનો ભાવ 2020ના જુલાઈમાં 0.12 રૂપિયા હતો, પરંતુ હવે શેર 44.43 રૂપિયા પર પહોંચી ગયો છે. એટલે કે જો કોઈએ પાંચ વર્ષ પહેલા હઝૂર મલ્ટી પ્રોજેક્ટ્સના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેની વેલ્યુ 3 કરોડ 70 રૂપિયા હોત. એટલે કે કંપનીએ લાંબાગાળામાં રોકાણકારોને માલામાલ બનાવી દીધા છે.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)