Gold Rate Today: સોનું પાછું ધડામ...આજે સોનાના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી મોંઘી થઈ, અમદાવાદમાં શું છે રેટ? ખાસ જાણો
Gold And Silver Price Today: લગ્નગાળામાં વળી પાછા સોનાના ભાવમાં ભડકો થતા લોકો ચિંતામાં મૂકાયા હતા પરંતુ આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે ચાંદીના ભાવ ચડ્યા છે. સોના અને ચાંદીના આજના ભાવ ખાસ જાણો.
Trending Photos
)
આજે 24 કેરેટ સોનાના ભાવમાં 787 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો અને ભાવ 123362 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવ્યો. હવે જીએસટી સહિત 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 127082 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. જ્યારે ચાંદીનો ભાવ જીએસટી સહિત 159697 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. આજે તેમાં વગર જીએસટીએ 286 રૂપિયા ચડીને 155046 રૂપિયા પ્રતિ કિલોગ્રામના રેટથી ઓપનિંગ જોવા મળ્યું. આ વર્ષે સોનું 47622 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘુ થઈ ચૂક્યું છે. જ્યારે ચાંદી 64029 રૂપિયા પ્રતિ કિલોગ્રામ મોંઘી થઈ ચૂકી છે.
હવે સોનું 17 ઓક્ટોબરના ઓલ ટાઈમ હાઈથી 7512 રૂપિયા જ સસ્તું રહી ગયું છે. જ્યારે ચાંદીનો ભાવ 14 ઓક્ટોબરના ઓલ ટાઈમ હાઈથી 23054 રૂપિયા તૂટી ચૂકયા છે. IBJA દિવસમાં બે વાર સોના અને ચાંદીના ભાવ જાહેર કરે છે. એકવાર બપોરે 12 વાગે અને બીજીવાર લગભગ સાંજે 5 વાગે ક્લોઝિંગ રેટ હોય છે. શહેર પ્રમાણે ભાવમાં 1000થી 2000 રૂપિયાનું અંતર હોઈ શકે છે.
કેરેટ પ્રમાણે ભાવ
આજે 23 કેરેટ ગોલ્ડ પણ 784 રૂપિયા સસ્તું થઈને 122868 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે ખુલ્યો. જીએસટી સહિત તેની કિંમત હવે 126554 રૂપિયા થઈ છે. જો કે હજુ તેમાં મેકિંગ ચાર્જ બાકી છે.
22 કેરેટ ગોલ્ડનો ભાવ
22 કેરેટ ગોલ્ડનો ભાવ 720 રૂપિયા તૂટીને 113000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. જીએસટી સહિત તે 116390 રૂપિયા છે.
18 કેરેટ ગોલ્ડનો ભાવ
18 કેરેટ ગોલ્ડ 590 રૂપિયા તૂટીને 92522 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે. જ્યારે જીએસટી સહિત તેનો ભાવ 95297 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે.
અમદાવાદમાં સોના અને ચાંદીનો ભાવ 12 નવેમ્બર
24 કેરેટ સોનાનો ભાવ 1,24,360 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
22 કેરેટ સોનાનો ભાવ : 1,13,997 રૂપિયા
અમદાવાદમાં MCX સોનાનો ભાવ: 1,23,943 રૂપિયા
અમદાવાદમાં ચાંદીનો ભાવ: 1,55,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
અમદાવાદમાં MCX સિલ્વરનો ભાવ: 1,55,900 રૂપિયા પ્રતિ કિલો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














