Gold Rate Today: એક તોલો સોનું ખરીદતા દમ નીકળી જશે હવે, ચાંદી તો લાખ પાર કરી ગઈ, લેટેસ્ટ રેટ જાણી ધ્રાસકો પડશે

Latest Gold Rate: સોના અને ચાંદીના ભાવમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. રોકાણની દ્રષ્ટિએ તે ફાયદાકારક ગણાઈ રહ્યું છે જો કે લગ્નગાળા ટાણે સોનાની ખરીદી આકરી પડી રહી છે. જો તમે પણ સોનું કે ચાંદી ખરીદવાનું પ્લાનિંગ કરતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો. 

Gold Rate Today: એક તોલો સોનું ખરીદતા દમ નીકળી જશે હવે, ચાંદી તો લાખ પાર કરી ગઈ, લેટેસ્ટ રેટ જાણી ધ્રાસકો પડશે

સોનામાં સતત ત્રણ દિવસથી રેકોર્ડ તેજી જોવા મળી રહી છે. ગોલ્ડ લગભગ 90,000 ના ઐતિહાસિક લેવલ પર પહોંચી ચૂકયું છે. જ્યારે ચાંદી પણ લાખ પર પહોંચી ગઈ છે. સોનામાં સતત નવા રેકોર્ડ વચ્ચે આજે ગુરુવારે MCX પર સોનાએ ₹89,796  નું રેકોર્ડ સ્તર સ્પર્શી લીધુ છે. ઈન્ટ્રાડેમાં ગોલ્ડે ₹89,796 નું સ્તર સ્પર્શ કર્યા બાદ નીચે આવી ગયો હતો. 

બીજી બાજુ ગ્લોબલ માર્કેટમાં એપ્રિલ વાયદા $3,065 સુધી પહોંચ્યું છે. ગોલ્ડનો સ્પોટ ભાવ $3,050 ની નજીક છે. આ વર્ષે અત્યાર સુધીમાં 16 ટકાથી વધુનો ઉછાળો છે. MCX પર એક વર્ષમાં 35% થી વધુ ભાવ વધ્યા છે. ગ્લોબલ માર્કેટમાં એક વર્ષમાં 41% નો ઉછાળો આવ્યો છે. આ વર્ષે ગ્રોથ રેટ ધીમો હોવા છતાં 2 રેટ કટ શક્ય છે. ડોલર ઈન્ડેક્સમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને હવે તે 5 મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો છે. 

MCX Gold-Silver Rates
સવારે 10 વાગ્યાની આસપાસ MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર સોનું 459 રૂપિયાની તેજી સાથે 89,061 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર ટ્રેડ  થઈ રહ્યું હતું. કાલના સેશનમાં તે 88,602 રૂપિયા પર ક્લોઝ થયું હતું. આ દરમિયાન ચાંદી 792 રૂપિયાની તેજી સાથે 10,0716 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ પર ચાલી રહી છે જે કાલે 99,924 રૂપિયાના ભાવે ક્લોઝ થઈ હતી. 

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 112 રૂપિયા ઉછળીને 88,761 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું જે કાલે 88,649 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી આજે ગગડી છે. ચાંદીમાં આજે 355 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને ભાવ પ્રતિ કિલો 99,613 પર પહોંચ્યો છે. જે કાલે 99,968 રૂપિયા પર ક્લોઝ થયો હતો. 

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzctug

Follow us on Instagram : https://t.co/ZOr2uGknFc

— IBJA (@IBJA1919) March 20, 2025

રિટેલ ભાવ પર ફેરવો નજર

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzctug

Follow us on Instagram :… pic.twitter.com/sUHwvjLN9q

— IBJA (@IBJA1919) March 20, 2025

210 દિવસમાં સોનામાં 500 ડોલરની તેજી
આ મહિને સોનાના ભાવમાં 3000 ડોલર પ્રતિ ઔંસનું સ્તર પાર કરી ગઈ છે. જે એક મહત્વપૂર્ણ ઘટના માની શકાય. જો કે અસલ અર્થમાં તો તે એ વાતને દર્શાવે છે કે વૈશ્વિક આર્થિક પરિસ્થિતિઓ કેવી બદલાઈ રહી છે. સોનું 2500 ડોલર પરથી 3000 ડોલર પ્રતિ ઔંસ સુધી ફક્ત 210 દિવસમાં પહોંચી ગયું. જ્યારે ઈતિહાસમાં આ પ્રકારે 500 ડોલર વધારા માટે સરેરાશ 1700 દિવસ લાગતા હતા. સોનાની આ ફાસ્ટ દોડથી સ્પષ્ટ છે કે છેલ્લા બે વર્ષમાં રોકાણકારોનો ગોલ્ડમાં રસ વધ્યો છે. આ વધારો ફક્ત બજારના ફન્ડામેન્ટલ ફેક્ટર્સના કારણે જ નહીં પરંતુ રોકાણકારોની ધારણામાં પણ મોટા ફેરફારના સંકેત આપી રહ્યો છે. 

Gold Rates માં કેમ આવી રહી છે તેજી
સોનાના ભાવમાં આ પ્રકારના ઉછાળા પાછળ અને કારણો મહત્વના છે. મોતીલાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસીસના સીનિયર એનાલિસ્ટ માનવ મોદીના જણાવ્યાં મુજબ મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ સંલગ્ન અનિશ્ચિતતાઓને કારણે રોકાણકારો સોના તરફ વળ્યા છે. વૈશ્વિક વેપાર યુદ્ધ અને જિયો પોલીટિકલ અસ્થિરતાએ અન્ય નાણાકીય સંપત્તિઓમાં રોકાણ કરનારાઓને અસમંજસમાં નાખ્યા છે. જેના કારણે સોનાની માંગણીમાં જબરદસ્ત વધારો  થયો છે. 

કામા જ્વેલરીના મેનેજિંગ ડાઈરેક્ટર કોલિન શાહના જણાવ્યાં મુજબ આ તેજી પાછળ મુખ્ય કારણ એ છે કે ભારત પોતાની સોનાની જરૂરિયાતના 80 ટકાથી વધુ આયાત કરે છે અને જીયો પોલીટિકલ ઘટનાઓની સીધી અસર ઘરેલુ બજાર પર પડે છે. તેમણે કહ્યું કે વૈશ્વિક હાલાત જોતા રોકાણકારોનો રસ સોનામાં વધ્યો છે. કારણ કે તે મોંઘવારી અને આર્થિક સ્થિરતા વિરુદ્ધ સુરક્ષા આપે છે. અમને આશા છે કે આવનારા દિવસોમાં સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય સ્તરે 3100 ડોલર પ્રતિ ઔંસ અને ઘરેલુ બજારમાં 90,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. 

શું આગળ ચાલુ રહેશે તેજી
World Gold Council એ હાલમાં એક રિપોર્ટમાં જણાવ્યું છે કે ભલે સોનાના ભાવમાં હાલની તેજીના કારણે કેટલાક સમય માટે સ્થિરતા આવી શકે પરંતુ જિયો પોલીટિકલ અને આર્થિક અસ્થિરતાઓ, વધતી મોંઘવારી, ઓછા વ્યાજ દરો અને નબળો અમેરિકી ડોલર જેવા કારણો હજુ પણ સોનાની માંગણીને મજબૂતી આપી રહ્યા છે. શેર બજારમાં ચાલી રહેલા ઉતાર  ચડાવને કારણે ધનીક રોકાણકારો હવે ભૌતિક સોનું ખરીદવાની જગ્યાએ ગોલ્ડ ETF માં રોકાણ કરે છે. 2025માં સોનાના ETF માં રેકોર્ડ સ્તર પર રોકાણ જોવા મળ્યું. કારણ કે રોકાણકારો જોખમથી બચવા માટે સુરક્ષિત વિકલ્પો શોધી રહ્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news