)
Top Performing Mutual Funds 2025: શેરબજારમાં છેલ્લા એક વર્ષથી સતત વધઘટની જોવા મળી રહી છે. ક્યારેક સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ સ્તરને સ્પર્શે છે, તો ક્યારેક મોટો ઘટાડો નોંધાય છે. આ અનિશ્ચિત માહોલમાં પણ મ્યુચ્યુઅલ ફંડ્સની કેટલીક સ્કીમે રોકાણકારોને અપેક્ષા કરતાં વધુ લાભ આપ્યો છે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય થીમ પર આધારિત ફંડ્સે જબરદસ્ત રિટર્ન આપ્યું છે. ચાલો આજે તે 5 મ્યુચ્યુઅલ ફંડ વિશે જાણીએ જેમણે તેમના રોકાણકારોને કમાલનું રિટર્ન આપ્યું છે.
1. Mirae Asset Hang Seng TECH ETF FoF
આ લિસ્ટમાં સૌથી ઉપર છે Mirae Asset Hang Seng TECH ETF FoF. આ ફંડે એક વર્ષમાં 82.40% સુધીનું એબ્સોલ્યુટ રિટર્ન આપીને રોકાણકારોને માલામાલ કરી દીધા છે. આ ફંડ મુખ્યત્વે હેંગ સેંગ ટેકનોલોજી ઇન્ડેક્સમાં રોકાણ કરે છે, જેમાં ચીનની મોટી ટેક કંપનીઓનો સમાવેશ થાય છે.
2. Mirae Asset NYSE FANG+ ETF FoF
બીજા સ્થાન પર છે Mirae Asset NYSE FANG+ETF FoF. આ ફંડે છેલ્લા એક વર્ષમાં 66.80% સુધીનું એબ્સોલ્યુટ રિટર્ન આપ્યું છે. તેમાં અમેરિકાની હાઈ-ગ્રોથ ટેક કંપનીઓ જેમ કે, ફેસબુક, એમેઝોન, નેટફ્લિક્સ અને ગૂગલ (FANG) સામેલ છે. આ ફંડ ગ્લોબલ ટેક થીમ પર દાવ લગાવનારાઓ માટે આકર્ષક સાબિત થયું છે.
3. Mirae Asset S&P 500 Top 50 ETF FoF
ત્રીજા સ્થાન પર છે Mirae Asset S&P 500 Top 50 ETF FoF. આ ફંડે છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને 48.75% નું એબ્સોલ્યુટ રિટર્ન આપ્યું છે. આ ફંડ અમેરિકાના શેરબજારની ટોપ 50 કંપનીઓમાં રોકાણ કરે છે, જેમનું માર્કેટ કેપ અને પ્રદર્શન વૈશ્વિક સ્તરે મજબૂત છે.
4. Invesco India Global Consumer Trends FoF
ચોથા નંબર પર છે Invesco India Global Consumer Trends FoF. આ ફંડે તેના રોકાણકારોને એક વર્ષમાં 45.32%નું શાનદાર એબ્સોલ્યુટ રિટર્ન આપ્યું છે. આ ફંડ એવી કંપનીઓમાં રોકાણ કરે છે જે દુનિયાભરના ગ્રાહક વ્યવહાર અને ટ્રેન્ડ્સથી ફાયદો ઉઠાવી રહી છે.
5. Edelweiss Greater China Equity Off-Shore Fund
પાંચમા નંબર પર છે Edelweiss Greater China Equity Off-Shore Fund. આ ફંડે છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને 36.96%નું એબ્સોલ્યુટ રિટર્ન આપ્યું છે. આ ફંડ ચીનના ઈક્વિટી માર્કેટમાં રોકાણ કરે છે, જ્યાં ટેક અને મેન્યુફેક્ચરિંગ કંપનીઓના ગ્રોથે ઉત્તમ પ્રદર્શન આપ્યું છે.
રોકાણકારો માટે મોટો પાઠ
આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે વૈશ્વિક બજાર સાથે જોડાયેલા ભંડોળે સ્થાનિક બજાર કરતાં વધુ સારું વળતર આપ્યું છે. ખાસ કરીને ટેકનોલોજી અને કન્ઝ્યુમર ટ્રેન્ડ્સ પર આધારિત ફંડ્સે અપેક્ષા કરતાં વધુ ફાયદો આપ્યો છે. જો કે, આવા ફંડ્સ વધારે જોખમ પણ હોય છે, કારણ કે તેઓ વિદેશી બજારો અને કરન્સીના વધઘટથી પ્રભાવિત થાય છે.
શું રોકાણ કરવું યોગ્ય રહેશે?
છેલ્લા એક વર્ષનું રિટર્ન ભલે મજબૂત રહ્યું હોય, પરંતુ રોકાણકારોએ ફક્ત ભૂતકાળના પરફોર્મેસને જોઈને નિર્ણયો ન લેવા જોઈએ. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારી જોખમ ક્ષમતા, રોકાણ સમય અને નાણાકીય લક્ષ્યોને ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે.