ગુજરાતી ન્યૂઝBusinessઅમેરિકા અને ચીન વચ્ચે થઈ ટ્રેડ ડીલ, ટેરિફમાં 115% ઘટાડો, આ એક વાત પર બની સહમતી

અમેરિકા અને ચીન વચ્ચે થઈ ટ્રેડ ડીલ, ટેરિફમાં 115% ઘટાડો, આ એક વાત પર બની સહમતી

Trade Deal: યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમ્સન ગ્રીરે જણાવ્યું હતું કે અમેરિકા ચીની ચીજવસ્તુઓ પર 145 ટકા ડ્યૂટી રેટ ઘટાડીને 30 ટકા કરવા માટે સંમત થયું છે, જ્યારે ચીને અમેરિકન સામાન પર તેનો દર ઘટાડીને 10 ટકા કરવા સંમતિ આપી છે.

અમેરિકા અને ચીન વચ્ચે થઈ ટ્રેડ ડીલ, ટેરિફમાં 115% ઘટાડો, આ એક વાત પર બની સહમતી

Trade Deal: અમેરિકા અને ચીને તાજેતરમાં એકબીજા પર લાદવામાં આવેલા ભારે ટેરિફ ઘટાડવાનો નિર્ણય લીધો છે. બંને દેશો વચ્ચે બે દિવસની ઉચ્ચ-સ્તરીય વાટાઘાટો પછી, આજે (સોમવારે) જીનીવામાં એક સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું છે, જે મુજબ, અમેરિકા અને ચીન 90 દિવસ માટે એકબીજાના ઉત્પાદનો પર ટેરિફ અસ્થાયી રૂપે ઘટાડવા સંમત થયા છે. જેથી વેપાર તણાવ ઓછો થઈ શકે અને વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓને તેમના મતભેદો ઉકેલવા માટે ત્રણ મહિનાનો સમય મળી શકે.

સોમવારે જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર, અમેરિકાએ મોટાભાગની ચીની આયાત પર ટેરિફ અસ્થાયી રૂપે 145%થી 115% ઘટાડીને ફક્ત ૩૦% કર્યો છે. આમાં ફેન્ટાનાઇલ સંબંધિત દરનો સમાવેશ થાય છે. ચીને અમેરિકન સામાન પર 125% ટેરિફ 115% ઘટાડીને 10% કરવા પણ સંમતિ આપી છે. જોકે, આ સોદામાં ખાસ વાત એ છે કે તે ફક્ત 90 દિવસ માટે છે.

Add Zee News as a Preferred Source

ચર્ચા ચાલુ રાખવા માટે એક રોડમેપ તૈયાર કર્યો

યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમ્સન ગ્રીરે જણાવ્યું હતું કે અમેરિકા ચાઈનાના માલ પરના ટેરિફ દરને 145 ટકાથી ઘટાડીને ૩૦ ટકા કરવા માની ગયું છે, જ્યારે ચાઈનાએ યુએસ માલ પરના તેના દરને 10 ટકા કરવા સંમત થયું છે. ગ્રીર અને યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે જીનીવામાં એક પ્રેસ કોન્ફરન્સમાં ટેરિફ ઘટાડાની જાહેરાત કરી હતી. બંને અધિકારીઓએ જણાવ્યું હતું કે બંને પક્ષોએ તેમના ટ્રેડ મુદ્દાઓ પર ચર્ચા ચાલુ રાખવા માટે એક રોડમેપ તૈયાર કર્યો છે.

બંને પક્ષો આ હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ

બે દિવસની વાતચીત પછી એક પત્રકાર પરિષદમાં બોલતા, બેસન્ટે જણાવ્યું હતું કે ઊંચા ટેરિફ સ્તરને કારણે બંને બાજુથી માલનો સંપૂર્ણ નાકાબંધી થશે અને આ એક એવું પરિણામ હતું, જે બંને પક્ષ ઇચ્છતા ન હતા. બેસન્ટે કહ્યું કે આ સપ્તાહના અંતે બંને પ્રતિનિધિમંડળોની સર્વસંમતિ એ છે કે કોઈ પણ પક્ષ અલગ થવા માંગતો નથી. આ અત્યંત ઊંચી ટેરિફનાકારણે... એક વિક્ષેપ પડ્યો. કોઈ પણ પક્ષ આ ઇચ્છતો નથી. અમને ધંધો જોઈએ છે. અમે વધુ સંતુલિત વેપાર ઇચ્છીએ છીએ. મને લાગે છે કે બંને પક્ષો આ હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે.

જાહેરાતને કારણે શેરબજારમાં ઉછાળો આવ્યો

ગયા મહિને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર અમેરિકી ડ્યૂટી વધારીને 145 ટકા કરી દીધી હતી અને ચીને પણ બદલો લેતા અમેરિકી આયાત પર 125 ટકા ડ્યૂટી લગાવી હતી. આટલા ઊંચા ટેરિફનો અર્થ એ છે કે બંને દેશો એકબીજાના ઉત્પાદનોનો બહિષ્કાર કરી રહ્યા છે, જેના કારણે વેપાર ખોરવાઈ રહ્યો છે, જે ગયા વર્ષે US$660 બિલિયનથી વધુ હતો. અમેરિકા અને ચીનની આ જાહેરાતને કારણે શેરબજારમાં ઉછાળો આવ્યો. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ લગભગ ત્રણ ટકા વધ્યો. જર્મની અને ફ્રાન્સના બજારોમાં 0.7 ટકાનો વધારો થયો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Krushnapalsinh Chudasama

2017થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news