આ રસ્તા બનાવી દેશે તમને ધનવાન, કમાશો તિજોરીમાં પણ ન સમાય એટલા બધા પૈસા

પૈસાદાર બનાવા માટે જરૂરી નથી કે તમારો પગાર મસમોટો હોય

આ રસ્તા બનાવી દેશે તમને ધનવાન, કમાશો તિજોરીમાં પણ ન સમાય એટલા બધા પૈસા

નવી દિલ્હી : પૈસાદાર બનવા માટે તમારો પગાર બહુ મોટો હોય કે પછી બિઝનેસમાં ધમધોકાર તેજી હોય એ જરૂરી નથી. ઓછા પગાર અને નાના નફામાં પણ યોગ્ય રીતે બચત કરીને વ્યક્તિ પૈસાદાર બની શકે છે. જોકે, આના માટે રોકાણ યોગ્ય રીતે અને યોગ્ય સમયે થાય એ જરૂરી હોય છે. 

રોકાણનો વિકલ્પ જરૂરિયાત પ્રમાણે પસંદ કરો. આ પસંદગી વખતે માસિક જરૂરિયાત, ઉંમર, પગાર, રિસ્ક પ્રોફાઇલ અને ઇન્વેસ્ટમેન્ટનો બરાબર અભ્યાસ કરો. તમારી જરૂરિયાત પ્રમાણે જ લોંગ ટર્મ કે પછી શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટની પસંદગી કરો. જો તમે દર મહિને 3200 રૂપિયાની બચત કરો અને તમને આ રકમ પર 10 ટકા રિટર્ન મળતું હોય તો 30 વર્ષ પછી તમારી પાસે 72.94 લાખ રૂપિયા જેટલી રકમ ભેગી થઈ જશે. બેંકની સાથેસાથે શેરમાર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ, પીપીએફ, ઇન્શ્યોરન્સ અને LIC સારું રિટર્ન આપતા વિકલ્પ સાબિત થઈ શકે છે.

શેરબજાર રોકાણ માટે હાઇ રિસ્ક અને હાઇ રિટર્નવાળું ક્ષેત્ર છે. જોકે શેરબજારમાં એવી કેટલીક કંપની છે જે રોકાણ માટે સુરક્ષિત માનવામાં આવે છે. બેન્કિંગ ક્ષેત્રમાં SBI, HDFC બેંક અને ICICI બેંકનો જુનો રેકોર્ડ જોઈને એને ભરોસાપાત્ર ગણવામાં આવે છે. પાવર સેક્ટરમાં NTPC અને આઇટીમાં ઇન્ફોસિસ, વિપ્રો તેમજ TCS મજબૂત ગણાય છે. મેટલમાં હિન્ડાલ્કો, તાતા સ્ટીલ, ટિસ્કો અને ઓટો સેક્ટરમાં મારુતિ તેમજ ટેક્સટાઇલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી મજબૂત વિકલ્પ છે. 

ગોલ્ડ અને સિલ્વરમાં રોકાણ કરવાનો વિકલ્પ લાંબા ગાળે ફાયદો કરાવે છે. એમાં તમારી બચતના 15થી 25% ટકાનું જ રોકાણ યોગ્ય છે. આ સિવાય મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ એક સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે. આમાં તમે દર મહિને તમારા સેવિંગ પ્રમાણે રોકાણ કરી શકો છો. એમાં વર્ષે 12થી 15% સુધી રિટર્ન મળી શકે છે. જોકે આ થોડું રિસ્કી છે કારણ કે એ શેરમાર્કેટ પર આધારિત  હોય છે. 

આરડી અને એફડી પણ રોકાણનો સારો વિકલ્પ છે. જોકે તમામ પૈસા ફિક્સ ડિપોઝિટમાં ન મુકવા જોઈએ કારણ કે જો જરૂર પડે ત્યારે એફડી તોડવામાં આવે તો ઓછું વ્યાજ મળે છે અને ક્યારેક બેંક પેનલ્ટી પણ લગાવે છે. તમે પગારદાર કે બિઝનેસમેન હો તો તમારી બચતના લગભગ 25% લોન્ગ ટર્મમાં રોકો. PPF અને PFમાં હાલમાં 8 ટકાથી માંડીને 8.55% વાર્ષિક રિટર્ન મળે છે. આ સિવાય એલઆઇસીમાં અનેક સ્કીમ છે જેમાં બીમારી, એક્સિડન્ટ અને લોન સુવિધા તો કવર થાય છે પણ સાથેસાથે પરિપકવતા પર મોટી રકમ મળી જાય છે. 

રિયલ એસ્ટટ રોકાણનો સારો વિકલ્પ છે. જોકે એમાં રોકાણ કરતા પહેલાં વર્તમાન પરિસ્થિતિ જોઈ લેવી જોઈએ. બને ત્યાં સુધી બહુ મોંઘી પ્રોપર્ટી ન લેવી જોઈએ કારણ કે જો માર્કેટમાં મંદી આવે તો વધારે નુકસાન થવાની સંભાવના રહે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news