ઉબર લાવશે ઉડતી Taxi, નાસા સાથે કર્યો કરાર, આ છે કંપનીનો પૂરો પ્લાન

ઉડતી ટેક્સીઓ વિશી તમે ખૂબ સાંભળ્યું હશે. પરંતુ જો બધુ બરોબર રહેશે તો હવે આ હકિકતમાં બદલાઇ શકે છે અને તમે ટૂંક સમયમાં જ ફ્લાઇંગ ટેક્સીમાં સફર કરી શકશો. તેના માટે એપ દ્વારા ટેક્સી બુક કરાવવાની સુવિધા આપનાર કંપની ઉબર (UBER)એ ઉડવામાં સક્ષમ ટેક્સીઓના વિકાસની સંભાવના શોધવા માટે અમેરિકાના મુખ્ય અંતરિક્ષ સંગઠન નાસા (NASA) પરથી હાથ મિલાવ્યો છે. ઉડનાર ટેક્સીઓનું ભાડું પણ સામાન્ય ટેક્સી યાત્રા વિશે જ રાખવામાં આવશે. એટલે કે તમે આ ટેક્સીની સેવા લેશો તો તમારે કોઇપણ વધારાનો ચાર્જ ચૂકવવો નહી પડે. 
ઉબર લાવશે ઉડતી Taxi, નાસા સાથે કર્યો કરાર, આ છે કંપનીનો પૂરો પ્લાન

નવી દિલ્હી: ઉડતી ટેક્સીઓ વિશી તમે ખૂબ સાંભળ્યું હશે. પરંતુ જો બધુ બરોબર રહેશે તો હવે આ હકિકતમાં બદલાઇ શકે છે અને તમે ટૂંક સમયમાં જ ફ્લાઇંગ ટેક્સીમાં સફર કરી શકશો. તેના માટે એપ દ્વારા ટેક્સી બુક કરાવવાની સુવિધા આપનાર કંપની ઉબર (UBER)એ ઉડવામાં સક્ષમ ટેક્સીઓના વિકાસની સંભાવના શોધવા માટે અમેરિકાના મુખ્ય અંતરિક્ષ સંગઠન નાસા (NASA) પરથી હાથ મિલાવ્યો છે. ઉડનાર ટેક્સીઓનું ભાડું પણ સામાન્ય ટેક્સી યાત્રા વિશે જ રાખવામાં આવશે. એટલે કે તમે આ ટેક્સીની સેવા લેશો તો તમારે કોઇપણ વધારાનો ચાર્જ ચૂકવવો નહી પડે. 

ઉબરનો નાસા સાથે કરાર
ઉબરે સ્પેસ એક્ટ હેઠળ નાસાની સાથે બીજો કરાર કર્યો છે. તેમાં બંને અર્બન એર મોબિલિટી સર્વિસ આપવા માટે મોડલ તૈયાર કરશે. ઉબર આ મામલે સરકારી રેગુલેટર્સની સાથે પણ કામ કરી રહી છે. તેને આશા છે કે ટૂંક સમયમાં ઉડતી ટેક્સીના પ્રોજેક્ટને પાંખો લાગશે.

ઉબરે કરી જાહેરાત
ઉબર તરફથી જાહેરાત કરવામાં આવી છે કે તેણે પહેલાં જાહેર કરેલી 'ઉબર એર' (uber air) પાયલોટ પ્રોજેક્ટમાં લોસ એંજિલિસ પણ ભાગીદાર રહેશે. આ પહેલાં ડલાસ ફોર્ટ-વર્થ, ટેક્સાસ અને દુબઇ પણ તેમાં સામેલ થઇ ચૂક્યા છે. ઉબરે એક નિવેદનમાં કહ્યું કે નાસાની યૂટીએમ પ્રોજેક્ટમાં ઉબરની ભાગીદારી કંપનીના 2020 સુધી અમેરિકાના કેટલાક શહેરોમાં ઉબર એરની વિમાન સેવા પ્રાયોગિક ધોરણે શરૂ કરવાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાંન મદદ કરશે. 

એર મોબિલિટીનો બીજો કરાર
ઉબરે ગત વર્ષે નવેમ્બરમાં નાસા સાથે પહેલો સ્પેસ એક્ટ કર્યો હતો. ત્યારબાદ આ બીજો કરાર છે જેમાં વધુ સંભાવનાઓ જોવા મળી રહી છે. કરાર હેઠળ નાસા પેસેંજર એરક્રાફ્ટનો ટેડા ઉબર પાસેથી લેશે. એર ટ્રાફિકને જોતાં સર્વિઅસ સ્લોટ તૈયાર કરવામાં આવશે. તેમાંથી 100થી વધુ એરક્રાફ્ટ દરરોજ ચલાવવામાં આવશે.

શું કહે છે નાસા
નાસાના એરોનોટિક્સ રિસર્ચ મિશન ડાયરેક્ટોરેટના એસોસિએટ એડમિનિસ્ટ્રેટર જયવૉન શિનના અનુસાર નાસા આ કરારને લઇને ઉત્સાહિત છે. અર્બન એર મોબિલિટીને લઇને પણ રિસર્ચ, ડેવલોપમેંટ અન ટેસ્ટિંગ સાથે જોડાયેલા ચેલેંજ હશે તેના પર કામ કરવામાં આવી રહ્યું છે. અર્બન એર મોબિલિટી સાથે એક નવી ક્રાંતિ આવશે. લોકોની લાઇફસ્ટાઇલમાં પણ મોટો ફેરફાર જોવા મળશે, જેમ કે સ્માર્ટફોનના સમયે જોવા મળ્યો હતો. 

બીજી સેવાઓ પર નજર
તમને જણાવી દઇએ કે ઉબર નાસા સાથે અન્ય પ્રકાહરની સંભાવનાઓ શોધી રહ્યું છે. શહેરી હવાઇ ટ્રાફિકના નવા બજારને લઇને તેનો ખુલ્લુ વલણ છે. આ પહેલાં એર ટિકિટ બુક કરવાની સાથે એરપોર્ટ સ્થિત કિઓસ્કથી કેબ બુક કરાવવાની સર્વિસ પણ શરૂ કરવામાં આવી હતી. તેના માટે એએઆઇએ ઓલા, ઉબર જેવી કેબ એગ્રિમેંટ સાથે કરાર કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news