IPO માર્કેટમાં શરૂ થશે હલચલ! આ મહિને છ કંપનીઓના આવશે આઈપીઓ, રોકાણ માટે રહો તૈયાર
Upcoming IPO: તેની શરૂઆત આ સપ્તાહે બોરાના વીવ્સ (Borana Weaves) અને બેલરાઇઝ ઈન્ડસ્ટ્રીઝ (Belrise Industries) ના આઈપીઓ સાથે થશે.
Trending Photos
Upcoming IPO: વર્ષ 2025 માં પ્રાથમિક બજારમાંથી ભંડોળ એકત્ર કરવાની ગતિવિધિઓ સુસ્ત રહ્યા પછી, આ મહિને 6 કંપનીઓના ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) આવી રહ્યા છે. આ IPO દ્વારા કુલ 11,000 કરોડ રૂપિયાથી વધુ ભંડોળ એકત્ર કરવામાં આવશે. આગામી થોડા દિવસોમાં સિક્યોરિટીઝ માર્કેટમાં પ્રવેશ કરનારી કંપનીઓમાં સ્ક્લોસ બેંગ્લોરનો (Schloss Bangalore) સમાવેશ થાય છે, જે 'ધ લીલા' (The Leela) હોટેલ ચેઇનનું સંચાલન કરે છે.
આ સપ્તાહે બે કંપનીઓના આઈપીઓ સાથે થશે શરૂઆત
તેની શરૂઆત આ સપ્તાહે બોરાના વીવ્સ (Borana Weaves) અને બેલરાઇઝ ઈન્ડસ્ટ્રીઝ (Belrise Industries) ના આઈપીઓ સાથે થશે. બોરાના વીવ્સ 20 મેએ 144 કરોડ રૂપિયાનો આઈપીઓ જારી કકરશે, જ્યારે પુણે સ્થિત બેલરાઇઝ ઈન્ડસ્ટ્રીનો 2150 કરોડ રૂપિયાનો આઈપીઓ 21 મેએ ખુલશે. એક્સિસ કેપિટલ આઈપીઓ માર્કેટ અપડેટ મે-2025 પ્રમાણે 57 કંપનીઓને સેબી પાસેથી મંજૂરી મળી ગઈ છે અને અન્ય 74 ફર્મ આ મંજૂરીની પ્રતિક્ષા કરી રહી છે.
ચાર અન્ય કંપનીઓ- શ્લોસ બેંગલોર લિમિટેડ (Schloss Bangalore Ltd), એઝિસ વોપક ટર્મિનલ (Aegis Vopak Terminals), એરિસઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડ (Arisinfra Solutions Ltd) અને સ્કોડા ટ્યુબ્સ (Scoda Tubes) ના આઈપીઓ આગામી સપ્તાહે ઓપન થઈ શકે છે.
Schloss Bangalore IPO
શ્લોસ બેંગ્લોરનો પ્રસ્તાવિત IPO રૂ. 3,000 કરોડના ઇક્વિટી શેરના નવા ઇશ્યૂ અને પ્રમોટર કંપની DIFC દ્વારા રૂ. 2,000 કરોડના શેરના વેચાણના પ્રસ્તાવનું સંયોજન છે.
Aegis Vopak Terminals IPO
એજિસ લોજિસ્ટિક્સ લિમિટેડની પેટાકંપની એજિસ વોપાક ટર્મિનલ્સ, ઇક્વિટી શેરના નવા ઇશ્યૂ દ્વારા રૂ. 3,500 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખે છે.
ArisInfra Solutions IPO
તે જ સમયે, એરિસઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડે IPO દ્વારા રૂ. 600 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે અને સ્કોડા ટ્યુબ્સે રૂ. 275 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
કુલ મળીને 11,669 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના
આ છ કંપનીઓ IPO દ્વારા કુલ રૂ. 11,669 કરોડ એકત્ર કરે તેવી અપેક્ષા છે. આ IPO ના આગમન સાથે, શેરબજારમાં નવી કંપનીઓના લિસ્ટિંગની ધીમી ગતિમાં વધારો થવાની શક્યતા છે. વૈશ્વિક અને સ્થાનિક પરિબળોને કારણે શેરબજારમાં અસ્થિરતાને કારણે, આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 10 કંપનીઓ IPO લાવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે