)
UPI Limit Increased: GST રિફોર્મ પછી સામાન્ય માણસને મોંઘવારીમાંથી રાહત મળી, પરંતુ હવે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPIC)એ પ્રતિ ટ્રાન્ઝેક્શન લિમિટ વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે. જો કે, આ સુવિધા તે સંસ્થાઓને લાગુ પડશે જે ટેક્સના દાયરામાં આવે છે. આ ફેરફાર સાથે ગ્રાહકો માટે મોટી ચુકવણી કરવી ખૂબ જ સરળ બનશે. લિમિટ વધારાથી ડિજિટલ પેમેન્ટ કરવું વધુ અનુકૂળ બનશે.
15 સપ્ટેમ્બરથી લાગુ થશે નવા નિયમો
NPCIએ એક પરિપત્ર બહાર પાડીને કહ્યું કે, "15 સપ્ટેમ્બર 2025થી આ નવા નિયમો લાગુ કરવામાં આવશે. આ વધેલી સુવિધા વ્યક્તિથી વેપારી વચ્ચે થયેલા ટ્રાન્ઝેક્શન પર લાગુ થશે. જ્યારે, વ્યક્તિથી વ્યક્તિના કિસ્સામાં 1 લાખ રૂપિયાની મર્યાદા ચાલુ રહેશે. બધી બેન્કો 15 સપ્ટેમ્બરથી આ વધેલી મર્યાદા લાગુ કરશે."
વેરિફાઇ ટ્રેડર્સ એક સમયે 5 લાખ રૂપિયાનું પેમેન્ટ કરી શકશે
NPCIએ કેપિટલ માર્કેટ અને વીમા સેક્ટરમાં થઈ રહેલા ટ્રાન્ઝેક્શનની લિમિટ 24 કલાકમાં 10 લાખ રૂપિયા કરી છે, અગાઉ આ મર્યાદા 2 લાખ રૂપિયા સુધીની હતી. એટલે કે વેરિફાઇ ટ્રેડર્સ એક સમયે 5 લાખ રૂપિયા અને 24 કલાકમાં કુલ 10 લાખ રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરી શકે છે.
ક્રેડિટ કાર્ડ, લોન, EMI પેમેન્ટ લિમિટમાં વધારો
આ ઉપરાંત ક્રેડિટ કાર્ડની પેમેન્ટ લિમિટમાં 2 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ ઉપરાંત કુલ પેમેન્ટ 24 કલાકમાં 6 લાખ રૂપિયા સુધી હવે કરી શકાય છે. આ સાથે જ લોન, EMI સંબંધિત ટ્રાન્ઝેક્શન લિમિટ 2 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. જ્યારે 24 કલાકમાં કુલ ટ્રાન્ઝેક્શન 10 લાખ રૂપિયા સુધી કરી શકાશે.