UPSCની સાઇટ પર જોવા મળ્યો Doraemon, ઉતાવળમાં બંધ કર્યું પોર્ટલ

હેકરોએ યૂનિયન પલ્બિક સર્વિસ કમિશન (UPSC)ની વેબસાઇ અને UIDAIના સોફ્ટવેરને નિશાન બનાવ્યું છે. મંગળવારે સિવિલ સર્વિસ મેન્સ 2018ના એડમિટ કાર્ડ જાહેર કરવાના હતા, તે પહેલા જ ટ્વિટર પર યૂપીએસસીની વેબસાઇના સ્ક્રીનશોટ વાયરલ થવા લાગ્યા હતા.

UPSCની સાઇટ પર જોવા મળ્યો Doraemon, ઉતાવળમાં બંધ કર્યું પોર્ટલ

નવી દિલ્હી: હેકરોએ યૂનિયન પલ્બિક સર્વિસ કમિશન (UPSC)ની વેબસાઇ અને UIDAIના સોફ્ટવેરને નિશાન બનાવ્યું છે. મંગળવારે સિવિલ સર્વિસ મેન્સ 2018ના એડમિટ કાર્ડ જાહેર કરવાના હતા, તે પહેલા જ ટ્વિટર પર યૂપીએસસીની વેબસાઇના સ્ક્રીનશોટ વાયરલ થવા લાગ્યા હતા. જેનાથી સવાલો ઉભા થઇ રહ્યાં હતાં કે સાઇટ હેક તો નથી થઇ ગઇ.

સૂત્રોનું કહેવું છે કે સરકાર દ્વારા સંચાલિચ વેબસાઇટ સોમવાર રાત્રે હેક થઇ હતી. જ્યારે યૂઝર્સએ વેબસાઇટ ઓપન કરી ત્યારે તેમને હોમપેજ પર ‘ડોરેમોન’નો ફોટો જોવા મળતો હતો. તેના નીચે કેપ્શનમાં લખેલું હતું કે-‘‘Doraemon!!!!!!! Pick up the call’’. સાથે એમ પણ લખેલું હતું કે ‘‘I.M.STEWPEED’’. આ ઘટનાથી બધા હેરાન થઇ ગયા કેમકે યૂપીએસસી કેંદ્રની પ્રીમિયમ રિક્રૂટમેંટ એજન્સી છે. ઓડીશા ટીવીના એક રિપોર્ટમાં દાવો છે કે થોડા સમય સુધી સાઇટ ડાઉન હતી પરંતુ ત્યારબાદ ઠીક કરી દેવામાં આવી છે.

હફિંગ્ટન પોસ્ટના રિપોર્ટમાં દાવો છે કે બજારમાં એક એવું સોફ્ટવેર મળી રહ્યું છે જે આધારની બાયોમેટ્રિક અને પર્સનલ ડેટા સુરક્ષિત રાખનાખનારા સિક્યોરિટી ફિચરને તોડવામાં સક્ષમ છે. આ સોફ્ટવેર બજારમાં માત્ર 2500 રૂપિયાની કિંમતમાં મળે છે. જોકે, યૂઆઇડીએઆઇએ કહ્યું હતું કે જ્યાં સુધી કોઇ વ્યક્તિ બાયોમેટ્રિક બ્યોરા કરતો નથી. કોઇ પણ ઓપરેટિંગ આધાર બનાવી શકતા નથી અથવા તેને અપડેટ કરી શકશે નહી. અધિકૃતતાએ આ રિપોર્ટને શરૂઆતથી નકારી હતી. અને આધાર સોફ્ટવેરને કથિત રૂપથી હેક કરવામાં આવ્યું છે.

યૂઆઇડીએઆઇએ કર્યો હેકિંગનો અસ્વીકાર
એક અધિકારિક નિવેદનમાં યૂઆઇડીએઆઇએ ભાર મુકીને કહ્યું કે તેમની પ્રણાલીમાં કોઇ પણ હેક કરી શકતું નથી. અધિકૃત સોફ્ટવેર અને આઇડી આંકડાની સાથે કથિત રીતે કોઇ પણ પ્રકારના સમાધાનની વાતને એકદમથી નકારી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે આ પ્રકારના દાવામાં કોઇ સત્ય નથી અને સપૂર્ણ રીત આધરવગરનું છે. આધાર નોંધણી સોફ્ટવેરમાં કથિત રીતે હેક કરવાના રિપોર્ટનો ઉલ્લેખ કરતા અધિકૃત દાવો કર્યો હતો કે કેટલાક સ્વાર્થી તત્વોએ જાણીજોઇને લોકોના મનમાં ભ્રમ ફેલાવી રહ્યાં છે જે સપૂર્ણ રીતે અનિચ્છનીય છે.

બાયોમેટ્રિ્ક વગર હેકિંગ સભંવ નથી
યુઆઇડીએઆઇએ કહ્યું કે તેમણે લોકોના આંકડાની સપૂર્ણ સુરક્ષાને લઇને જરૂરી સુરક્ષાત્મક પગલા ઉઠાવ્યા છે. અધિકૃતતાએ ચોખવટ કરી હતી કે કોઇ પણ ઓપરેટર આધાર ત્યાર સુધી બનાવી શકે નહીં અથવા અપડેટ કરી શકે નહીં જ્યાં સુધી કોઇ વ્યક્તિ સ્વયં બાયોમેટ્રિક સૂચના આપે નહીં. નોંધણી અને એપડેટ પ્રક્રિયાના નિયમોનું પાલન કરવામાં આવે છે. યૂઆઇડીએઆઇએ કહ્યું હતું કે, ‘‘એટલા માટે આધાર ડેટાબેઝમાં એવા નોંધણીની કોઇ સંભાવના નથી જે હાજર જ ના હોય.’’
(ઇનપુટ એજન્સીથી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news