દુનિયાના શ્રેષ્ઠ નેતાઓમાંથી એક છે PM મોદી: અમેરિકન ઉદ્યોગપતિએ કરી પ્રશંસા

અમેરિકા (US)ના ઉદ્યોગપતિ (Industrialist) રે ડેલિયોએ પીએમ નરેંદ્ર મોદીને દુનિયાના સૌથી મહાન નેતાઓમાંથી એક ગણાવ્યા છે. ડેલિયોએ એક પછી એક ઘણી ટ્વિટ કરી પીએમ નરેંદ્ર મોદી (Narendra Modi)ની પ્રશંસા કરી સાથે જ સાઉદી અરબ (Saudi Arab)માં એક કાર્યક્રમનો વીડિયો પણ શેર કર્યો. આ કાર્યક્રમમાં ડેલિયોએ પીએમ મોદીની સાથે વાતચીત કરી હતી.

Dushyant karnal Dushyant karnal | Updated: Nov 8, 2019, 11:37 AM IST
દુનિયાના શ્રેષ્ઠ નેતાઓમાંથી એક છે PM મોદી: અમેરિકન ઉદ્યોગપતિએ કરી પ્રશંસા

નવી દિલ્હી: અમેરિકા (US)ના ઉદ્યોગપતિ (Industrialist) રે ડેલિયોએ પીએમ નરેંદ્ર મોદીને દુનિયાના સૌથી મહાન નેતાઓમાંથી એક ગણાવ્યા છે. ડેલિયોએ એક પછી એક ઘણી ટ્વિટ કરી પીએમ નરેંદ્ર મોદી (Narendra Modi)ની પ્રશંસા કરી સાથે જ સાઉદી અરબ (Saudi Arab)માં એક કાર્યક્રમનો વીડિયો પણ શેર કર્યો. આ કાર્યક્રમમાં ડેલિયોએ પીએમ મોદીની સાથે વાતચીત કરી હતી.

રે ડેલિયોએ કહ્યું કે મારી નજરમાં ભારતના વડાપ્રધાનમંત્રી નરેંદ્ર મોદી જો બેસ્ટ નથી તો સૌથી શ્રેષ્ઠ નેતાઓમાં તો સામેલ છે. મને તેમની સાથે વાત કરવાની તક મળી છે આ દરમિયાન મેં જાણ્યું કે તે શું વિચારે છે. 

રે ડેલિયોએ કહ્યું કે પીએમ મોદીએ લોકોને માળખાગત સુવિધાઓ આપી સાથે જ ડિજિટલ ટેક્નોલોજી પણ લોકોને ઉપલબ્ધ કરાવી. મોદી સરકારે 100 મિલિયન શૌચાલયોનું નિર્માણ કર્યું જેના લીધે બિમારીઓ ઘટી અને લગભગ 3 લાખ જીંદગીઓ બચી ગઇ.

રે ડેલિયોએ ગત લોકસભા ચૂંટણીમાં નરેંદ્ર મોદીની શાનદાર સફળતાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું આખરે ચૂંટણીમાં મતદારોને આગામી પાંચ વર્ષ માટે તેમણે એક મોટો જનાદેશ આપ્યો. મને લાગે છે કે તેમની પાસે સારા પરિણામ આપવા માટે એક શાનદાર તક છે કારણ કે લોકોનું સમર્થન તેમને પ્રાપ્ત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube