અમેરિકા અને ચીન આવ્યા આમને સામને, ભારત થશે જોરદાર ફાયદો; જાણો કેવી રીતે
US-China Trade War: ચીને 9 ઓક્ટોબર 2025ના રોજ રેર અર્થની નિકાસ પર નિયંત્રણને લઈ તેના નિયમો કડક કર્યા, જેના કારણે અમેરિકાએ તેના પર 100% ટેરિફ લગાવી દીધો. આનો ભારતને ફાયદો મળવાનો છે.
Trending Photos
)
US-China Trade War: અમેરિકા અને ચીન વચ્ચે ફરી એકવાર ટ્રેડ વોર ચરમસીમા પર છે. એક તરફ ચીન રેર અર્થની નિકાસ પર નિયંત્રિત કરવા માટે પોતાના નિયમો વધુ કડક કર્યા છે. જ્યારે બીજી તરફ આના પગલાના જવાબમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીની ઉત્પાદનો પર 100% ટેરિફ લગાવી દીધો છે.
દુનિયાની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓની વચ્ચે આ તણાવથી ભારતને ફાયદો થવાનો છે. નિષ્ણાતો માને છે કે, ચીન અને અમેરિકા વચ્ચે વધતા આ ટ્રેડ વોરથી ભારતીય એક્સપોટર્સને અમેરિકાના બજારમાં પોતાનો એક્સપોર્ટ વધારવાનો ફાયદો મળી શકે છે. દેખીતી રીતે ચીનના આ પગલાથી અસર અમેરિકાની તમામ ઈન્ડસ્ટ્રીઝ પર પડશે, જેમાં ડિફેન્સથી લઈને ક્લીન એનર્જી અને ઇલેક્ટ્રિક વ્હીકલ સુધી સામેલ છે.
ભારત-ચીનના ટેરિફમાં ખૂબ જ અંતર
ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ એસ.સી. રલ્હને જણાવ્યું કે, ચીન પર અમેરિકાના હાઈ ટેરિફ લગાવવાથી ડિમાન્ડ ભારત તરફ શિફ્ટ થશે. જેનો અમને ફાયદો મળી શકે છે. નાણાકીય વર્ષ 2024-25 (એપ્રિલ-માર્ચ)માં ભારતે અમેરિકામાં 86.51 અબજ ડોલરના સામાન મોકલ્યો હતો. ચીન પર લગાવવામાં આવેલ અમેરિકાનો 100% ટેરિફ 1 નવેમ્બર 2025થી અમલમાં આવશે.
આ સાથે જ ચીન પર પહેલ લગાવવામાં આવેલ 30 ટકા બેસલાઈન ટેરિફની સાથે આયાત ડ્યુટી વધીને ૧૩૦ ટકા થશે. અમેરિકા હાલમાં ભારત પર 50 ટકા ટેરિફ લાદે છે, જે ચીનના 130% ટેરિફ કરતા ઘણો ઓછો છે. આનાથી હવે ભારતીય નિકાસકારોને ફાયદો થશે.
ચીન પર ઓછી થશે અમેરિકાની નિર્ભરતા
ચીન પર ટેરિફ વધારવાથી અહીંની પ્રોડક્ટ અમેરિકામાં વધુ મોંઘા થશે, જેનાથી તેઓ ઓછા સ્પર્ધાત્મક બનશે. ઇકોનોમિક ટાઇમ્સના એક રિપોર્ટ અનુસાર, રમકડાના નિકાસકાર મનુ ગુપ્તાનું કહેવું છે કે, ચીની સામાનો પર હાઈ ટેરિફથી બન્ને દેશોના ખરીદદારોને આકર્ષિત કરવામાં અમને મદદ મળશે. તેમણે વધુમાં કહ્યું છે કે, "આનાથી અમને મદદ મળશે. અમને સમાન તક મળશે."
તેમણે રિટેલ સેક્ટરની મોટી કંપની ટારગેટ જેમ કે, અમેરિકન ખરીદદારોએ તેમનો સંપર્ક કર્યો હોવાની વાતનો પણ ખુલાસો કર્યો છે. થિંક ટેન્ક GTRIએ પણ કહ્યું કે, અમેરિકા અને ચીન વચ્ચે વધતા વેપાર તણાવને કારણે વૈશ્વિક બજારોમાં ઇલેક્ટ્રિક વાહનો, વિન્ડ ટર્બાઇન અને સેમિકન્ડક્ટર ઘટકોના ભાવમાં વધારો થશે. અમેરિકા ઇલેક્ટ્રોનિક્સ, કાપડ, શૂઝ, વ્હાઈટ ગુડ્સ અને સૌર પેનલ માટે ચીન પર ભારે નિર્ભર છે. હવે, આ ઊંચા ભાવો ભારતમાંથી તેમને મેળવવાની પ્રક્રિયાને ઝડપી બનાવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














