દુનિયામાં ફરી મંદીના ભણકારા વાગ્યા, અમેરિકામાં કંઈક એવું થયું કે હચમચી ગયા વિશ્વના અડધા દેશો
Is the US headed for a recession : અમેરિકામાં મંદીના ભણકારા, ત્યાંના માર્કેટમાં અઢી વર્ષનો સૌથી મોટો ઘટાડો... ડાઉ જોન્સ, નાસ્ડેક અને S&P 500માં મોટો ઘટાડો... શું અમેરિકામાં મંદી બાદ ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત થશે?
Trending Photos
US Market Crash : ઈતિહાસ સાક્ષી છે, જ્યારે જ્યારે અમેરિકામાં મંદી આવે છે, ત્યારે ત્યારે દુનિયાના અડધા દેશો ડુબી જાય છે. ત્યારે ફરી એકવાર આવી મંદીના ભણકારા વાગી રહ્યાં છે. એકવાર ફરીથી ચારેતરફ મંદીની ચર્ચા થઈ રહી છે. અમેરિકન શેરમાર્કેટમાં સોમવારે મોટો કડાકો જોવા મળ્યો છે. ડાઉ જોન્સ, નાસ્ડેક અને S&P 500માં મોટો ઘટાડો નોંધાયો છે. ત્યારે ફરી એકવાર અમેરિકા પર મંદીના વાદળો મંડરાયા છે. જો આવું થશે તો ભારત પર તેની મોટી અસર જોવા મળશે. અમેરિકન બજારોમાં આવેલા ભૂકંપની અસર આજે મંગળવારે એશિયન બજારો પર પણ જોવા મળી રહી છે.
શું અમેરિકાનું પતન બીજા મહામંદીનો સંકેત છે?
બીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જતી વૈશ્વિક મંદી શું હતી?
આ મંદીની ભારતીય બજારો પર શું અસર પડશે?
24 ઓક્ટોબર, 1929 ના રોજ, અમેરિકામાં રોકાણકારોએ અચાનક ઝડપથી શેર વેચવાનું શરૂ કર્યું. સાંજ સુધીમાં, રેકોર્ડ ૧.૨૯ કરોડ શેર ખરીદાયા અથવા વેચાયા. તે દિવસ 'બ્લેક ગુરુવાર' તરીકે જાણીતો બન્યો. આ ભયંકર મંદીએ પ્રથમ વિશ્વયુદ્ધમાંથી કોઈક રીતે બહાર આવી રહેલી દુનિયાને બીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલી દીધી. બેરોજગારી અને મોંઘવારી એટલી વધી ગઈ કે તે તે સમયે વિશ્વની સૌથી મોટી મંદી બની ગઈ, જેણે સમગ્ર વિશ્વને ઘેરી લીધું. હવે ફરી એકવાર આવી જ મંદીના ભણકારા સંભળાઈ રહ્યાં છે. જ્યારે તાજેતરમાં અમેરિકાના બજારોમાં ઉથલપાથલ મચી ગઈ હતી, જે ભારત અને ચીન સહિત વિશ્વભર પર ટેરિફ લાદવાનો ઇરાદો ધરાવતો હતો. રોકાણકારોના કરોડો રૂપિયા એક જ ઝટકામાં ખોવાઈ ગયા. આને બ્લેક મન્ડે કહેવામાં આવ્યો છે.
ટ્રમ્પ સહિત દરેક વ્યક્તિ એવું માનવા લાગી છે કે મંદી આવી રહી છે
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે દેશમાં મંદીની શક્યતાને અવગણી શકતા નથી. અમેરિકાના શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો. S&P 500 ને લગભગ $4 ટ્રિલિયનનું નુકસાન થયું છે. આ નુકસાન ભારતીય સ્ટોક એક્સચેન્જ (BSE) પર લિસ્ટેડ બધી કંપનીઓના કુલ માર્કેટ કેપ જેટલું છે. આ ઘટાડાની સૌથી વધુ અસર ટેક કંપનીઓ પર પડી. સોમવારના ઘટાડાની સૌથી વધુ અસર ટેક કંપનીઓના શેર પર પડી. ગોલ્ડમેન સૅક્સે તેના મંદીના જોખમને 15% થી વધારીને 20% કર્યું છે, જ્યારે જેપી મોર્ગને તેને વધુ વધારીને 40% કર્યું છે.
અમેરિકાનું શેરબજાર મોટા સંકેત આપે છે
શું આ મંદીની નિશાની છે? અમેરિકન બજારોમાં મોટા ઘટાડા પછી આ પ્રશ્ન વધુ ઘેરો બનવા લાગ્યો છે. હા, છેલ્લા ટ્રેડિંગ દિવસે યુએસ માર્કેટમાં એટલો બધો હોબાળો થયો કે ડાઉ જોન્સ અને S&P-૫૦૦ જેવા ઇન્ડેક્સ તૂટી પડયા. મંગળવારે ખુલતાની સાથે જ એશિયન બજારોમાં અમેરિકાના બજારોમાં ભારે ઘટાડાની અસર જોવા મળી હતી અને તેમાંથી મોટાભાગના બજારો લાલ નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા. ખાસ વાત એ છે કે અમેરિકન શેરબજારોમાં આ ૨ વર્ષમાં સૌથી મોટો ઘટાડો છે. અમેરિકાના શેર માર્કેટની અસર એશિયન શેર બજારમાં પણ જોવા મળી. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ ખુલતાની સાથે જ લગભગ ૨ ટકા ઘટ્યો હતો, જ્યારે જાપાનનો નિક્કી ઇન્ડેક્સ પણ ૨ ટકાથી વધુ નીચે ટ્રેડ કરી રહ્યો હતો. આ ઉપરાંત, શરૂઆતના વેપારમાં હોંગકોંગનો હેંગ સેંગ પણ નીચે ટ્રેડ કરી રહ્યો હતો.
ગુજરાતમાં મંદીની શરૂઆત, હીરા ઉદ્યોગમાં મંદી આવી
હાલમાં સુરતનો હીરા ઉદ્યોગ મંદીમાં સપડાયો છે. મંદીના કારણે અનેક રત્ન કલાકારો આપઘાત કરી રહ્યાં છે. અગાઉ અનેક વખત રત્ન કલાકારો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમ છતાં કોઈપણ પ્રકારની સહાય નહી કરતા 30 મી માર્ચના રોજ ડાયમંડ ઉદ્યોગ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઓલ ડાયમંડ એસોસિયેશન ગુજરાતના મુખ્યમંત્રીને મળ્યુ હતું. જેમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, અત્યાર સુધી મારી પાસે કેમ ન આવ્યા, કેમ મોડા આવ્યા. તો એસોસિયેશન દ્વારા કેબિનેટ મંત્રીને રજુઆત કરાઈ હતી. બે દિવસમાં એક્શન લેવામાં આવશે. બે દિવસ બાદ અમને ફરી બોલાવવામાં આવશે. શ્રમ કલ્યાણની જેમ રત્નકલાકાર સંઘ બનાવવા માંગ કરાઈ છે. તેમજ વ્યવસાય વેરો નાબૂદ કરવા જણાવાયું છે.
અમેરિકાની 1929 ની મંદી યાદ કરો તો ફફડાટ થાય છે
1929 નો નો ઉનાળો હતો, જ્યારે અમેરિકામાં મંદીના સંકેતો દેખાવા લાગ્યા હતા. જુલાઈ સુધીમાં કટોકટી વધુ ઘેરી બની ગઈ. જ્યારે લોકો કંઈપણ ખરીદ્યા વિના આવતા અને જતા રહ્યા ત્યારે બજારોમાં તેની અસર જોવા મળી. આ ટ્રેન્ડ એટલો બધો વધી ગયો કે બજારોમાં દરેક વસ્તુનો ઢગલો થઈ ગયો. કારખાનાઓ બંધ થવા લાગ્યા. જ્યારે શેરબજાર આ બધાની કોઈ ચિંતા કર્યા વિના ચાલવા લાગ્યું. પછી આખરે 24 ઓક્ટોબર, 1929 ના રોજ, આ બધી બાબતોથી પરેશાન અમેરિકાના રોકાણકારોએ વધુ પડતા ભાવે શેર ઝડપથી વેચવાનું શરૂ કર્યું. સાંજ સુધીમાં, રેકોર્ડ ૧.૨૯ કરોડ શેરનું ટ્રેડિંગ થયું હતું. તે દિવસનું નામ 'કાળો ગુરુવાર' રાખવામાં આવ્યું. ભયંકર બેરોજગારી અને ફુગાવાને કારણે આવેલી આ મંદીની યાદો આજે ફરી તાજી થઈ ગઈ છે.
20 દિવસ પહેલા અમેરિકન શેરમાર્કેટ રેકોર્ડ ઊંચાઇએ હતું. અર્થતંત્ર મજબૂત હતું. મંદીના કોઈ અણસાર ન હતા. પરંતુ હવે ચારે તરફ મંદીની ચર્ચા છે. કારણ છે અમેરિકન શેરમાર્કેટમાં ઘટાડો નોંધાયો હતો. જો આ સ્થિતિ યથાવત રહી તો આગામી સમય બહુ જ કપરો આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે