નવી દિલ્હી : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) પોતાના પહેલા ભારત પ્રવાસ દરમિયાન 25 ફેબ્રુઆરીએ દેશના ઉદ્યોગપતિઓને મળશે. હાલમાં આ મીટિંગની તૈયારી ચાલી રહી છે. આ બેઠકમાં મુકેશ અંબાણી, સુનીલ ભારતી મિત્તલ, એન. ચંદ્રશેખરન, આનંદ મહિન્દ્રા, એ.એમ. નાઇક તેમજ કિરણ મજૂમદાર શો શામેલ થઈ રહ્યા છે. આ મીટિંગમાં સરકારના ટોચના અધિકારીઓ તેમજ અમેરિકન કંપનીઓના ઓફિસર ભાગ લઈ રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદી સરકારની કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ, પેન્શનને લઈને કરી મોટી જાહેરાત


આ મિટિંગમાં બંને દેશો વચ્ચે બિઝનેસને પ્રોત્સાહન આપવા વિશે ચર્ચા કરવામાં આવશે. આ તમામ વ્યવસ્થા પર અમેરિકન ડિપ્લોમેટ નજર રાખી રહ્યા છે. આ ફંકશનનું ગેસ્ટ લિસ્ટ વ્હાઇટ હાઉસ સાથે શેયર કરવામાં આવ્યું છે. કંફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી(The Confederation of Indian Industry) અને અમેરિકા-ભારતની બિઝનેસ સંસ્થાઓએ આ નામ સૂચવ્યા છે. જોકે હાલમાં આ નામ પણ વિચારણા ચાલી રહી છે. ટ્રમ્પની ભારત મુલાકાત પહેલાં તેમને ગિફ્ટ આપવાની તૈયારી શરૂ થઈ ગઈ છે.


HDFC બેંક અને માસ્ટરકાર્ડની ભાગીદારી, બિઝનેસ ટ્રીપ બનશે સરળ, જાણો ફાયદા


ગુજરાતના અમદાવાદ ખાતે આવેલા સાબરમતી આશ્રમ (Sabarmati Ashram)નું મેનેજમેન્ટ સંભાળનાર લોકો ટ્રમ્પને ખાદીની વસ્તુઓ તેમજ ચરખો ગિફ્ટ કરવાની યોજના કરી રહ્યા છે.ટ્રમ્પ 15 મિનિટની મુલાકાત દરમિયાન ગાંધીના જીવન ઝરમરની ઝાંખી કરશે. અનેક વિદેશી મહાનુભાવો સાબરમતી આશ્રમની મુલાકાત લઈ ચૂક્યાં છે. ટ્રમ્પનો ભારત પ્રવાસ ભારત માટે બહું મહત્વનો બની રહેશે તેવી આશા સેવાઈ રહી છે. બિઝનેસ તથા સુરક્ષાને લઈને ટ્રમ્પ સાથે બેઠક યોજાશે. ટ્રમ્પના સ્વાગતમાં લોકો લોકોની જોડાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા પોસ્ટર પર થીમમાં બદલાવને પગલે નમસ્તે ટ્રમ્પ લખવામાં આવ્યું છે. આ પોસ્ટર પર પહેલાં કેમ છો ટ્રમ્પ લખવામાં આવ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...