PNB ગોટાળા બાદ સરકારનાં આકરા પગલા : લોન માટે પાસપોર્ટની માહિતી ફરજીયાત

હીરા વેપારી નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ પીએનબીને 12600 કરોડ રૂપિયાનો ચુનો ચોપડવા અંગે તપાસ એજન્સીઓ ઝડપથી કાર્યવાહી કરી રહી છે. બીજી તરફ સરકાર પણ એવા પગલા ઉઠાવી રહી છે જેનાં કારણે ભવિષ્યમાં આ પ્રકારની ચુક ન થાય. હવે દેશની બેંકો મુદ્દે નાણામંત્રાલયે બેંકોને આદેશ આપ્યો છે કે, 50 કરોડથી વધારેની કોઇ પણ લોનમાં પાસપોર્ટ અંગેની માહિતી ફરજીયાલ તેવી પડશે.

Updated By: Mar 10, 2018, 02:46 PM IST
PNB ગોટાળા બાદ સરકારનાં આકરા પગલા : લોન માટે પાસપોર્ટની માહિતી ફરજીયાત

નવી દિલ્હી : હીરા વેપારી નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ પીએનબીને 12600 કરોડ રૂપિયાનો ચુનો ચોપડવા અંગે તપાસ એજન્સીઓ ઝડપથી કાર્યવાહી કરી રહી છે. બીજી તરફ સરકાર પણ એવા પગલા ઉઠાવી રહી છે જેનાં કારણે ભવિષ્યમાં આ પ્રકારની ચુક ન થાય. હવે દેશની બેંકો મુદ્દે નાણામંત્રાલયે બેંકોને આદેશ આપ્યો છે કે, 50 કરોડથી વધારેની કોઇ પણ લોનમાં પાસપોર્ટ અંગેની માહિતી ફરજીયાલ તેવી પડશે.

નવા નિયમ અંગે વિદેશ મંત્રાલયનું માનવું છે કે, આનાં કારણે ગોટાળાનાં કિસ્સામાં ત્વરીત કાર્યવાહી કરી શકાશે. નાણામંત્રાલયમાં આર્થિક સેવા વિભાગનાં સચિવ રાજીવ કુમારે આ અંગે શનિવારે સવારે ટ્વીટ કર્યું. નાણામંત્રાલયે નવા નિયમ અનુસાર જો કોઇ બિઝનેસમેન દેશની કોઇ પણ બેંક પાસેથી 50 કરોડ રૂપિયા કરતા વધારેની લોન લે છે તો પોતાનાં પાસપોર્ટ અંગેની માહિતી બેંકને આપવી પડશે. આ નિયમ 50 કરોડથી વધારેની દરેક લોન પર લાગુ થશે. તે ઉપરાંત તે પણ નિયમ છે કે જે લોકો લોન લઇ ચુકેલા છે તેમણે પણ 45 દિવસની અંદર પાસપોર્ટ અંગેની માહિતી જમા કરાવવાની રહેશે.

સરકાર તરફથી કહેવામાં આવ્યું કે, જો લોન લેનાર વ્યક્તિ પાસે પાસપોર્ટ નથી તો બેંક તેનું એફીડેવિટ લઇ શકે છે, કે તેની પાસે પાસપોર્ટ નથી. બેંકોને તેમ પણ કહેવામાં આવ્યું કે, લોન એપ્લીકેશનમાં ફેરફાર કરીને તેમાં પાસપોર્ટ અંગેની માહિતીનો સમાવેશ કરે. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન પણ અગાઉ લોન ગોટાળા અંગે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી ચુક્યા છે. જેનાં પગલે વિવિધ એજન્સીઓ પણ આર્થિક ગોટાળા કરનારા લોકો પર આકરી કાર્યવાહી કરી રહી છે.