)
India US Trade Deal: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે અમે ભારતીય બજાર સુધી પહોંચ સુનિશ્ચિત કરવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે ખૂબ જ ટૂંક સમયમાં અમને ભારતીય બજારો સુધી પહોંચ મળશે.
ઇન્ડોનેશિયા સાથે વેપાર કરારની જાહેરાત કર્યા પછી, યુએસ રાષ્ટ્રપતિએ કહ્યું કે અમને ભારતના બજારોમાં પ્રવેશ મળશે. તમારે સમજવું પડશે કે અમને અત્યાર સુધી આ દેશોમાં પ્રવેશ નહોતો. પરંતુ ટેરિફને કારણે, હવે અમને ત્યાં પ્રવેશ મળશે. જોકે, વ્હાઇટ હાઉસે હજુ સુધી પ્રસ્તાવિત અમેરિકા-ભારત વેપાર ડીલ અને તે કેવા પ્રકારનો સોદો હશે તે અંગે કોઈ માહિતી આપી નથી.
અમે તે દેશોના બજારો સુધી પહોંચવાનું શરૂ કરી દીધું છે
ટ્રમ્પ કહે છે કે વધુ કડક ટેરિફ લગાવવાના તેમના નિર્ણયોના પરિણામો હવે આવી રહ્યા છે. અમે તે દેશોના બજારો સુધી પહોંચવાનું શરૂ કરી દીધું છે, જ્યાં સુધી અમે અત્યાર સુધી સરળતાથી પહોંચી શક્યા ન હતા.
ભારત-અમેરિકા ટ્રેડ ડિલ અંગે મૂંઝવણ
ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર કહી રહ્યા છે કે ભારત સાથે ટ્રેડ ડિલ લગભગ થવાનો છે. જોકે, આ સોદો હજુ સુધી અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી.
#WATCH | US President Donald Trump says, "We made a deal with Indonesia. I spoke to their really great president...and we made the deal. We have full access to Indonesia, everything. As you know, Indonesia is very strong on copper, but we have full access to everything. We will… pic.twitter.com/hSFArf17Ly
— ANI (@ANI) July 15, 2025
રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં ભારતનું વેપાર પ્રતિનિધિમંડળ અમેરિકા સાથે ટ્રેડ ડિલ માટે છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં છે. ભારત તરફથી આ ડિલ માટે અગ્રવાલ મુખ્ય વાટાઘાટકાર છે. બંને પક્ષો તરફથી હજુ સુધી આ અંગે અંતિમ કરાર થયો નથી.
50 બોઈંગ જેટ ખરીદશે
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે અમે ઇન્ડોનેશિયા સાથે વેપાર કરાર કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે આજે સવારે મેં ઇન્ડોનેશિયા સાથે એક મહત્વપૂર્ણ ડિલને અંતિમ સ્વરૂપ આપ્યું છે. આ કરારથી અમેરિકાને ઇતિહાસમાં પહેલીવાર ઇન્ડોનેશિયા સુધી પહોંચ મળી છે. આ કરાર હેઠળ ઈન્ડોનેશિયા અમેરિકા પાસેથી 15 અબજ ડોલરની ઉર્જા, 4.5 અબજ ડોલરની કૃષિ પેદાશો અને 50 બોઈંગ જેટ ખરીદશે. પહેલીવાર, આપણા ખેડૂતો અને માછીમારોને ઇન્ડોનેશિયાના બજારોમાં સંપૂર્ણ પ્રવેશ મળશે. યુએસમાં ઇન્ડોનેશિયન માલ પર 19 ટકા ટેરિફ હશે, જ્યારે ઇન્ડોનેશિયન માર્કેટમાં અમેરિકન પ્રોડક્ટ્સ પર કોઈ ટેરિફ નહીં હોય.