)
Gold Price Today: સોનાની કિંમતોમાં આ સપ્તાહે તેજી જોવા મળી. આ દરમિયાન સોનાની કિંમત ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચી ગઈ. તેનાથી રિટેલ ઈન્વેસ્ટરોને પરેશાની થી. આજે રવિવારે દેશમાં 22 કેરેટ સોનાની કિંમતમાં કાલના મુકાબલે કોઈ ફેરફાર થયો નથી. તેની કિંમત 105,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ રીતે 18 કેરેટ સોનાની કિંમત આજે 86610 રૂપિયા છે.
આજે 22 કેરેટ સોનાના 100 ગ્રામની કિંમત 1,058,500 રૂપિયા છે. ભારતમાં 24 કેરેટ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ હવે 11,54,800 રૂપિયા છે. શુક્રવારે કારોબારના અંતમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર 3 ઓક્ટોબરનો સોના વાયદા 0.02 ટકાના ઘટાડા સાથે 113766 રૂપિયા પર બંધ થયો. આ રીતે 5 ડિસેમ્બરની એક્સપાયરીવાળી ચાંદીનો વાયદા ભાવ 0.18 ટકાના વધારા બાદ 142,147 રૂપિયા પર બંધ થયો.
તમારા શહેરમાં સોનાનો ભાવ શું છે?
ચેન્નાઈમાં, 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹115,480 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹105,850 છે.
બેંગલુરુમાં, 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹115,480 છે, અને 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹105,850 છે.
હૈદરાબાદમાં, 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹115,480 છે, અને 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹105,850 છે.
મુંબઈમાં, 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹105,850 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹115,480 પર યથાવત છે.
શું છે ચાંદીનો ભાવ?
ભારતમાં આજે ચાંદીની કિંમતો સ્થિર છે, એટલે કે 1 કિલો ચાંદીની કિંમત 149000 રૂપિયા છે. જ્યારે ભારતમાં 10 ગ્રામ ચાંદીની કિંમત 14900 રૂપિયા છે.
સ્પોટ ગોલ્ડની કેટલી છે કિંમત?
Goldprice.org ના આંકડા પ્રમાણે શુક્રવારે કારોબારી સત્ર દરમિયાન હાજર સોનું 0.53 ટકાના વધારા સાથે 3786.86 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થયું. આ વચ્ચે હાજર ચાંદીની કિંમતમાં તેજી જોવા મળી અને તે 2.79 ટકાના વધારા સાથે 46.05 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થઈ. ટેરિફ, અમેરિકા સાથે વેપાર વાર્તા પર અનિશ્ચિતતા વચ્ચે સુરક્ષિત રોકાણના રૂપમાં કારોબારી સોના-ચાંદી પર દાવ લગાવી રહ્યાં છે, જેથી તેની કિંમતમાં તેજી જોવા મળી રહી છે.