)
Who is Amul Girl : સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. માર્કેટિંગ કન્સલ્ટન્ટ અને સ્પીકર ડૉ. સંજય અરોરાએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અમુલ ગર્લ ખરેખર કોંગ્રેસના સાંસદ શશી થરૂરની બહેન શોભા થરૂર શ્રીનિવાસનના બાળપણના ફોટાથી પ્રેરિત છે. આ પહેલા 30 જૂન, 2023ના રોજ શશિ થરૂરે પણ એક પોસ્ટ લખી હતી જેમાં તેમણે લખ્યું હતું કે અમૂલ બ્રાન્ડ તેમના પરિવારની નજીક છે.
તેમણે અમૂલ જાહેરાત વિશે લખ્યું હતું કે, કેવી રીતે 1961માં જ્યારે અમૂલની જાહેરાત એજન્સી અમૂલ દૂધના પાવડર માટે બાળકનો ચહેરો શોધી રહી હતી, ત્યારે તેમની શોધ થરૂર નિવાસમાં સમાપ્ત થઈ. થરૂરે લખ્યું હતું કે 10 મહિનાની ઉંમરે, તેમની બહેન શોભા થરૂર શ્રીનિવાસન અમૂલ ગર્લનો ચહેરો બની હતી. તેમની નાની બહેન સ્મિતા તેમની સાથે પ્રથમ રંગીન અમૂલ ગર્લ બની હતી. હવે આ દાવો ફરી એકવાર કરવામાં આવી રહ્યો છે.
કોણ છે શશિ થરૂરની બહેન ?
અમુલ ગર્લ માર્કેટિંગ સ્પેશિયાલિસ્ટ સિલ્વેસ્ટર ડાકુન્હા દ્વારા બનાવવામાં આવી હતી. અમુલને લોકોમાં પોતાની છાપ છોડવા માટે એક પાત્રની જરૂર હતી, જે લોકોના હૃદયમાં વસે. તેમણે આ જવાબદારી ડાકુન્હાને સોંપી. તેઓ અમુલની બ્રાન્ડ ઈમેજ માટે બાળકો શોધતા હતા. 700થી વધુ બાળકોના ફોટા જોયા પછી પણ ડાકુન્હાને કોઈ ગમ્યું નહીં. તેમણે તેમના મિત્ર અને શશિ થરૂરના પિતા ચંદ્રન થરૂરને તેમના બે બાળકોના ફોટા માટે પૂછ્યું. તેમને તેમની મોટી પુત્રી શોભા થરૂર ગમી, જે તે સમયે માત્ર 10 મહિનાની હતી અને પછી અમુલ ગર્લનો જન્મ થયો.
શોભા થરૂર કોણ છે, તે શું કરે છે ?
સોશિયલ મીડિયા પર અમૂલ ગર્લના દાવા અંગે શોભા થરૂરે પણ સ્વીકાર્યું કે તે પહેલી અમૂલ ગર્લ હતી અને તેની બહેન સ્મિતા થરૂર બીજા કલર કેમ્પેઈનમાં હતી. જોકે, અમૂલે દાવો કર્યો છે કે અમૂલ ગર્લ શોભા થરૂરથી પ્રેરિત નહોતી. શશી થરૂરની બહેન શોભા થરૂર શ્રીનિવાસન કેલિફોર્નિયામાં રહે છે. વ્યવસાયે, તે એક લેખક, કવિ, સંપાદક છે, બે ડઝન પુસ્તકો લખ્યા છે. વર્ષ 2022માં તેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તરફથી રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો છે.
શોભા મિસ કોલકાતા રહી ચૂકી છે
ખૂબ જ સુંદર દેખાતી શોભા થરૂરે તેનું બાળપણ કેરળમાં વિતાવ્યું, ત્યારબાદ તે તેના પરિવાર સાથે કોલકાતા શિફ્ટ થઈ ગઈ. શોભાએ મિસ કોલકાતાનો ખિતાબ પણ જીત્યો. શરૂઆતથી જ તેમને અભિનય, થિયેટર, લેખન અને વાંચનનો શોખ હતો. કલકત્તા પછી તે વધુ અભ્યાસ માટે અમેરિકા ગઈ. અંગ્રેજીમાં AM પૂર્ણ કર્યા પછી, તેમણે ત્યાં લગ્ન કર્યા અને ત્યાં જ સ્થાયી થયા.