નવી દિલ્હી: ક્રૂડના ભાવમાં ઝડપથી ઓઇલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝના ભાવને 16 થી 19 એપ્રિલ વચ્ચે સ્થિર રાખવામાં આવ્યા છે. મંગળવારથી રવિવારે વચ્ચે દિલ્હીમાં પેટ્રોલ 74.63 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 65.93 રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર રહ્યો. જોકે પેટ્રો ઉત્પાદનોના ભાવ દરરોજ નક્કી થાય છે. પરંતુ આ કાર્યવાહી પર અચાનક બ્રેકનું કારણ શું છે? વિશ્લેષકોની માનીએ તો ઇન્ડીયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ, જેનું 90 ટકા ઇંધણ રિટેલિંગ પર નિયંત્રણ છે, શેરોમાં 11 એપ્રિલ સુધી 9 થી 16 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો કારણ કે આ દરમિયાન ઓઇલના ભાવમાં આગ લાગી હતી. મીડિયા રિપોર્ટોમાં દાવો છે કે કિંમતોમાં ફેરફાર સરકારના કહેવા પર પ્રતિબંધ લગાવ્યો છે. જોકે પેટ્રોલિયમ મંત્રી ધમેંદ્ર પ્રધાન તેનું ખંડન કરી ચૂક્યા છે. તેમનું કહેવું હતું કે કર્ણાટક ચૂંટણીને લઇને સરકાર તરફથી પેટ્રોલ ઉત્પાદોના ભાવમાં ફેરફારને રોકવા માટે કોઇ નિર્દેશ જાહેર કરવામાં આવ્યો નથી. કર્ણાટકમાં 12 મેના રોજ મતદાન છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેટ્રોલ-ડીઝલ ઉપર સૌથી ઓછો વેટ ઉઘરાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત: નીતિન પટેલ


ચાર મહાનગરોમાં વધ્યા નહી ભાવ
ઇકોનોમિક ટાઇમ્સમાં છપાયેલા રિપોર્ટના અનુસાર 24 થી 29 એપ્રિલ વચ્ચે દિલ્હીમાં પેટ્રોલ 74.63 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 65.93 રૂપિયા પ્રતિ લીટર હતું. તો બીજી તરફ કલકત્તામં આ ક્રમશ: 77.32 અને 68.63 રૂપિયા પ્રતિ લીટર, મુંબઇમાં 82.48 અને 70.2 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઇમાં 77.43 તથા 69.56 રૂપિયા પ્રતિ લીટર હતું. પેટ્રોલ અને ડીઝલ પરથી સરકારી નિયંત્રણ પહેલાં દૂર કરવામાં આવ્યું હતું પરંતુ માનવામાં આવી રહ્યું છે કે સરકાર ચૂંટણીના સમયે સરકારી કંપનીઓ પાસેથી કિંમતોમાં સામાન્ય વધારા માટે કહે છે. કંપનીઓ તે દરમિયાન થયેલા નુકસાનની ભરપાઇ મતદાન બાદ કિંમતોમાં વધારો કરીને કરે છે. સરકારી ઓઇલ કંપનીઓના ભાવને જોતાં જ રિલાયન્સ, એસ્સાર જેવી પ્રાઇવેટ ઓઇલ કંપનીઓ પોતાના કિંમતો નક્કી કરે છે.

વિધાનસભામાં પેટ્રોલ-ડીઝલ મુદ્દે હંગામો, સાંજ સુધી કોંગ્રેસના સભ્યો સસ્પેંડ


ગુજરાતની ચૂંટણી ટાળે પણ સ્થિર થઇ ગયા ભાવ
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ ફેરફારનો નિયમ છે, એટલે કે ભાવ ક્રૂડના સ્તરને જોઇને નક્કી થાય છે. ફાઇનાસિંયલ એક્સપ્રેસમાં છપાયેલા સમાચાર અનુસાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર 2017માં થઇ હતી. ડિસેમ્બરના પહેલા 15 દિવસ સુધી ઇન્ડીયન ઓઇલે દરરોજ ફક્ત એકથી ત્રણ પૈસા સુધી ઇંધણના ભાવ વધારે પરંતુ 14 ડિસેમ્બરના રોજ મતદાન બાદ ભાવ ખૂબ વધ્યા હતા. ત્યારે એ પણ કયાસ લગાવવામાં આવ્યા હતા સરકારે કહેવા પર કંપનીઓએ ભાવ વધાર્યા નહી. જોકે પેટ્રોલિયમ મંત્રીએ તાત્કાલિક ખંડન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે અમારી દ્વારા આવો કોઇ નિર્દેશ નથી. તે સમયે કંપનીઓને એક રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો સહન કરવો પડ્યો હતો. આઇઓસીના ચેરમેન સંજીવ સિંહે પણ કહ્યું હતું કે અમે સરકાર દ્વારા કોઇ નિર્દેશ મળ્યા નથી.

પેટ્રોલની કિંમતો થઈ જશે અડધી જો...


આઠ વર્ષ પહેલાં સરકારના નિયંત્રણથી બહાર થઇ ગયું હતું પેટ્રોલ
પેટ્રોલ જૂન 2010થી સરકાર નિયંત્રણથી બહાર છે. ત્યારબાદ ઓક્ટોબર 2014માં ડીઝલને પણ આ વ્યવસ્થા હેઠળ લાવવામાં આવી. ત્યારબાદ મે મહિનામાં બે વાર ફેરફાર થવા લાગ્યા હતા. પરંતુ ઓઇલ કંપનીઓએ ગત એક વર્ષથી દરરોજ ભાવમાં ફેરફારની વ્યવસ્થા શરૂ કરી દીધી.