)
LPG Cylinder Price: GST કાઉન્સિલે તાજેતરમાં જીએસટી દરમાં ઘણા મહત્વના ફેરફાર કર્યાં છે. જેથી જીવન જરૂરી ઘણી વસ્તુઓ સસ્તી થઈ જશે, જેમ કે શેમ્પૂ, શાબુ, બેબી પ્રોડક્ટ્સ, હેલ્થ ડ્રિંક્સ વગેરે. હવે લોકોના મનમાં સવાલ છે કે શું 22 સપ્ટેમ્બરથી નવા દર લાગૂ થવાને કારણે એલપીજી સિલિન્ડરના ભાવ ઘટશે? એલપીજીની કિંમતમાં વધારા-ઘટાડાની અસર કરોડો લોકો પર થાય છે. આ સિવાય કોમર્શિયલ એલપીજીનો ઉપયોગ હોટલો, રેસ્ટોરન્ટ તથા અન્ય વ્યાપારિક ઉદ્દેશ્ય માટે કરવામાં આવે છે. તેવામાં આ સિલિન્ડરનો ભાવ ઘટશે કે નહીં?
શું સસ્તા થશે LPG સિલિન્ડર?
સામાન્ય રીતે ઘરેલું અને કોમર્શિયલ એલપીજી સિલિન્ડર અલગ-અલગ હોય છે, તેથી તેના પર વર્તમાન સમયમાં જીએસટીના અલગ-અલગ દર લગાવવામાં આવે છે. વર્તમાનમાં ઘરેલું સિલિન્ડર પર 5 ટકા જીએસટી લગાવવામાં આવે છે. 3 સપ્ટેમ્બરે યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં સામાન્ય લોકોની રસોઈ પકાવવા માટે ઉપયોગ થનાર ઘરેલું એલપીજી સિલિન્ડર પર જીએસટી દરમાં કોઈ ફેરફાર કરાયો નથી.
એટલે કે પહેલાની જેમ 5 ટકા (2.5 ટકા સીજીએસટી + 2.5 ટકા એસજીએસટી) વસૂલ કરવામાં આવશે. વર્તમાનમાં ઘરેલું એલજીપી સિલિન્ડરની કિંમત 850 રૂપિયા આસપાસ છે. જ્યારે કોમર્શિયલ સિલિન્ડર પર પહેલાની જેમ 18 ટકા જીએસટી લાગશે.