)
AMUL MILK : GST 2.0માં નાણામંત્રીએ જીએસટીમાં કરેલા ફેરફારો બાદ પેકેજ્ડ પાઉચ મિલ્કના ભાવ 22 સપ્ટેમ્બરથી ઘટશે તેવા સમાચારો વાયરલ થયા છે. જોકે, અમૂલે સ્પષ્ટતા કરી છે કે GST 2.0 સુધારા લાગુ થવા છતાં 22 સપ્ટેમ્બર પછી પેકેજ્ડ પાઉચ મિલ્કના ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં. પાઉચ મિલ્ક પર હંમેશા શૂન્ય ટકા GST જ છે અને તેથી તાજેતરના કર ફેરફારોથી તેના પર કોઈ અસર થશે નહીં એટલે કે પેકેજ્ડ પાઉચ મિલ્કના ભાવ યથાવત જ રહેશે.
અમુલ ઉત્પાદનોનું માર્કેટિંગ કરતી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ ANIને જણાવ્યું હતું કે " પાઉચ મિલ્ક પર હંમેશા શૂન્ય ટકા GST જ છે." જેથી તેના ભાવમાં ફેરફાર થવાનો સવાલ નથી.
No changes in pouched milk prices because of GST 2.0: Amul MD
Read @ANI Story |https://t.co/sNl6xxBBFp#Amul #Amulmilk #GSTReforms pic.twitter.com/EQd2wlFSie
— ANI Digital (@ani_digital) September 11, 2025
મીડિયા રિપોર્ટ્સમાં પાઉચ મિલ્કના ભાવમાં પ્રતિ લિટર 3 થી 4 રૂપિયાનો ઘટાડાના અહેવાલ સામે આવ્યા બાદ આ સ્પષ્ટતા કરવામાં આવી છે. મહેતાએ આવા અહેવાલોને ખોટા ગણાવ્યા અને કહ્યું કે 22 સપ્ટેમ્બરથી ફક્ત લાંબા ગાળાનું UHT દૂધ જ સસ્તું થશે, કારણ કે તેના પર GST દર 5 ટકા લાગુ થતો હતો, જે ઘટાડીને શૂન્ય કરવામાં આવતાં લાંબા ગાળાના UHT દૂધના ભાવમાં ઘટાડો થશે
#WATCH | Anand, Gujarat: On #GSTReforms, Gujarat Co-operative Milk Marketing Federation, AMUL's MD Jayen Mehta says, "On behalf of the 36 lakh farmer families affiliated with the Amul Dairy Cooperative Movement in Gujarat and more than 10 crore families associated with the dairy… pic.twitter.com/PG3rTChn0c
— ANI (@ANI) September 4, 2025
GST કાઉન્સિલની 56મી બેઠકમાં 12 ટકા અને 28 ટકાના સ્લેબને 5 ટકા અને 18 ટકા એમ બે સ્લેબમાં મર્જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, જેને દિવાળીની મોટી રાહત તરીકે જોવામાં આવી રહી છે.
અમૂલ અને મધર ડેરી સહિત ડેરી સહકારી સંસ્થાઓએ પનીર, ચીઝ, ઘી, માખણ, પીણાં અને આઈસ્ક્રીમ જેવા અન્ય દૂધ ઉત્પાદનો પરના કર દરમાં મોટા ઘટાડાને આવકાર્યો છે અને કહ્યું છે કે આ સુધારાથી વપરાશ વધશે અને લાખો ખેડૂતોને ફાયદો થશે. દૂધમાં UHT નો અર્થ અલ્ટ્રા-હાઈ ટેમ્પરેચર (અથવા અલ્ટ્રા હીટ ટ્રીટમેન્ટ) પ્રોસેસિંગ છે, જેમાં દૂધને થોડીક સેકન્ડ માટે ઓછામાં ઓછા 135°C (275°F) સુધી ગરમ કરવામાં આવે છે, જે લગભગ તમામ સૂક્ષ્મજીવોને મારી નાખે છે અને એક જંતુરહિત ઉત્પાદન બનાવે છે. આ પ્રક્રિયા, ટેટ્રા પેક જેવા એસેપ્ટિક પેકેજિંગ સાથે મળીને, UHT દૂધને રેફ્રિજરેશન વિના અનેક મહિનાઓ સુધી લાંબી સેલ્ફ-લાઇફ આપે છે.
હવે એ બાબતનો ખુલાસો થઈ ગયો છે કે 22મી સ્પટેમ્બરથી અમૂલ દૂધની થેલીના ભાવમાં કોઈ ફેરફાર થવાનો નથી. અત્યારસુધી દૂધના ભાવમાં 3થી 4 રૂપિયાનો ઘટાડો થશે તેવા અહેવાલો સતત ચાલ્યા જે અફવાઓ પર હવે પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે.