)
Top Mutual Funds: ઘરેલું શેર બજારમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. શુક્રવારે બીએસઈ સેન્સેક્સ 80,597.66 પોઈન્ટ પર બંધ થયો હતો, જ્યારે એનએસઈનો નિફ્ટી 50 ઈન્ડેક્સ 24,631.30 પોઈન્ટ પર બંધ થયો હતો. શેર બજારમાં ચાલી રહેલી ઉથલપાથલને કારણે મ્યુચ્યુઅલ ફંડ્સમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. પરંતુ આજે અમે તમને તે મ્યુચ્યુઅલ ફંડ્સ વિશે જણાવીશું જેણે છેલ્લા એક વર્ષમાં પોતાના ઈન્વેસ્ટરોને શાનદાર રિટર્ન આપ્યું છે.
અહીં જે મ્યુચ્યુઅલ ફંડ વિશે જાણીશું તેણે 15 ઓગસ્ટ 2024થી લઈને 15 ઓગસ્ટ 2025 સુધી એક વર્ષના સમયગાળામાં 82 ટકા સુધીનું છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. અમે તમને પાંચ એવા મ્યુચ્યુઅલ ફંડ વિશે જણાવી રહ્યાં છીએ જેણે છેલ્લાં એક વર્ષમાં સૌથી વધુ રિટર્ન આપ્યું છે.
Mirae Asset Hang Seng TECH ETF FoF
છેલ્લાં એક વર્ષના સમયગાળામાં સૌથી વધુ રિટર્ન આપનાર મ્યુચ્યુઅલ ફંડ્સના લિસ્ટમાં સૌથી પહેલા સ્થાને મિરે એસેટ હેંગ સેંગ ટેક ઈટીએફ એફઓએફ ફંડ છે. આ મ્યુચ્યુઅલ ફંડે પોતાના ઈન્વેસ્ટરોને 15 ઓગસ્ટ 2024થી લઈને 15 ઓગસ્ટ 2025 સુધી સૌથી વધુ 82.37 ટકાનું બમ્પર રિટર્ન આપ્યું છે.
Mirae Asset NYSE FANG+ETF FoF
15 ઓગસ્ટ 2024થી લઈને 15 ઓગસ્ટ 2025 સુધી 1 વર્ષના સમયગાળામાં સૌથી વધુ રિટર્ન આપનાર મ્યુચ્યુઅલ ફંડ્સના લિસ્ટમાં Mirae Asset NYSE FANG+ETF FoF નું નામ બીજા સ્થાને છે. આ ફંડે એક વર્ષમાં 67.35 ટકાનું રિટર્ન આપ્યું છે.
Invesco India Global Consumer Trends FoF
આ લિસ્ટમાં ત્રીજા સ્થાને ઈન્વેસ્કો ઈન્ડિયા-ઈન્વેસ્કો ગ્લોબલ કંઝ્યુમર ટ્રેન્ડ્સ એફઓએફ છે. આ ફંડે પોતાના ઈન્વેસ્ટરોને છેલ્લા 1 વર્ષમાં 57.46 ટકાનું જોરદાર રિટર્ન આપ્યું છે.
Mirae Asset S&P 500 Top 50 ETF FoF
15 ઓગસ્ટ, 2024થી લઈને 15 ઓગસ્ટ, 2025 સુધી 1 વર્ષના સમયગાળામાં સૌથી વધુ રિટર્ન આપનાર ફંડ્સના લિસ્ટમાં મિરે એસેટ એસએન્ડપી ટોપ 50 ઈટીએફ એફઓએફનું નામ ચોથા સ્થાન પર છે. આ મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા 1 વર્ષમાં રોકાણકારોને 47.50 ટકાનું રિટર્ન આપ્યું છે.
Edelweiss Greater China Equity Off-Shore Fund
છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ રિટર્ન આપનાર ફંડ્સના લિસ્ટમાં પાંચમાં સ્થાન પર એડલવાઇસ ગ્રેટર ચાઇના ઇક્વિટી ઓફ-શોર ફંડ છે. આ ફંડે ઈન્વેસ્ટરોને 15 ઓગસ્ટ 2024થી 15 ઓગસ્ટ 2025 સુધી 41.42 ટકાનું રિટર્ન આપ્યું છે.
(ડિસ્ક્લેમરઃ આ આર્ટિકલ માત્ર જાણકારી માટે લખવામાં આવ્યો છે. કોઈ પ્રકારના રોકાણ કે નાણાકીય જોખમ લેતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ જરૂર લો. ઝી 24 કલાક કોઈ જોખમ માટે જવાબદાર રહેશે નહીં.)