સેમસંગને પછાડીને ભારતમાં પહેલીવાર નંબર વન બની 'આ' સ્માર્ટ ફોન કંપની, જાણો કારણ

 ભારતમાં 2017માં ત્રીજા ત્રિમાસિકમાં શ્યાઓમીએ સૌથી વધુ હેન્ડસેટ્સ વેચ્યા છે. 

Updated By: Jan 26, 2018, 01:42 PM IST
સેમસંગને પછાડીને ભારતમાં પહેલીવાર નંબર વન બની 'આ' સ્માર્ટ ફોન કંપની, જાણો કારણ
સાંકેતિક તસવીર

નવી દિલ્હી: ચીનની દિગ્ગજ ટેક કંપની ભારતમાં સતત સફળતા મેળવી રહી છે. રેડમી નોટ 4 સ્માર્ટફોન ભારતમાં સૌથી વધુ વેચાયા બાદ હવે શ્યાઓમીએ એક વધુ ઉપલબ્ધિ પોતાના નામે કરી છે. શ્યાઓમી ભારતની નંબર વન સ્માર્ટ ફોન કંપની બની છે. આ સાથે જ આ કંપનીએ ભારતીય બજારમાં સેમસંગનો દબદબો ખતમ કર્યો છે. અત્રે જણાવવાનું કે છેલ્લા 6 વર્ષમાં પહેલીવાર સાઉથ કોરિયાની દિગ્ગજ ટેક કંપની સેમસંગ આ વખતે બીજા ક્રમે આવી છે. આઈડીસી દ્વારા જારી કરાયેલા આંકડાથી માલુમ પડ્યું છે કે ભારતમાં 2017માં ત્રીજા ત્રિમાસિકમાં શ્યાઓમીએ સૌથી વધુ હેન્ડસેટ્સ વેચ્યા છે. રેડમી ઈન્ડિયાએ મંગળવારે ટ્વિટ કરીને આ જાણકારી શેર કરી હતી. કાઉન્ટર પોઈન્ટ રિસર્ચના તરણ પાઠકના જણાવ્યાં મુજબ શ્યાઓમીની ઓછા ભાવમાં બેસ્ટ ફિચર આપવાની સ્ટ્રેટેજીએ આ કમાલ કરી બતાવ્યો છે. 

સ્માર્ટફોનના વેચાણમાં સેમસંગ સૌથી આગળ
આઈડીસીના નવા અહેવાલ મુજબ ત્રીજા ત્રિમાસિકમાં બજારમાં 23.5 ટકા માર્કેટ શેર અને 92 લાખ સ્માર્ટફોન ઉપલબ્ધ કરાવાની સાથે શ્યાઓમી ભારતમાં નંબર વન સ્માર્ટફોન બ્રાન્ડ બની છે. આ સાથે જ એક વર્ષમાં 300 ટકા જેટલો લગભગ ગ્રોથ રેટ હોવાની સાથે ઝડપથી ગ્રોથ કરનારી સ્માર્ટફોન કંપની પણ બની ગઈ છે. આઈડીસીના નવા રિપોર્ટમાં શાઓમી અને સેમસંગ બંનેના માર્કેટ શેર લગભગ બરાબર છે. 

આવી રીતે વ્યક્ત કરી ખુશી
શ્યાઓમીના MD (ઈન્ડિયા) મનુ કુમાર જૈને પોતાના ટ્વિટર હેન્ડલથી આ જાણકારી વ્યક્ત કરી. ટ્વિટમાં લખ્યું છે કે તમારા પ્રેમે અમને ભારતના જ નહી પરંતુ ચંડીગઢના પણ નંબર વન સ્માર્ટફોન કંપની બનાવ્યાં છે. તેમણે #1SmartphoneBrandXiaomi  સાથે એક ફોટો પણ શેર કર્યો છે. 

ફ્લેશ સેલની કરી શરૂઆત
શ્યાઓમીએ પોતાના ગ્રાહકો સુધી પહોંચવા માટે સતત નવા આઈડિયા અપનાવ્યા છે. ભારતીય બજારમાં માત્ર 3 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2014માં પ્રવેશ કરનારી આ કંપનીએ પહેલીવાર ફ્લેશ સેલની શરૂઆત કરી હતી. કંપની હેન્ડસેટને ઓનલાઈન કે ઓફલાઈન બજારમાં સીધા વેચવાની જગ્યાએ સમય સમય પર તેનું સેલ કરે છે. સુનિશ્ચિત હેન્ડસેટ્સના બુકિંગ લીધા બાદ સેલ બંધ કરી દેવાય છે. શ્યાઓમીએ ફ્લેશ સેલ માટે ફ્લિપ કાર્ટ અને એમેઝોન ઈન્ડિયા સાથે ટાઈઅપ કર્યું છે. કંપનીએ આ સ્ટ્રેટેજીના દમ પર ભારતીય બજારમાં પોતાનું સ્થાન મજબુત કર્યું છે. ત્રીજા ત્રિમાસિકમાં શ્યાઓમીના ટોપ 5 સ્માર્ટ ફોનમાં સૌથી વધુ વેચનારા ફોન રેડમી નોટ4, રેડમી4 અને રેડમી 4એ હતાં.